“તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” સીરીયલ મા કદમ મુકતા પહેલા કીરદારો કરતા હતા આવા કામ..ચોંકી જશો જાણીને – વાંચો આર્ટીકલ

ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી માં સ્ટ્રગલ વિશે તો અપણે બધા એ સાંભળ્યું જ છે. અમિતાબ બચ્ચન થી લઇ ને શાહરૂખ ખાન સુધી ના કીરદારો ને પણ ફેમસ થયા પહેલા પણ સ્ટ્રગલ તો કરવુજ પડયું હતું. આપળે કોઈ એક્ટર ને ત્યારેજ નોટીસ કરીએ છીયે જ્યારે તેમણે કોઈ હીટ કે યાદગાર રોલ કર્યો હોય. મોટા ભાગે એક શો કે ફિલ્મ એક એક્ટર ઝીંદગી બદલી નાખે છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” પણ એક આ પ્રકારનો જ શો છે. આ શો માં દયા ભાભી થી લઇ ને બાઘા સુધી ના કીરદારો સેલીબ્રીટી બની ગયા છે. બાળકો થી લઈ ને વડીલો સુધી ના પણ તેમના ફેંસ છે. પણ શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આ સીરીયલ ના બધા જ કલાકાર આ શો મા આવ્યા પહેલા શું કામ કરતા હતા? આ બધા કીરદારો આ ફેમસ શો સુધી કેવી રીતે પહોચ્યા?

એક વાત તો સાચી જ છે કે આ બધા કીરદારો ને આ શો માં આવ્યા પહેલા ખુબજ ઓછા ભાગે નોટીસ કર્યા હશે. આ શો પહેલા શું કરતા હતા આ કલાકારો?

આવો તો જાણીએ..

કૃષ્ણન શુંબ્રમ્હન્ય્મ અય્યર (તનુજ મહાશબ્દે):

તનુજ મહાશ્બ્દ એ મરીન કોમ્યુનીકેશન મા ડિપ્લોમા કર્યું છે. તે મોટા ભાગે ભોપાલ મા નુક્કડ નાટક કર્યા કરતા હતા. તનુજ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે તે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો માટે એક લેખક તરીકે નું કામ કરતા હતા. દિલીપ જોશી એ તેને આ શો માં મુનમુન દતા ના પતિ માટે નો સુજાવ આપ્યો હતો.

માધવી ભીડે (સોનાલીકા જોશી):

સોનાલીકા જોશી એ પણ એક્ટિંગ ની શરૂઆત થીએટર થી કરી હતી. તેના પછી સોનાલીકા એ મરાઠી ટીવી સીરીયલ અને ટીવી કમર્શીયલ્સ ના તરફ આગમન કર્યું.

આત્મારામ તુકારામ ભીડે (મંદાર ચાંદવડકર):’

મંદાર ચાંદવડકર એ ઘણા વર્ષો સુધી દુબઈ મા મેકેનીકલ એન્જીનીયર નું કામ કર્યું હતું. 1998 ની સાલ મા મંદાર ચાંદવડકર એ એક થીએટર ગ્રુપ ‘પ્રતિબિબ’ પણ શરુ કર્યું હતું. તેના પછી તેમણે ઘણી એવી મરાઠી કોમેડી પ્લે અને સીરીયલ માં કામ કર્યું હતું.

તારક મહેતા (શૈલેશ લોઢા):

લેખક-અભિનેતા શૈલેશ લોઢા એ ખુબ નાની ઉમર થી જ લખવાનું શરુ કર્યું હતું. માર્કેટિંગ મા પોસ્ટ ગ્રેજયુએશન કરેલા શૈલેશ લોઢા એ લેખન માટે પોતાની જોબ પણ છોડી દીધી હતી. શૈલેશ લોઢા ઘણા કોમેડી શો કરી ચુક્યા હતા. તે નાના પડદા પર બધાથી પહેલાં ‘કોમેડી સર્કસ’ ના પ્રતિભાગી ના રૂપ મા નજર માં આવ્યા હતા.

પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક):

શ્યામ પાઠક એ સી.એ. ની પરીક્ષા આપ્યા પછી નેશનલ સ્કુલ ઓફ ડ્રામા જોઈન કર્યું હતું. પાઠક પહેલા 1997 ની ‘ઘૂંઘટ’ ફિલ્મ માં નજર માં આવ્યા હતા. આ શો પહેલા તે એક ‘જસુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમીલી’ શો માં નજર આવ્યા હતા.

બબીતા જી (મુનમુન દત્તા):

બંગાળી બાળા મુનમુન દત્તા એ પુણે મા રહી ને પોતાનો કોલેજ અભ્યાસ પૂરો કર્યો હતો. મુનમુન એ પુને મા રહેવાની સાથે ઘણા ફેશન શો મા ભાગ લીધો હતો. મુનમુન એ 2004 માં જી ટીવી ની ‘હમ સબ બારાતી’ શો થી એક્ટિંગ ડેબ્યું કર્યો હતો. મુનમુન એ ‘મુંબઈ એક્સપ્રેસ’ અને ‘હોલીડે’ ફિલ્મ માં પણ કામ કર્યું હતું.

ચંપક લાલ ગડા (અમિત ભટ્ટ):

અમિત ભટ્ટ એ ઘણી ગુજરાતી થીએટર માં કામ કરેલુ છે. તે પહેલા ‘યસ બોસ’ શો માં એક ભૂમિકા રૂપે નજર આવ્યા હતા. તેના પછી તેમણે ‘ખીચડી’, ‘ચુપકે ચુપકે’, અને ‘એફ.આય.આર.’ જેવા શો માં કામ કર્યું છે.

અંજલી મહેતા (નેહા મહેતા):

નેહા મહેતા એ પોતાના ઘણા વર્ષો ગુજરાતી થીએટર ને આપ્યા હતા. નેહા ને 2001 મા જઈ ટીવી ની ‘ડોલર બહુ’ શો ની સાથે કદમ મુક્યો હતો. 2002 મા આવેલી ‘ભાભી’ સીરીયલ એ નેહા ને ટીવી ઇન્ડસ્ટ્રી નું જાણીતું નામ બનાવી દીધું.

જેઠાલાલ ગડા (દિલીપ જોશી):

દિલીપ જોશી એ પણ ગુજરાતી થીએટર થી એક્ટિંગ ની શરૂઆત કરી હતી. દિલીપ જોશી એ 1989 મા ‘ મેને પ્યાર કિયા’ મા નોકર નુ પાત્ર ભજવીને ઇન્ડસ્ટ્રી માં આગમન કર્યું હતું. તેના પછી તેમણે ‘ક્યા બાત હે’, ‘શુભ મંગલ સાવધાન’, ‘યે દુનિયા રંગીન હે’ જેવા શો અને અને ઘણી ખરી ફિલ્મો ના પણ એક કિરદાર રહી ચુક્યા છે.

દયા ભાભી (દિશા વકાની):

ડ્રામેટિક આર્ટસ મા ગ્રેજ્યુએટ દિશા વકાની એ ગુજરાતી થીએટર થી એક્ટિંગ ની શરૂઆત કરી હતી. કેરિયર ની શરૂઆત માં દિશા એ ‘કમસીન-ધ અનટડ (1997)’  જેવી બી ગ્રેડ ફિલ્મ માં પણ કામ કર્યું હતું. દિશા, ‘દેવદાસ’ અને ‘જોધા-અકબર’ જેવી ફિલ્મો ની પણ કિરદાર બની ચુકેલી છે.

Written By GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!