…તો આટલા માટે મહિલાઓમાં થાય છે વ્હાઈટ ડીસ્ચાર્જ, જાણો કારણો…જાણવા જેવી માહિતી વાંચો

પબ્લિક ટોઇલેટ યુઝ કરવું પણ બની શકે છે તેનું કારણ.

જો કે શ્વેત પ્રદર એટલે કે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટથી થતો સફેદ સ્ત્રાવ, મહિલાઓમાં થનારી એક સામાન્ય સમસ્યા છે. જેને વ્હાઈટ ડીસ્ચાર્જ કે લ્યુંકોરીયા પણ કહેવામાં આવે છે. આ સમસ્યા ભલે સાધારણ હોય પણ તેનાથી મહિલાઓને ઘણી પ્રકારની દીક્કતો જેમ કે કમજોરી, થકાન, કમર અને પગમાં દર્દ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને મહિલાઓમાં થતા આ વ્હાઈટ ડીસ્ચાર્જ અંગે વાત કરવા જઈશું.

1. તણાવને લીધે:આજકાલની ભાગદોડ ભરા જીવનમાં તણાવ તો જાણે કે બધાના જીવનનો એક હિસ્સો બની ચુક્યું છે. ખાસ કરીને મહિલાઓ ખુબ જ આસાનીથી સ્ટ્રેસનો શિકાર બની જાતી હોય છે. જેને લીધે મહિલાઓમાં હોર્મોનલ ડીસબેલેન્સ હોય છે અને હોર્મોન્સનું આ અસંતુલન ડીસ્ચાર્જનું કારણ બને છે.
2. યોગ્ય રીતે સાફ-સફાઈ ન થવા પર:મોટાભાગે મહિલાઓ પોતાના પ્રાઈવેટ પાર્ટની સાફ-સફાઈ પર કઈ ખાસ ધ્યાન આપતી નથી, જેને લીધે પણ આવું થઇ શકે છે. ભીના અન્ડરગાર્મેન્ટ્સ પહેરવા કે પછી પબ્લિક વોશરૂમ યુઝ કરવાથી પણ આવું થઇ શકે છે.
3. ખાન-પાનની ખોટી આદતોથી:તેજ મસાલેદાર અને તળેલા ખાદ્ય પદાર્થો, જંક ફૂડ નું અધિક સેવન પણ મહિલાઓમાં આ સમસ્યાનું કારણ બની શકે છે.
4. ખૂનની કમી:શરીરમાં ખૂનની કમી પણ વ્હાઈટ ડીસ્ચાર્જનું કારણ બની શકે છે.
5. પોષક તત્વોની કમી:મહિલાઓના શરીરમાં યોગ્ય માત્રામાં પોષક તત્વો મળવા જરૂરી છે, જેની કમીને લીધે પણ આવું થઇ શકે છે.
6. થાઇરોઇડ પણ હોઈ શકે તે તેનું કારણ:આજની મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા ખુબ જ સામાન્ય બની ગઈ છે, જેને લીધે પણ વ્હાઈટ ડીસ્ચાર્જ થાય છે.
7. વારંવાર ગર્ભપાત થવું:વારંવાર ગર્ભપાતની સમસ્યાથી પણ મહિલાઓમાં વ્હાઈટ ડીસ્ચાર્જ થઇ શકે છે, આવી સ્થિતિમાં મહિલાઓના પ્રાઈવેટ પાર્તમાં ફંગલ નામની સંક્રામક રોગ થવાના ચાન્સીસ વધી જાય છે જેને લીધે આવું થાય છે.
8. જાતીય ઉત્તેજના:સમાગમ દરમિયાના મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં લુંબ્રીકેંટનું નિર્માણ થાય છે. જો કે આ એક સામાન્ય છે પણ સમાગમ બાદ પણ તેનું રહેવું વ્હાઈટ ડીસ્ચાર્જનું કારણ બની શકે છે.
9. ગર્ભાવસ્થા દૌરાન:પ્રેગનેન્સી વખતે પણ વ્હાઈટ ડીસ્ચાર્જ થવું સામાન્ય છે.
10. રાખો તમારું ધ્યાન:હલકું-ફૂલકું વ્હાઈટ ડીસ્ચાર્જ જો કે સામાન્ય છે પણ તેનું વધારે થવું તે કોઈ બીમારીનું પણ સંકેત હોઈ શકે છે. માટે તેના પર લાપરવાહી ન કરવાને બદલે ડોક્ટરની સલાહ અચૂક લો.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!