‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ફેમ ગોગી રીયલ લાઈફમાં દેખાઈ છે કઈક આવો, એક સમયે સુતો હતો ફર્શ પર, જુઓ 11 તસ્વીરો..

0

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ઘર-ઘર માં જોવામાં આવતો લોકપ્રિય શો છે. જો કે ટીવી પરતો ઘણી એવી સીરીયલો પ્રસારીત કરવામાં આવતી હોય છે. પણ આ શો બાળકોથી લઈને વડીલો સુધી દરેકનો ફેવરીટ બની ચુક્યો છે. પછી તે જેઠાલાલની વાતો હોય, કે પછી દયા ભાભીનો બોલવાનો અંદાજ. ટપ્પુ ની શરારતો હોય કે પછી ભીડે ની ક્લાસ.

હાલ ટપ્પુ સેનાનો સદસ્ય ‘ગોગી’ ચર્ચાનો વિષય બની ચુક્યો છે. હાલ માં જ તેમને મુંબઈમાં એક નવું ઘર ખરીદ્યું છે. જો કે ગોગી આ શો માં એક પંજાબી બોય ની ભૂમીકા ભજવી રહ્યો છે પણ વાસ્તવમાં તે એક ગુજરાતી છે.

સાથે જ ગોગીનો લુક એટલો બદલાઈ ગયો છે કે તેને ઓળખવામાં પણ મુશ્કેલી થાય છે.

1. સીરીયલમાં છે આ ભૂમિકા:

ગોગી નું અસલી નામ સમય શાહ છે.ખુબજ નાની ઉમરમાં એક્ટિંગની શરૂઆત કરનારા ગોગીનો લુક ખુબ બદલાઈ ચુક્યો છે. જોઈએ તો સમયની નવા લુક સાથેની અમુક તસ્વીરો અને સાથે જ જાણીએ તેના વિશેની અમુક રોચક વાતો.

2. આ હતું 10 નું રીઝલ્ટ:

શું તમે જાણો છો ગોગી રીયલ લાઈફમાં ખુબ હોંશિયાર છાત્ર છે. હાલમાં જ તેમણે 10મી પરીક્ષા પાસ કરી છે. સાથે જ શુટિંગમાં વ્યસ્ત રહેવા છતાં પણ તેમણે 82% અંક હાસિલ કર્યા હતા.

3. આવો છે ગોગી:

ગોગી પુત્તરનો રીયલ લાઈફમાં કઈક આવો અંદાજ છે. બંને તસવીરોમાં તેનો સ્ટાઇલીશ લુક નજરમાં આવી રહ્યો છે. જો કે 16 વર્ષની ઉમરમાં તેમનો આ લુક કમાલનો છે. જણાવી દઈએ કે હાલમાંજ ગોગીએ નવું ઘટ ખરીદ્યું છે.

4. એક સમયે સુતો હતો ફર્શ પર:

એક સમય હતો જ્યારે તે ફર્શ પર સુતો હતો. આજ આટલી નાની ઉંમરમાં તેમણે મુંબઈમાં 1.48 કરોડનું ઘર ખીરીદી લીધું છે. પોતાના ભોળા અંદાજથી હર કોઈનું દિલ જીતનારા ગોગીની હર દિવસની કમાઈ છે માત્ર 8 હજાર રૂપિયા.

5. હાલ કોની સાથે છે:

તે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉંટ પર ખુબ તસ્વીરો શેઈર કરતા રહે છે. તસવીરોમાં જે છોકરી દેખાઈ રહી છે તે તેના ખુબ કરીબ છે. તે બીજું કોઈ નહી પણ તેની બહેન છે.

6. વરુણ ધવન સાથે:

ટપ્પુસેનાનાં આ સદસ્ય માત્ર સામાન્ય લોકો વચ્ચે જ નહિ પણ સેલીબ્રીટીની સાથે ખુબ ફેમસ છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે તે વરુણ ધવન સાથે સેલ્ફી લઇ રહ્યા છે.

7. ભવ્યનો ભાઈ છે સમય:

સમય પોતાના પરિવારની ખુબ કરીબ છે. આ તસ્વીરમાં તે પોતાની બહેન પ્રિયંકા અને માં નીમા શાહ સાથે નજરમાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે સમય, ટપ્પુંનો રોલ નિભાવી ચુકેલા ભવ્ય ગાંધીનો કઝીન ભાઈ છે.

8. કિંગ ખાનની સાથે:

વરુણ ધવન જ નહિ પણ ગોગીની પહેચાન કિંગ ખાન અને ઋત્વિક રોશન સુધી છે. એક તસ્વીરમાં ઋત્વિક રોશન તેના ગાલ ખેંચી રહ્યો છે તો બીજી તસ્વીરમાં કિંગ ખાન સાથે પોઝ આપતા નજરમાં આવી રહ્યા છે.

9. ફેંસ સાથે કરે છે વાતો:

સમય મીડિયા પર ખુબ સક્રિય રહે છે. મોટાભાગે તે ઇનસ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેઈર કરતા રહે છે. આ તસ્વીરમાં સમય ખુબ મોટો નજરમાં આવી રહ્યો છે. પોતાના પોસ્ટનાં માધ્યમથી તે પોતાના ફેંસ સાથે વાતચીત કરે છે.

10. દોસ્તોની સાથે:

આ તસ્વીરમાં સમય ટપ્પુંસેનાના બાકી મેમ્બર્સ સાથે દેખાઈ છે. સમય જેવો ટીવીમાં જોવા મળે છે અસલ જીવનમાં તે તેનાથી ખુબ અલગ છે. સમય ખુબજ શાંત સ્વભાવ ધરાવે છે.

11. અંતમાં આ તસ્વીર:

અંતમાં સમયની આ ટશન વાળી તસ્વીર જુઓ. અમે તો એજ વિચારશું કે સમય જેવી રીતે હાલ દરેકનું એન્ટરટેનમેન્ટ કરે છે, તે હંમેશા એવા જ દરેકના દિલોમાં વસતો રહે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

તારક મહેતાની સોનું હવે લાગે છે કંઇક આવી, આ કારણ થી છોડયો હતો શો..

બધાની લાડકી નાની સોનું થઈ ગઈ છે હવે મોટી.. જ્યારે ઘડિયાળ 8 વાગ્યા નો ઈશારો કરતા ની સાથે જ, જાણે ઘર ના બધાજ સદસ્યો પોતાનું કામ પડતું મુકીને ટીવી ની સામે બેસી જાય છે. ટીવી પર ધૂન સંભળાવવા લાગે છે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” પછી શું, વાતાવરણ આખું હસી મજાક થી છવાઈ જાય છે.

28 જુલાઈ 2008 થી પ્રસારિત થયેલો આ શો, ટીવી પર નો આજ સુધી નો સૌથી લાંબો શો બન્યો છે. આમાં પહેલા પણ ‘Yes Boss’ શો પણ આટલો જ લોકપ્રિય બન્યો હતો. જો કે આ શો વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડશે.

આજે અમે ટપુસેના ની ખાસ સદસ્ય સોનું વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ શો ની પહેલી સોનું જે આજે મોટી થઈ ગઈ છે સાથે જ ખુબજ સુંદર અને ગ્લેમર લાગે છે.

ચાલો સોનું વિશે ની ખાસ વાતો જાણીએ…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો ની સોનું ભીડે..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ની વાત આવતાની સાથે જ આપણને દયા ભાભી ના ગરબા, ટપુ ની મશ્કરીઓ તેમજ જેઠાલાલ ની અનેક મુસીબતો નજર સામે આવી જાય છે. આ શો ની ટપુ સેના ની એક ખાસ સદસ્ય એટલે કે સોનું ભીડે ને પણ લોકો ખુબજ પસંદ કરે છે.

સોનું ના કિરદારે ખુબજ લોકપ્રિયતા હાસિલ કરી છે..

માસ્ટર ભીડે ની નાની અમથી સોનું નાના પડદા પર ખુબજ ફેમસ બની ગઈ છે. જો કે ટપુ સેના ના બધાજ કીરદારો લોકપ્રિય છે, પણ સોનું ની વાત કરીએ તો આ બાબત મા બાકી થી થોડી આગળ છે. સોનું નો દેખાવ પણ ખુબજ બદલાઈ ગયો છે.

આ છે અસલી નામ..

સોનું ભીડે નું અસલી નામ ‘ઝીલ મહેતા’ છે. અસલ જીવન મા આજે ઝીલ ખુબજ સુંદર દેખાવા લાગી છે.

પોતાના અભ્યાસ ને લીધે છોડયો હતો આ શો..

સોનું એ 13 વર્ષ ની ઉમરે આ શો મા કામ કરવાનું છોડી દીધું હતું. આ બાબત પર વાત કરતા સોનું એ જણાવ્યું હતું કે તે દરમિયાન એક્ટિંગ કરતા અભ્યાસ તેના માટે વધારે જરૂરી હતું. તેથી તે શો મા કામ કરવાને બદલે પૂરું ધ્યાન પોતાની સ્ટડી મા આપવા માગતી હતી.
આવી લાગે છે સોનું…

પોતાની શરારતો અને મસ્તી થી બધાના દિલ જીતેલી સોનું હાલ નાં દિવસો માં આવી દેખાવા લાગી છે. આટલી નાની ઉમરમાં પણ ઝીલ ના ફેંસ ફોલોવિંગ ખુબ જ છે.

સોશિયલ મીડિયા માં રહે છે સક્રિય..

ઝીલ મહેતા આજ કાલ નાં દિવસો મા સોશિયલ મીડિયા માં ખુબજ સક્રિય રહે છે. આજ નાં દિવસો દરમિયાન ઝીલ ની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા મા જોવા મળી જ જાય છે.

ટ્રેડીશનલ વેયર મા પણ લાગે છે સુંદર..

ટ્રેડીશનલ વેયર મા પણ સોનું નો લુક જોવા જેવો લાગે છે. આ તસ્વિત મા સોનું પોતાની દોસ્ત સાથે જોવા મળે છે. તારક મહેતા શો છોડયા બાદ સોનું વધારે પડતી પોતાના દોસ્તો સાથે જોવા મળી છે.

એક નવો લુક જેમાં લાગે છે ખુબ સુંદર..તમને સોનું ના બાળપણ નો ચહેરો તો યાદ જ હશે. પણ હાલ ની મોટી થયેલી સોનું પહેલા થી પણ વધારે ખુબસુરત દેખાઈ છે. ‘ટેટુ’ સાથે ની આ તસ્વીર ખુબજ વાયરલ થઈ હતી..

ઝીલ મહેતા એ થોડા સમય પહેલાજ પોતાના ગાલ પર ટેટુ બનાવ્યું હતું. આ તસ્વીર સોશીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ હતી. આ તસ્વીર ને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યું હતું, સાથેજ ઝીલ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.
અભ્યાસ થયો પૂરો..

ઝીલ મહેતા એ BBA ની ડીગ્રી હાસિલ કરી ને પોતાનું ગ્રેજયુએશનપૂરું કર્યું હતું.

દોસ્તો સાથે છે કરે છે મસ્તી..

જો કે ઝીલ મીડિયા પર ખુબજ સક્રિય રહે છે, પરંતુ જ્યારે ઝીલ ની વાત તેના દોસ્તો સાથેની હોય ત્યારે તે હંમેશા આગળ જ રહે છે. તો કેવો લાગ્યો તમને ઝીલ નો આ નવો લુક?
21 વર્ષ પુરા કરી ચુકી છે ઝીલ..મુંબઈ મા જન્મેલી ઝીલ હાલ 21 વર્ષ ની થી ગઈ છે. આવનારા સમય મા ઝીલ T.V પર કમ બેક કરશે અથવા તો પોતાની સ્ટડી ને કંટીન્યુ કરશે. આ બાબત વિશે કહેવું થોડું મુશ્કેલ છે.

ઝીલ પોતાના અભ્યાસ માટે સોશિયલ મીડિયા થી દુર રહે છે..’તારક મેહતા’ ના ફેંસ આજે પણ પહેલાની સોનું ને યાદ કરે છે..ઝીલ ને રિપ્લેસ કરી ને હાલ ‘નિધિ ભૂષણ’ નિભાવે છે સોનું નું પાત્ર..

શું તમને સોનું નો આ બદલેલો અંદાઝ પસંદ આવ્યો કે?

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.