તો આ કારણથી “તારક મહેતા” માં એન્ટ્રી કરાવામાં આવશે પીંકુના મમ્મી-પાપાની….જાણો શું છે કારણ ન દેખાડવાનું?

0

દોસ્તો, આજ કાલ સૌની ફેવરીટ સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ખુબ ધૂમ મચાવી રહી છે અને કદાચ દરેક કોમેડી શો માનો આ સૌથી ટોપ શો રહ્યો છે. આ શો ના દરેક પાત્રોની વાત કરીએ તો બધા રમુજી અને દિલચસ્પ છે. જેઠાલાલ થી માંડીને અબ્દુલની સોડા શોપ હોય, કે પછી ભીડેની ક્લાસ હોય કે બાઘા-બાવરીની લવ સ્ટોરી હોય. દરેક એપિસોડમાં કઈક ને કઈક નવીનતા તો હોય જ છે. સૌથી ખાશ વાત એ છે કે આ શો માંથી કોમેડીની સાથે સાથે એક જાગરૂકતાની પ્રેરણા પણ મળે છે. માટે બાળકોથી માંડીને વડીલો પણ આ શો જોવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે આ શો માં ઘણી એવી બાબત છે કે જે એક મિસ્ટ્રી જ રહી છે અને તેનો આજ સુધી ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. જેમ કે દયા ભાભીની માતા, પીન્કુના માં-બાપ, બાઘા-નટુકાકાનો પગાર ક્યારે વધશે, મહેતા સાહેબ અને અય્યર ક્યારે બાપ બનશે, પોપટલાલનાં લગ્ન ક્યારે થશે વગેરે જેવી બાબતો કોઈ જાણતું નથી. સાથે જ દર્શકોએ પણ ઘણીવાર આ બાબત પર પ્રશ્ન કર્યા છે કે આ બધી મિસ્ટ્રી ક્યારે સોલ્વ થશે.

સાથે જ ટપુસેનાનાં મેમ્બર્સની વાત કરીએ તો તેમાં પીંકુનો પહેલાથી જ કાઈ ખાસ રોલ રહ્યો નથી. સાથે જ તેનું ઘર કઈ વિંગ પર છે અને તેના માં-બાપ કોણ છે એ વાતનો પણ ખુલાસો આ સીરીયલમાં થયો નથી. રીપોર્ટ અનુસાર જાણવામાં આવ્યું છે કે એક ખાસ કારણને લીધે પીંકુનાં માં-બાપ આજ સુધી બતાલવામાં આવ્યા ન હતા.

જ્યારે આ શોની શરૂઆત થઇ હતી ત્યારે સોની સબ પણ એક નવી ચેનલ હતી. સાથે જ તે સમયે ખુદ અસિત મોદીને પણ ખબર ન હતી કે આ શો આટલો લાંબો અને સકસેસ સાબિત થાશે. એમ પણ તે સમયે ઘણા કીરદારો ઓલરેડી બુક થઈ ગયા હતા અને ત્યારે અસિત મોદીનું એટલું બજેટ પણ ન હતું કે તે આ શો માં અન્ય બે વ્યક્તિઓને કામ આપે. માટે પીંકુના માં-બાપ આજ સુધી ગુપ્ત જ રાખેલા હતા.

પણ હાલમાં એક ઈન્ટરવ્યું દરમિયાન ખુદ અસિત મોદીએ એ વાતનો ખુલાસો કર્યો કે જલ્દીજ આ શો માં પીંકુ નાં માં-બાપ બતાળવામાં આવશે. કેમ કે રીપોર્ટ અનુસાર આ શો માં અમુક કોન્સેપ્ટ વારંવાર રીપીટ થવાને લીધે દર્શકો પણ બોર થવા લાગ્યા છે, અને એમ પણ લાંબા સમયથી આ શો માં કાઈ પણ ટ્વીસ્ટ આવ્યું નથી. અને સૌની પ્યારી દયાભાભી પણ લીવ પર છે. સાથે જ દર્શકોની આવી કોમેન્ટ્સને લઈને અસિત મોદીએ આ શો માં નવીનતા લાવવાનો નિર્ણય કર્યો છે.

હાલ તો અસિત મોદીનું પણ બજેટ હોવાને લીધે તે અન્ય પાત્રોને પણ આ શોમાં લાવી શકે છે. તે પછી પીંકુ નાં માં-બાપ હોય કે પછી પોપટલાલની પત્ની પણ હોઈ શકે.

અસિત મોદી જલ્દી જ આ શો માં નવા કરીદારોની એન્ટ્રી કરાવીને શો ને એક નવો જ મોડ આપવાના છે. જોઈએ કે પોપટ લાલ ઘોડા પર બેસે છે કે પછી પીંકુ નાં માં-બાપ ની એન્ટ્રી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!