દુઃખદ સમાચાર: “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” માં આ ફેમસ અભિનેતાનું થયું અવસાન

છેલ્લા 7 વર્ષી સતત ફેમસ ટીવી સીરીયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ખુબ જ લોકપ્રિય રહી  છે અને લોકો ને ખુબ જ પસંદ આવી છે. ખાસ કરીને ગુજરાતી પરિવાર ને.

પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ નિભાવનાર અભિનેતા કવિ કુમાર આઝાદ નું આકસ્મિક રીતે અવસાન થયું છે, જાણવામાં આવે છે કે એને હૃદય રોગનો હુમલો આવ્યો પછી એ દુનિયામાં ન રહ્યા

ટેલિવિઝન દુનિયાની સૌથી દુઃખદ સમાચાર છે, સૂત્રો અનુસાર છેલ્લા થોડાક દિવસથી એમની તબિયત બરાબર ન હતી. ગઈકાલે રાત્રે એ કોમામાં શિફ્ટ થઇ ગયા હતા. જાણકારી મળી અનુસાર કવિ કુમાર આઝાદ મીરા રોડ વૉકહાર્ડ હોસ્પિટલમાં એડમિટ હતા. મીડિયા રોપોર્ટ અનુસાર થોડાક કલાકો પહેલા એમને દમ તોડી દીધો. આ દુઃખદ અને આશ્ચર્યજનક કરી દેનાર ન્યુઝ પછી શૂટિંગ સ્ટોપ કરી દીધું છે. કવિ કુમાર તારક મહેતા શો માં ખુબ જ કોમેડી રોલ નિભાવતા. એમને આમિર ખાનની ફિલ્મ મેલા અને ફન્ટુશ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે

થોડાક દિવસ પહેલા કવિ કુમાર એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વીટ કરી હતી કે, ‘किसी ने कहा है कल हो न हो, मैं कहता हूं पल हो न हो। हर लम्हा जियो।’

આ અભીનેતાનું મૃત્યુ પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે, સૂત્રો મુજબ આ અભિનેતા 2010 માં પોતાનો 80 કિલો વજન સર્જરી કરીને ઘટાડીને ખુબ જ ચર્ચામાં રહયા હતા. આ સર્જરી પછી એમની લાઈફ ઘણી વસ્તુઓ માટે સરળ થઇ ગઈ હતી. એટલું જ નહિ, એમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને ખુબ જ પસંદ છે કે લોકોએ મને આ રોલ માટે સિલેક્ટ કર્યો.

સીરિયલમાં રવિ કુમાર આઝાદના કેરેક્ટર ડોક્ટર હાથીને લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો. આ સીરિયલમાં એમની આગવી ઓળખ હતી. શો અને ઇન્ડસ્ટ્રી બંને ને રવિ કુમારે અચાનક જ અલવિદા કર્યું ખુબ જ દુઃખદાયક છે

ભગવાન આ દિવ્યઆત્મા ને શાંતિ આપે એજ પ્રાથના…. ઓમ શાંતિ.

Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!