તો આ 8 કારણોને લીધે પોતાના પાર્ટનર્સને દગો આપતા હોય છે લોકો..

આજકાલ એક્સ્ટ્રા મૈરિટલ અફેયર એક સામાન્ય વાત બની ચુકી છે, લવ મૈરેજ હોય કે પછી એરેન્જ લગ્નના અમુક વર્ષો બાદ જ કપલ એક-બીજાથી બોર થવા લાગતા હોય છે અને ઘરની બહાર પ્રેમની શોધ કરવા લાગતા હોય છે. જો કે તેના સિવાય પણ એક્સ્ટ્રા મૈરીટલ અફેયરના ઘણા કારણો હોઈ શકે છે.

  1. જલ્દી લગ્ન:  /li>

 < જે લોકો માત્ર 20 ની ઉમરમાં જ લગ્ન કરી લે છે, 30નું વર્ષ આવતા-આવતા તેઓમાં ઘણા બદલાવ આવે છે. આ બદલાવ તેઓના વિચાર અને પ્રોફેશનલ લાઈફ દરેકમાં આવે છે. તેને લીધે કપલ્સની વચ્ચે દુરીઓ આવવા લાગે છે. જ્યારે લગ્ન થયા હતા ત્યારે એટલી મૈચ્યુંરીટી ન હતી, પણ જો બંને માંથી કોઈ એક ને પણ પાર્ટનરમાં કઈક ખામી દેખાવા લાગે તો બહાર પોતાના માટે બીજો પરફેક્ટ પાર્ટનર શોધવા લાગતા હોય છે. 2. અસંતુષ્ટ જાતીય સંબંધ:જે કપલ્સનો જાતીય સંબંધ સારો નથી તેઓ પોતાની જરૂરીયાતોની પુર્તી માટે બહાર નવા રીશ્તાઓ બનાવા લાગે છે અને ધીરે-ધીરે તેના લગ્ન તૂટવા પર વાત આવી પહોંચે છે

3. ભાવનાત્મક જુડાવનો અભાવ:   સમયની સાથે-સાથે જો પતિ-પત્નીમાં ભાવનાત્મક જુડાવ મજબુત ન હોય તો તેઓની વચ્ચે દુરીઓ બનવા લાગે છે. એવામાં બહારનો કે કોઈ ત્રીજો વ્યક્તિ તેને ભાવનાત્મક રૂપથી સપોર્ટ કરે છે તો તેનાથી આકર્ષિત થઈને તેના નજદીક આવવા લાગે છે.

4. બુનિયાદી મુલ્ય:કપલ્સના બુનિયાદી મુલ્ય પણ અલગ-અલગ હોય છે. જે વસ્તુ પત્ની ને યોગ્ય લાગતી હોય તે પતિને ખોટી લાગતી હોય છે. એવામાં આ મુદ્દા પર મોટાભાગે બંને વચ્ચે મતભેદ થતો હોય છે અને આ બાબત તેઓને એક નવો રિશ્તો તલાશવા માટે મજબુર કરી દે છે.

5. મજા માટે: અમુક લોકો પોતાના રૂટીન લાઈફમાં રોમાંચ ભરવા માટે અને મોજ-મસ્તી કરવા માટે એક્સ્ટ્રા મૈરીટલ અફેયર કરતા હોય છે.

6. જબરદસ્તીથી કરવામાં આવેલા લગ્ન:જો કોઈએ પરિવારના દબાવમાં આવીને લગ્ન કર્યા હોય અને તેને તેના પતિ કે પત્ની પસંદ નથી તો એવામાં લોકો અમુક જ વર્ષો બાદ એક નવા રિશ્તાની શોધ કરવા લાગે છે અને પાર્ટનરને દગો આપતા હોય છે.

7. બાળકનો જન્મ:જો કે બાળકના જન્મ થવાથી કપલનાં જીવનમાં ખુશીઓ તો આવે જ છે, પણ તેનાથી તેઓનો જાતીય સંબંધમાં ખરાબ અસર પડે છે, મોટાભાગે બાળકના જન્મ થયા બાદ પતિ બહાર પ્રેમની શોધમાં નીકળી પડે છે અને પોતાની પત્નીને દગો આપે છે.

8. અહંકાર:ઘણીવાર કપલની વચ્ચે અહંકાર અને અસુરક્ષાની ભાવના પણ એક્સ્ટ્રા મૈરીટલ અફેયરનું કારણ બને છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!