મનોકામના પૂર્ણ કરનાર તિરુપતિ બાલાજીના 7 ઊંડા રહસ્યો, જે તમે ક્યારેય ક્યાંય નહી સાંભળ્યા હોય !!!

1

આજે, તિરુપતિ બાલાજીને લગતી કેટલીક એવી બાબતો અમે તમને જણાવીશું, જેનાથી અત્યાર સુધી તમે અજાણતા હતા. આજે તેમની સાથે સંકળાયેલ 10 વસ્તુઓ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. તિરુપતિ બાલાજીનું મંદિર આંધ્ર પ્રદેશના તિરુમાલા પર્વતોમાં આવેલ છે. આ મંદિરમાં ઘણા સમૃદ્ધ લોકો આવે છે અને દાન પણ કરે છે, આ કારણે આજે આ મંદિર વિશ્વમા સમૃદ્ધ મંદિરમાંનું એક ગણાય છે. આ મંદિર સાથે ઘણી માન્યતાઓ સંકળાયેલી છે જેનો તમે વિશ્વાસ પણ નહી કરો. પરંતુ અહીંના ઘણા ભક્તો તેને માને છે. તો ચાલો આજે એવા રહસ્ય વિશે વાત કરીએ: –

1) દ્વારની જમણી બાજુએ પ્રવેશ દ્વાર પર એક લાકડી છે. લાકડી વિષે એવી માન્યતા છે કે એ , લાકડીથી બાલાજીના બાળક સ્વરૂપની પીટાઈ કરવામાં આવી હતી. જેના કારણે તેમની દાઢી પર વાગ્યું હતું. માટે આજે પણ બાલાજી ભગવાનની દાઢીએ ચંદનનો લેપ લગાવવામાં આવે છે.

2) જ્યારે તમે મુલાકાત લેશો આ મંદિરની તો તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે જ્યારે તમે દેવના પ્રતિમા મંદિરના ગર્ભગૃહમાં જઈને જોશો તો મુર્તિ જમણી બાજુ સ્થિત હશે ને જેવુ તમે મંદિરની બહાર આવીને જોશો તો તમને જોવા મળશે કે મૂર્તિ મંદિરની ડાબી તરફ સ્થિત છે.

3) એવી માન્યતા ક્યારેય મૂર્તિના ફૂલો જોવા જોઈએ નહી. આ કારણોસર તમે મંદિરમાં જઈને તમે જોઈ શકો છો કે આખો દિવસ પૂજારી મંદિરમાં ભગવાનને ચડાવેલ ફૂલો પાછળ જ રાખ્યા કરે છે. અને તે એ ફૂલો સામે ક્યારેય નહી જોવે કેમકે તે એવું માને છે કે ફૂલને જોઈને સારું માનવામાં આવતું નથી.

4) જ્યારે 18 મી સદી ચાલી રહી હતી, ત્યારે આ મંદિર 12 વર્ષ માટે બંધ રહ્યું હતું, કારણ કે તે સમયે ત્યના રાજાએ કુલ 12 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. અને તેમને મંદિરના ગેટ પાસે જ લટકાવી દેવામાં આવ્યા હતા. આ વાતથી ભગવાન બાલાજી ક્રોધિત થયા ને ત્યાં પ્રગટ થયા હતા.

5) એવું કહેવામાં આવે છે કે બાલાજી આ મંદિરમાં હાજર છે, તેમના વાળ પણ વાસ્તવિક છે અને તે ક્યારેયગૂંચાઈ જતાં નાથી હંમેશા નરમ રહે છે. લોકો માને છે કે અહીં ભગવાન પોતે બીરજમાન છે.
6) ભગવાન બાલાજીની પ્રતિમા પાસે જો કાન લગાવીને સાંભળી શકાય તો તમને આશ્ચર્ય,જરૂર થશે. કારણ કે જ્યારે તમે તેમના કાન પાસે તમારો કાન રાખશો તો તમને સમુદ્રનો અવાજ સાંભળવા મળશે. બાલાજીની મુર્તિ હંમેશા ભેજવાળી જ રહે છે.7 ) બાલાજીની મૂર્તિ ઉપર કપૂરથી બનાવવામાં આવેલું પરચાઈ ચઢાવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ પથ્થર કોઈપણ મુર્તિ પર ચઢાવવામાં આવે તો તે ચમકી ઊઠે છે. પરંતુ જ્યારે તે તેને બાલાજીની મુર્તિ પર ચઢાવવામાં આવે છે તો કોઈ અસર થતી નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here