‘તારક મેહતા…’ ના શો માટે હર રોજ આટલી ફી લેતા હતા ડૉ.હંસરાજ હાથી, મહિનાના કમાતા હતા લાખો રૂપિયા….

સબ ટીવી ના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશમા’ માં ડૉ. હાથી ના કિરદાર નિભાવનારા અભિનેતા કવિ કુમાર આજાદ નું ગત અઠવાડિયે નિધન થઇ જવાથી ટીવી અને બીલીવુડ જગતના લોકો ને ખુબ ઊંડો આઘાત લાગ્યો છે. તેના નિધન ની ખબર પર હાજી સુધી લોકો ને વિશ્વાસ નથી આવી રહ્યો. સાથે જ હવે શો માટે એક નવા ડૉ.હાથી ની શોધ ચાલી રહી છે.બિહાર ના આરો ના રહેનારા કવિ કુમાર આજાદ ઘરેથી ભાગી ને મુંબઈ એક્ટર બનવા માટે આવ્યા હતા. શરૂઆતમાં તે ફિલ્મ મેલા, જોધા અકબર,માં નાનો મોટો રોલ કરી રહેલા નજરમાં આવ્યા હતા પણ તેને પછી આ શો મળ્યા બાદ જાણે તેની કિસ્મત ચમકાઈ ગઈ. રીલ લાઈફ ની જેમ રિયલ લાઈફમાં પણ હાથી ભાઈ ખુબ જ હસમુખ સ્વભાવના હતા અને કોઈ ને પણ પોતાના બનાવી લેતા હતા.

તે સુપર સ્ટાર આમિર ખાન અને સાલમના ખાન સાથે પણ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આજે અમે તમને જણાવીશું કે જે ડૉ.હાથી ના નામ થી લોકપ્રિયતા મેળવનારા કવિ કુમાર આજાદ આ શો માટે કેટલી ફી લેતા હતા.

રિપોર્ટ અનુસાર કવિ કુમાર આજાદ આ શો મારે રોજના 25,000 રૂપિયા ફી લેતા હતા. આ હિસાબે તેના એક મહિનાનો પગાર 7 લાખ રૂપિયા કરતા પણ વધુ હતો.

શો ના નિર્માતા અસિત કુમાર કહે છે કે ડૉ.હાથી મર્યા નથી પણ અમર થઇ ગયા છે, અને કદાચ આ શો માં તેની જગ્યા કોઈ અન્ય નહીં લઇ શકે. કવિ કુમાર ના આવી રીતે અચાનક ચાલ્યા જવાથી તેઓ ખુબ જ દુઃખી છે. શો માં તેની જગ્યા કોઈ અન્ય ન શકે પણ બસ કિરદાર કોઈ અન્ય નિભાવશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!