તો આ કારણને લીધે ક્યારેય પણ ખરાબ નથી થાતું પવિત્ર ગંગા નદીનું જલ, જાણો શું છે કારણ…

0

હિંદુ ધર્મમાં ગંગાજલને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે જ ગંગાજલ પવિત્રતાનું પ્રતિક છે. ઘરોમાં પુણ્ય પ્રાપ્તિથી લઈને દરેક શુભ કામોમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. તમે તમારા ઘરોમાં ગંગાજલ હંમેશાથી રાખેલુ જોવા મળ્યું હશે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આલા બધા વર્ષો સુધી પણ સંગ્રહિત છે છતાં પણ તે ખરાબ કેમ થતું નથી? સાથેજ તમે ક્યારેય વિચાર્યું છે ગંગા નદીમાં અસ્થી વિસર્જન કર્યા બાદ પણ તેને આટલી પવિત્ર નદી કેમ માનવામાં આવે છે?

 

અહી અમે તમને ગંગાજલ સાથે જોડાયેલ વૈજ્ઞાનીક તથ્યો વિશે કહેવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે સનાતન ધર્મ પણ પૂરી રીતે વૈજ્ઞાનીક તથ્યો પર આધારિત છે. અમુક સમય પહેલા જ ગંગાની પવિત્રતાને લઈને એક રીસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં જાણવામાં આવ્યું હતું કે ગંગાનું પાણી ક્યારેય પણ ખરાબ ન હોવાનું કારણ વાઈરસ માનવામાં આવ્યું છે. શોધકર્તાઓએ બતાવ્યું છે કે ગંગાના પાણીમાં એક વાઈરસ માલુમ પડ્યો છે જેને લીધે તે ક્યારેય પણ ખરાબ થતું નથી અને સાથે જ તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. સ્ટોર કર્યા બાદ પણ આ પાણીના રંગમાં પણ કાઈ બદલાવ નથી આવતો, સાથે જ તેમાં કોઈપણ પ્રકારની દુર્ગંધ પણ નથી આવતી.

જો કે વૈજ્ઞાનીકોની આ શોધ આજથી શરુ નથી થઇ પણ આ શોધની શરૂઆત સન 1890 માં એક બ્રિટીશ વૈજ્ઞાનીક અર્નેસ્ટ હૈકીન દ્વારા કરવામાં આવી હતી. આ શોધ તે સમયે કરવામાં અવી હતી જયારે ભારતમાં કોલેરા ફેલાયેલો હતો અને આ કારણને લીધે લોકોની મૌત થઇ રહી હતી. લોકો મૃત લોકોના શરીરને ગંગા નદીમાં વહેડાવવા લાગ્યા હતા. આ બધું જયારે અર્નેસ્ટ હૈકીને જોયું તો તેમણે વિચાર્યું કે કદાચ ગંગા નદીમાં નાહવાથી લોકોને કોલેરા ન થઇ જાય અને તેના લીધે જ તેમણે ગંગા નદી પર રીસર્ચ કરવાનું શરુ કરી દીધું.

પણ જયારે આ રિસર્ચનું પરિણામ સામે આવ્યું તો અર્નેસ્ટ હૈકીન તેને જોઇને હેરાન જ રહી ગયો. તેમણે રીઝલ્ટમાં જોયું કે ગંગાજલ કોઈ સામાન્ય જલ નથી. તેમને લાગ્યું કે આ પાણી જાદુઈ છે જેને લીધે તેમણે આ રીસર્ચને આગળ વધારવાનું નક્કી કર્યું. તેમને જાણવા મળ્યું હતું કે ગંગાજલમાં મળી આવતો વાઈરસ હાનીકારક બેક્ટેરિયાને ખત્મ કરી નાખે છે જેને લીધે ગંગાનું પાણી પોતાની નિર્મલતા, શુદ્ધતા અને પવિત્રતાને બનાવી રાખે છે.

ગંગામાં મળી આવતા આ વાઈરસનું નામ નવા વૈજ્ઞાનીકોએ ‘નિંજા વાઈરસ’ રાખ્યું છે. જણાવી દઈએ કે આ વાઈરસથી કેંસર જેવી બીમારીઓના ઈલાજ કરવામાં પણ મદદ કરે છે. હાલ હજી પણ વૈજ્ઞાનીકો આ બાબત પર રીસર્ચ કરી રહ્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!