તો આ કારણેને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પત્નીને છોડી હતી, કારણ જાણીને તમને પણ ગર્વ થશે……

0

દોસ્તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ચર્ચા માં રહે છે અને તેની ચર્ચા ભારતની સાથે-સાથે દુનિયાભરમાં થાય છે, જેવું કે તમે લોકો જાણો છો કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પહેલા ત્રણ વાર ગુજરાતના સીએમ બની ચુક્યા છે, મોદી જી એ જ્યારથી કેન્દ્રની રાજનીતિ માં કદમ રાખ્યો અને વર્ષ 2014 માં પ્રધાનમંત્રી નું પદ સાંભળ્યું ત્યારથી તેની લોકપ્રિયતાનો ગ્રાફ વધી ગયો છે. હર કોઈ તેના વિશે જાણવા માગે છે, અને મીડિયામાં તેના જીવનનો સૌથી મોટો સવાલ મોટાભાગે ઉઠતો રહે છે કે આખરે તેણે પોતાના પત્ની જશોદાબેનને શા માટે છોડયા?તો જાણો આખરે શું છે કારણ:

નરેન્દ્ર મોદી જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેના લગ્ન ગુજરાતના ઊંઝા નજીક બ્ર્મ્હવાડા ગામ માં 15 વર્ષની જશોદાબેન સાથે થયા હતા. મોદી જી ની જાન ખુબ જ દમધુમ થી નીકળી હતી અને બ્ર્મ્હવાડા ગામ પુરા બે દિવસ રોકાઈ હતી. તેના લગ્ન ગુજરાતના પુરા રીત-રિવાજ સાથે થયા હતા, તેના પછી મોદી પોતાની દુલહનને ઘરે લઇ આવ્યા.

લગ્ન પછી ન લાગ્યું ઘરમાં મન:કહેવામાં આવતું હતું કે મોદી જી પહેલાથી જ સંસ્યાસિ અને ત્યાગી સ્વભાવના હતા. તેનું મન પોતાના ઘર પરિવારમાં લાગતું ન હતું. તેને દેશના મુદ્દા, રાજનીતિ વેગેરેમાં ખુબ જ રુચિ રહેતી હતી. ક્યારેય પરિવાર ચલાવાનું કે પરિવવારને આગળ વધારવા વિશે તેણે ક્યારેય વિચાર્યું જ ન હતું. તેના લગ્ન વિશે પણ એ કહેવામાં આવતું હતું કે મોદી જી ક્યારેય લગ્ન કરવા માગતા ન હતા પણ પરિવારના દબાવ ને લીધે તેણે લગ્ન કરી લીધા.

આ છે પોતાની પત્નીને છોડવાનું કારણ:

નરેન્દ્ર મોદી એક યુવકના રૂપમાં પોતાની રાહ શોધતા શોધાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે અથડાઈ ગયા. તેને લાગ્યું કે જાણે તેને મંજિલ મળી ગઈ. સંઘનું અનુશાસન, દેશ પ્રેમની ભાવના, સેવા-ભાવ અને વસુધૈવ કુટુંમ્બક્મનો સંદેશ મોદી ને પસંદ આવી ગયો. તેમણે સંઘના કાર્યકર્તા બનવાનો સ્વીકાર કરી લીધો અને પોતાનું આગળનું જીવન ગૃહસ્થ નહીં પણ સંસ્યાસિ અને દેશ સેવક ના રૂપમાં ચલાવાનું લક્ષ્ય બનાવી લીધું.લગ્નના ત્રણ વર્ષ પછી પત્નીને છોડીને સંઘની પાસે ચાલ્યા ગયા:

નરેન્દ્ર મોદી જી ની તે સમયે ઉંમર 20 વર્ષની થવાની હતી જયારે તેમણે પોતાના ગૃહસ્થ જીવનને ત્યાગી ને દેશ સેવા માટે સમર્પિત થવા માટે સંઘ નો માર્ગ અપનાવ્યો. તેમણે 3 વર્ષ પછી પોતાની પત્નીને છોડી દીધા અને સંઘ ની સાથે થઇ ગયા. અહીં કામ કરતા અને દેશ સેવા કરતા ધીરે-ધીરે તેનો પ્રવેશ ભારતીય જનતા પાર્ટીમાં થઇ ગયો. જો કે મોદી જી એ ક્યારેય જશોદાબેનને તલાક આપ્યો ન હતો.
પત્નીએ સ્કૂલમાં ભણાવીને વિતાવ્યું પોતાનું જીવન:

મોદી જી ના પોતાની પત્નીને છોડીને ચાલ્યા જવા પર પહેલા તો જશોદાબેન થોડા દુઃખી થયા હતા પણ પછી પોતાના પતિના લક્ષ્યની આગળ સંતુષ્ટ થઇ ગયા. તેમણે એક સ્કૂલમાં ટીચરની નોકરી શરૂ કરી દીધી અને પોતાના નાના ભાઈ અશોક સાથે ઊંઝા ગામમાં જિંદગી વિતાવવા લાગ્યા. તેને પોતાના પતિ મોદી પ્રત્યે કોઈ જ ફરિયાદ કે અણગમો ન હતો.ટીવી પર તરક્કી જોઈને થતા રહયા ખુશ:

જશોદાબેનના નાના ભાઈ અશોક જણાવે છે કે જો કે જશોદાબેને ક્યારેય પોતાનું દુઃખ વર્ણવ્યું ન હતું પણ જ્યારે મોદી જી એ તરક્કી કરી અને તે એક મોટા નેતા બન્યા તો જશોદાબેન તેને ટીવી પર જોઈને ખુશ થતા રહેતા હતા. મોદી જી એ પણ ઘણા વર્ષો પછી એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પોતાના લગ્ન થઇ ચુક્યા છે અને તેની પત્નીનું નામ જશોદાબેન છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here