‘તારક મેહતા…’ નો એક એપિસોડ જોઈને બદલી નાખ્યો આત્મહત્યા કરવાનો વિચાર, શો ના આ ખાસ એક્ટરે કર્યો ખુલાસો….

0

ફેમસ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ એ હાલમાં જ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. જો કે આ જશ્નને કઈ ખાસ રીતે મનાવામાં આવ્યો ન હતો, તેનું કારણ હતું સીરિયલના ફેમસ કિરદાર ડૉ. હાથીનું અચાનક નિધન થઇ જવું. આ દરમિયાન શો ના એક ખાસ કિરદાર નટ્ટુ કાકાએ એક એવા રાઝનો ખુલાસો કર્યો કે તેને જાણીને તેમ હેરાન જ રહી જાશો.ડૉ. હાથીના નિધનની ખબરે સિરિયલની પુરી સ્ટારકાસ્ટને હલાવીને મૂકી દીધા હતા. જો કે ડૉ.હાથીના નિધન પછીથી શો ની ટીઆરપી માં જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો. જણાવી દઈએ કે આ શો એ હાલમાં જ 28 જુલાઈ ના રોજ પોતાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે.
શો માં ના નટ્ટુ કાકાનો કિરદાર નિભાવનારા ઘનશ્યામ નાયકે એક ઈન્ટવ્યુમાં આ રાઝ નો ખુલાસો કર્યો હતો. ઘનશ્યામ નાયકે કહ્યું કે, ”આ શો એ ડિપ્રેશન થી પરેશાન એક દર્શકનો જીવ બચાવ્યો છે. હું તેવા જ એક વ્યક્તિને જાણું છું જે ડિપ્રેશનને લીધે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો”.   સાથે જ તેમણે કહ્યું કે, ‘તારક મેહતા…’ ના એક એપિસોડે તેને આવું કરવાથી રોક્યા અને જીવવાની એક નવી રાહ દેખાડી. સાથે જ આ વ્યક્તિ એ આ શો ને ધન્યવાદ પણ પાઠવ્યા હતા”. જણાવી દઈએ કે આ શો ની શરૂઆત વર્ષ 2008 માં થઇ હતી. આ શો રોજ 8.30 વાગે સબ ટીવી પ્રસારિત થાય છે અને લગાતાર ટોપ 10 માં બની રહ્યો છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here