તો મતલબ આ માટે ગાડીઓની પાછળ ડોગ્સ એટલે કે કુતરાઓ ભાગે છે થોડું ધ્યાન થી વાંચજો આખી વાત…

0

તમે ઘણી વખત જોયું હશે કે મહેસૂસ કર્યું હશે કે ચાલતી ગાડીઓ પાછળ કુતરાઓ ખૂબ ઝડપી થી ભાગે છે. જેમ કોઈ ચાલતી ગાડી , સ્કુટર કે પછી સાઇકલ ને જોય તો ઘણી દૂર સુધી એનો પીછો કરે છે. તમને થતું હશે કે આ ગાડી ની પાછળ શા માટે આવે છે.એના પાછળ નું કારણ જાણી તમે હેરાન રહી જશો. કુતરાઓ એમ જ કોઈ ગાડી, બાઇક કે સાઇકલ ની પાછળ નથી ભાગતા. એમની સાથે એમનો પાસ્ટ એટલે કે ભૂતકાળ જોડાયેલ હોય છે જેના વિશે લોકો નથી જાણતા. એ તો તમે પણ સમજો છો કે જે કુતરાઓ ને આપણા સમાજ માં વફાદાર અંર દિમાગ વાળો મનાય છે એ એમ જ કોઈ અજાણ્યા ની ગાડી પાછળ કેમ ભાગે..?

હવે મોડું ન કરો . તુરંત વાંચો આ વાત.

પેહલા થી જાણે છે

જ્યારે કુતરાઓ તમારી ચાલતી ગાડી ની પાછળ ભાગે છે તો એ ઘણી વખત એનો પ્રેમ હોય છે. એ તમને પહેલે થી જ ઓળખતા હોય છે અને એટલા માટે એનો પ્રેમ જતાડવા એ આવું કરતા હોય છે. જ્યાં સુધી તમે એની આંખો સામે થી ગાયબ નથી થઈ જતા ત્યાં સુધી એ ભાગતા રેહશે.

ખાવા ની વસ્તુઓ

કુતરા માણસો ને ઘણો પ્રેમ કરે છે. ઘણી વખત એવું થાય છે કે કોઈ લોકો જે ખાવા માટે બિસ્કિટ કે બીજી કોઈ વસ્તુઓ કુતરાઓ ને દે છે. એટલે કુતરાઓ જ્યારે એની ગાડી ને જોઈ તો એને ઓળખી લે છે. એ પેલા બિસ્કિટ ની લાલચ માં એની પાછળ ભાગે છે.

સામાન થી ભરેલ બેગ

કુતરાઓ ફક્ત ગાડી ની પાછળ નથી ભાગતા. એ સાઇકલ પાછળ પણ એટલી જ ઝડપી ભાગે છે. કોઈ વખત જ્યારે કરિયાણા વાળા બેગ લઈ તમારા ઘરે આવતા હોય તો કુતરાઓ ભસતા એની પાછળ દોડશે. એ ફક્ત એટલા માટે કે એને પેલા ને ઓળખી લીધો હોય છે.

રમત રમત માં

જ્યારે કોઈ શેરી ના છોકરાઓ બાઇક ચલાવતા કોઈ સુતેલા કુતરા સામે ઝડપ થી નીકળી જાય છે તો એ સુતેલ કૂતરો તુરંત ઉઠી અને એની પાછળ દોડવા લાગે છે. સચ્ચાઈ તો એ છે કે એ છોકરો અને કૂતરો એક બીજા સાથે રમતા હોય છે.

પેશાબ ની ગંધ.

કુરતાઓ ગાડી ના ટાયર માં પેશાબ કરી એના એરિયા નક્કી કરતા હોય છે એવા માં જ્યારે કોઇ ગાડી જેના ટાયર પર કુતરા એ પેશાબ કરી ચુક્યા છે , એ બીજા એરિયા માંથી નીકળે તો એની દુર્ગંધ આવી જાય છે અને એની પાછળ ભાગવા નું શરૂ કરી દે છે.

પોતાને ડોન સમજે

ફક્ત માણસ જ નહીં પરંતુ કુતરાઓ માં પણ આવી પ્રવૃત્તિ હોય છે. બધા કુતરાઓ એના એરિયા ના ડોન હોય છે. જ્યારે પણ ગાડી ની પાછળ ભાગે ત્યારે એને એવું લાગે કે જેમ એને ગાડી વાળા ને ડરાવી ને ભગાડી દીધો. એટલે એ જ ખુશી માં એ એની પાછળ દૂર સુધી ભાગે.

ગાડી ને ઘર સમજે.

હકીકત માં ગરમી હોય કે ઠંડી કુતરાઓ લગભગ હંમેશા ગાડીઓ નીચે જ સુતા હોય છે. જ્યારે એ ગાડી સ્ટાર્ટ થઈ જવા લાગે , તો કુતરાઓ ને દુઃખ થાય છે. એને એવું લાગતું હોય કે એના થી એનું ઘર કોઈ છીનવી જાય છે. એટલા માટે એ પણ ગાડીઓ પાછળ ભાગવા લાગે.

દુઃખ માં ભાગે છે

ક્યારેક રસ્તા પર કે શેરીઓ માં ગાડી નીચે કુતરાઓ આવી જતા હોય છે અને એમનું મૃત્યુ થઈ જતું હોય છે. એવા માં એ કુતરા ને સંબંધિત બીજા કુતરાઓ જ્યારે એ રંગ ની કે એ જ ગાડી ને જુએ છે તો ગુસ્સા માં એની પાછળ દોડવા લાગે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here