‘તારક મેહતા….’ માં ડોક્ટર હંસરાજ હાથી બનેલા કવિ કુમાર આજાદની પુરી કહાની, અસિત મોદીની જુબાની…..

0

‘તારક  મેહતા કા ઉલ્ટા ચશમા’ ના ડોક્ટર હંસરાજ હાથીનું હાર્ટ એટેકને લીધે નિધન થઇ ગયું છે, જેને લીધે પુરી એટનરટેનમેંન્ટ ઇન્ડસ્ટ્રી અને ફેન્સમાં શોકના વાદળ છવાઈ ગયા છે. બિહારના રહેવાસી કવિ કુમાર આજાદ એટલે કે હંસરાજ હાથી ખુબ જ ખુશમિજાજ ઇન્સાન હતા, અને તે પુરી જિંદાદિલી સાથે જીવન જીવતા હતા. કવિ આજાદની આ દુઃખદ વિદાઈ પર અસિત કુમાર મોદીએ તેની સાથે જોડાયેલી ઘણી વાતો શેયર કરી.

જયારે હંસરાજના નિધન વિશે અસિત કુમાર સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે,”કવિ કુમાર આજાદ કમાલના એક્ટર હતા અને ખુબ જ સકારાત્મક ઇન્સાન હતા. તેને આ શો સાથે ખુબ જ પ્રેમ હતો અને જો તે બીમાર હોય તો પણ શૂટિંગ પર ચોક્કસ આવતા હતા. નિધનના દિવસે સવારે તેનો કોલ આવ્યો કે તેની તબિયત ઠીક નથી તો તે શૂટિંગ પર નહીં આવી શકે, થોડા સમય પછી ખરાબ સમાચાર આવ્યા અને અમે બધા સદમામાં આવી ગયા”.

અસિત મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે ડૉ.હાથીના કેરેક્ટર માટે કવિ કુમારને શા માટે પસંદ કર્યા તો તેમણે જણાવ્યું કે, ”પહેલા ડૉ.હાથીનો કિરદાર અન્ય વ્યક્તિ કરી રહ્યા હતા. પણ તેની સાથે ડેટ્સની સમસ્યા હતી. પછી મેં જોધા અકબર ફિલ્મ માં કવિ કુમારને જોયા.ચાલુ પાંડે એ મને આ કવિને મળાવ્યા, આવી રીતે તેને આ રોલ માટે કાસ્ટ કરી લીધા.

અસિત મોદી યાદ કરતા જણાવે છે કે, ”કવિ કુમાર હંમેશા ખુશ રહેતા હતા. તે નો કંપ્લેન્ટ વ્યક્તિ હતા. તે ખુદ ડોક્ટરનો રોલ કરી રહયા હતા અને તે ખુદ બીમાર હતા. તેને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક ફરિયાદો હતી પણ છતાં પણ તે એકદમ મસ્ત રહેતા હતા. જયારે પણ મને મળતા તો કહેતા કે, અસિત ભાઈ ની જય હો”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!