તો આટલા માટે ચર્ચામાં છે આ ‘ઇન્ડીયન બુલ'(સાંઢ) જે જશે વિદેશ…

બ્રિટેનના પ્રિન્સ ‘હૈરી’ અને અમેરિકી એક્ટ્રેસ ‘મેગન મર્કેલ’ જલ્દીજ લગ્ન કરવા જઈ રહ્યા છે. દુનિયાભરમાં આ સિતારાનાં લગ્નની ચર્ચા ચાલી રહી છે. લગ્નમાં શાહી મહેમાનોથી લઈને ભવ્ય તૈયારીઓ સુધીની વાત ટ્રેન્ડીંગ પર છવાયેલી છે. પણ આ લગ્નની ચર્ચાનું એક બીજું ખાસ કારણ પણ છે, અને તે છે ભારતના તરફથી મોકલવામાં આવેલી અમુક ભેંટ. તેમાં એક ભારતીય બુલ(સાંઢ,ઇન્ડીયન બુલ) પણ શામિલ છે.હવે આવું તે શા માટે? આખરે આની પાછળનું શું કારણ છે?જાણો આગળ..1. ‘મૈરી’ નામ શા માટે?:
‘મૈરી દ ઇન્ડીયન બુલ’ નામનો આ સાંઢ મહારાષ્ટ્રની એક સેન્ચ્યુરીમાં છે. તેનું નામ ‘મૈરી’ રાખવા પાછળનું ખાસ કારણ છે. પ્રિંસ હૈરી અને તેની થનારી પત્ની મેગનનાં નામને જોડીને તેનું નામ ‘મૈરી’ રાખવામાં આવ્યું છે.

2. શા માટે પસંદ કરી આ ભેંટ:અસલમાં આ રોયલ કપલને પશુઓ સાથે ખુબ જ પ્રેમ છે, જેને લીધે ભારતે ભેંટ સ્વરૂપે આ સાંઢને પસંદ કરવામાં આવ્યો છે. આ બૈલને પશુ અધિકારીઓ માટે કામ કરનારી સંસ્થા ‘પેટા’ એ ગોદ લીધેલો છે.

3. ઠંડીમાં નહિ મોકલવામાં આવે આ બૈલ:લંડનમાં ઠંડીની મોસમ છે, જેને લીધે આ સાંઢને હાલ ત્યાં મોકલવામાં નહિ આવે. હાલ તેની સુંદર ફોટો ફ્રેમ કરાવીને લંડન મોકલવામાં આવશે.

4. ઘાયલ હાલતમાં મળ્યો હતો ‘મૈરી’:પેટા ઇન્ડિયા વાળાને મૈરી ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. તે ગરદન પર ઈજાથી પીડિત હતો, પેટા ઇન્ડીયાનું કહેવું છે કે મૈરી હવે પૂરી રીતે સ્વસ્થ છે અને રોયલ કપલની પાસે જવા માટે પણ તૈયાર છે.

5. ‘डब्बा वाला’  આપશે સાફા અને સાડી:મુંબઈ ડબ્બાવાલા એસોસિએશન નાં પ્રવક્તા સુભાષ તાલેકરે જણાવ્યું કે તેને શાહી જોડા માટે ઉપહારનાં તૌર પર પારંપારિક ચીજો લીધી છે. તેણે પ્રીન્સ માટે કુર્તા-પાયજામાં અને સાફો લીધો છે જ્યારે દુલ્હન માટે સાડી, મંગલસૂત્ર અને લીલા રંગની બંગળી ભેંટ સ્વરૂપે આપવામાં આવશે.

6. લગ્નમાં શામિલ થાશે પ્રિયંકા ચોપડા:પ્રિન્સ હૈરી ની થનારી દુલ્હન એક્ટ્રેસ મેગન અને પ્રિયંકા એકબીજાના ખુબ સારા મિત્રો છે. જેને લીધે પ્રિયંકાને પણ આ શાહી લગ્નમાં ઇન્વાઇટ કરવામાં આવી છે. પૂરી ઉમ્મીદ છે કે તે આ લગ્નમાં જરૂર શામિલ થાશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!