‘તારક મહેતા…’ના ફેન્સ માટે ખુશખબરી, પરત ફરશે આ દિગ્ગજ કલાકાર….

0

આજના સમયમાં ટીવી નો કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ લોકોનો સૌથી ફેવરિટ રહ્યો છે. સાંજ ના 8.30 વાગતા જ દરેક ના ઘરોમાં આ શો નો ડંકો જરૂર વાગતો હશે. આ શો કોમેડી ની સાથે સાથે પારિવારિક પણ છે જેને લીધે બાળકો થી માંડીને દરેક લોકો તેને જોવાનું પસંદ કરે છે. હાલમાં જ ‘ડરામણી દુલ્હન’ નો ટોપિક પૂરો થયો છે અને હવે શો મા કઈક નવો જ ટ્વીસ્ટ આવવા જઈ રહ્યો છે, આ બધા વચ્ચે એ પણ ખબર આવી રહી છે કે આ શો ના એક ખાસ કિરદાર દયાભાભી એટલે કે દિશા વકાણી જે ટૂંક સમય માં જ આ શો માં કમબેક કરવાની તૈયારી માં છે.

પ્રેગ્નેન્સી ને લીધે દિશા લાંબી લિવ પર હતી અને તેણે 30 નવેમ્બર ના રોજ એક દીકરી ને જન્મ આપ્યો છે. પોતાની દીકરી ને સમય આપવા માટે અને તેની સંભાળ માટે દિશા અમુક સમય માટે આ શો થી દૂર રહી હતી. છેલ્લી વાર દિશા ગયા વર્ષ સપ્ટેમ્બર મહિનામાં નજરમાં આવી હતી. હવે તો ફેન્સ પણ તેના કમબેક ની રાહ જોઈ રહ્યા છે.

પણ હવે દર્શકો ની વાટ ખતમ થવા જઈ રહ્યો છે, રિપોર્ટ અનુસાર દિશા હવે આવનારા બે જ મહિનામાં આ શો માં નજરમાં આવવાની છે. શો ની ટિમ પણ દિશા ના પરત આવવા માટે લગાતાર સંપર્ક કરી રહી છે.

જો કે દીકરીને જન્મ આપ્યા પછી એ પણ ખબરો આવી રહી હતી કે દિશા હવે ક્યારેય પણ આ શો માં ફરીથી જોવા નહીં મળે પણ હવે દર્શકો પણ આ શો માં કઈક નવો ટ્વીસ્ટ જોવા માગી રહયા છે. રિપોર્ટ ના અનુસાર દિશા પણ પોતાના સેટ, ટિમ મેમ્બર્સ અને શો ને ખુબ જ મિસ કરી રહી છે.

હવે દિશા આ શો માં કમબેક કરવા માટે પુરી રીતે તૈયાર છે, અને જલ્દી જ આ શો માં દર્શકો ને જોવા મળશે. હવે તો એ જોવાનું છે કે બધાની ફેવરિટ દયાભાભી આ શો માં કયો નવો ટ્વીસ્ટ લઈને એન્ટ્રી કરે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

‘તારક મેહતા…’ના ટપ્પુ ની આ સુંદર ગર્લફ્રેન્ડ આગળ બૉલીવુડ અભિનેત્રીઓ પણ લાગે છે ફિક્કી, તસ્વીરો થઇ વાઇરલ…..

ટીવી ના સૌથી લોકપ્રિય શો ની વાત કરીયે તો તારક મેહતા કા ઉલ્ટા ચશમા શો નું નામ સૌથી ઉપર આવે છે. આ શો ની સાથે સાથે તેમાંના કિરદારો પણ લોકપ્રિયતાના મામલામાં કોઈથી કમ નથી. આજે અમે આ શો ના એક ખાસ કિરદાર પહેલાના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી વિશેની એક ખાસ વાત કહેવાના છીએ.  ભવ્ય ગાંધી આ સુંદર છોકરી ને કરી રહ્યા છે ડેટ:હાલ ટપ્પુ મોટો થઇ ગયો છે અને ડેશિંગ બોય બની ગયો છે. ટપ્પુ ખુદ એક નામી સેલિબ્રિટી છે અને એક બાળ કલાકાર ના રૂપે પોતાના કેરિયરની શરૂઆત કરનારા ટપ્પુ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ બની ગયા છે.
આજે અમે તમને જણાવીશું કે આ શરારતી ટપ્પુ ની ગર્લફ્રેન્ડ વિશે જેની સાથે આજકાલ તેની તસ્વીરો ખુબ વાઇરલ થઇ રહી છે. હાલમાં જ ભવ્ય એ ગુજરાતી ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરી છે. જેને લીધે હાલ તે આ શો થી દૂર છે.
ભવ્યની ગર્લફ્રેન્ડનું નામ દીગંગના સૂર્યવંશી છે. દીગંગના નો જન્મ 15 ઓક્ટોબર 1997 ના રોજ થયો હતો. દીગંગના  ખુબ જ સુંદર છે અને ટપ્પુ સાથે તેની જોડી ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ટપ્પુ ની ગર્લફ્રેન્ડના ખુબ જ વખાણ થઇ રહ્યા છે અને લોકો તેને એક બૉલીવુડ અભિનેત્રી થી કમ નથી સમજી રહ્યા.તમને જણાવી દઈએ કે દીગંગના એક ટેલિવિઝન એક્ટર છે તેમણે સ્ટાર પ્લસ પર આવતા શો માં મીરા નો રોલ પ્લે કર્યો હતો. આ શો માં તેના કિરદારને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
તેની પહેલા દીગંગના એ પોતાના કેરિયરની શરૂઆત 2002 માં સોની ટીવી ના શો માં ચાઈલ્ડ એક્ટર ના રૂપે કરી હતી. દીગંગના અમુક સમય પહેલા જ એક એવોર્ડ ફંક્શન ના ભવ્ય ને મળી હતી અને અમુક જ દિવસોમાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.
જયારે ભવ્ય પોતાનો બર્થ ડે તારક મેહતા ના સેટ પર સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે દીગંગના પણ પોતાની મોમ સાથે અહીં આવી હતી અને તે ખુબ જ ખુશ નજરમાં આવી રહી હતી. આ મૌકા પર બંને એ ઘણી તસ્વીરો એકસાથે લીધી હતી જે મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી. 

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here