“તારક મહેતા” સિરિયલમાં ડો.હાથી (કવિ કુમાર આઝાદ) ના મૃત્યુ પાછળ હતું આ કારણ – જાણો પ્રોડ્યુસર સાથે છેલ્લે શું વાત થયેલી?

0

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં કવિ કુમાર આઝાદ (ડો. હાથી) ના કિરદારમાં હતા અને હંમેશા ખાવાના શોખીન હતા, શો માં એ ઓવરવેઇટ હતા, બધા જ લોકો એમને ખુબ પ્રેમ કરતા. ભારતની સૌથી વધુ લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હાથનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદ નું સોમવારે હૃદયરોગ ના હુમલા ને લીધે મૃત્યુ થયું હતું. સવારે એમને હૃદયમાં દર્દ ની ફરિયાદ કર્યા બાદ વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ડો. હાથી મીરા રોડ પર તેમના ભાઈ અને માતા-પિતા સાથે રહે છે. જયારે તબિયત ખરાબ થઇ ત્યારે તેમના માતા-પિતા ઘર પર હાજર ન હતા. એ તારક મહેતા શૉ થી છેલ્લા 8 વર્ષ થી જોડાયેલા હતા અને બધા ના દિલમાં રાજ કરતા હતા.

સૂત્રો અનુસાર કવિ કુમાર આઝાદ એ પ્રોડ્યુસરને આજે વહેલી સવારે ફોન કર્યો હતો અને કહ્યું કે એમની તબિયત ઠીક નથી જેના લીધે એ આજે શો પર નહિ આવી શકે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ડો.હાથી ની તબિયત ખરાબ હોવા છતાં પણ રોજ શો પર આવતા હતા. એમને સિરિયલ સાથે ખુબ જ પ્રેમ હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને 10 વર્ષ પુરા થયા ની ખુશીમાં એક મિટિંગ પણ હતી પણ એની પહેલા જ આ દુઃખદ સમાચાર આવી ગયા

કવિ કુમાર આઝાદ એ બોલીવુડની ફિલ્મમાં પણ નઝર આવેલા હતા, 2002 માં મેલા ફિલ્મ આવી હતી એમાં રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં એ આમિર ખાન પણ હતા. એમને એક્ટિંગ સાથે સાથે કવિતા લખવાનો પણ શોખ હતો.

ઈશ્વર એમના દિવ્ય આત્મા ને મોક્ષ અર્પણ કરે એજ પ્રાર્થના…

Author: GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!