કોઈએ તિરંગાની બિકીની પહેરી તો અમિતાભ શાહરુખ થી સચિન સુધીના સ્ટાર કરી ચૂક્યા છે ભારતીય ધ્વજનું અપમાન

0

આજે ભારત ભલે આઝાદ થઈ ગયો હોય પણ એક સમય હતો જ્યારે ભારત અંગ્રેજો નો ગુલામ હતો. એ સમય એ દેશ ના તમામ લોકો એ સાથે મળી ને આઝાદી ની લડાઈ લડી હતી અને ભારત ને આઝાદ કરાવ્યો હતો. આજે આઝાદી મળ્યા પછી પણ ઘણા લોકો તિરંગા ના સમ્માન કરવા નું ભૂલી જાય છે. બૉલીવુડ ની ચમક ધમક ભરેલ દુનિયા ના સિતારાઓ એ સમય સમય પર તિરંગા નું અપમાન કર્યું છે. આજે અમે બૉલીવુડ ના થોડા મશહૂર સિતારો ના વિસે જણાવવા જઈ રહ્યા છીએ ,જેમને તિરંગા નું અપમાન કર્યું છે.

7 બૉલીવુડ ના આ સિતારાઓ કરી ચુક્યા છે તિરંગા નું અપમાન

અમિતાભ બચ્ચન

બૉલીવુડ ના મહાનાયક તરીકે જાણીતા અમિતાભ બચ્ચન ની ઉપર પણ તિરંગા ના અપમાન કરી ચૂકવા નો આરોપ છે. વાત એ સમય ની છે જ્યારે 2015 ના વર્લ્ડ કપ માં ભારત એ પાકિસ્તાન ને હરાવ્યુ હતું. એ મેચ દરમિયાન અમિતાભ એ તિરંગા ને એની પીઠ પર લપેટી લીધો હતો. અને ખુશીઓ માનાવી રહ્યા હતા. ગાઝિયાબાદ ના એક વ્યક્તિ એ એમની પર તિરંગા ના અપમાન નો આરોપ દર્જ કરાવ્યો હતો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. એમને બૉલીવુડ ની શાન કેહવા માં આવે છે. પણ એમને પણ તિરંગા નું અપમાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન તિરંગો ઊંધો ફરકાવતા દેખાયા હતા.એના પછી પુણે પોલીસ એ એમના પર તિરંગા ના અપમાન નો કેસ દર્જ કર્યો હતો.

પ્રિયંકા ચોપડા

ફક્ત બૉલીવુડ માં જ નહીં પણ હોલીવુડ માં પણ જલવો દેખાડવા વાળી પ્રિયંકા ચોપડા ને કોણ નથી ઓઢખતું. એમના પર પણ તિરંગા ના અપમાન નો આરોપ છે. એક વખત પ્રિયંકા ચોપડા એ વધુ દેશભક્તિ દેખાડતા તિરંગો ગળા માં લપેટી લીધો હતો. એટલું જ નહીં સ્વતંત્રતા દિવસ પર એમને તિરંગા સાથે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ માં નાખ્યો હતો. જેના પછી લોકો એ એમને ઘણું સાંભળ્યું હતું.

મલ્લિકા શેરાવત

એના બોલ્ડ લુક માટે બૉલીવુડ માં પ્રસિદ્ધ મલ્લિકા શેરાવત ને બધા લોકો ઓળખે છે. એમના શાનદાર અને હોટ અભિનય થી બધા મન માં એક જગ્યા બનાવી લીધી હતી. મલ્લિકા શેરાવત ફિલ્મ ડર્ટી પોલિટિક્સ ના એક સીન માં એમના શરીર પર તિરંગો લપેટી લીધો હતો. જેના પછી લોકો એ ઘણો ગુસ્સો દેખાડ્યો હતો.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા ટેનિસ ની પ્રખ્યાત પ્લેયર જેમને ભારત માં ઘણું નામ મેળવ્યું છે. પછી એમને પાકિસ્તાની ક્રિકેટર શોહેબ મલિક સાથે લગ્ન કરી લીધા. જેને કારણે લોકો એ એમને પસંદ કરવા નું ઓછું કરી દીધું. સાનિયા નો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એ તિરંગા ને પગ દેખાડ્યો હતો. લોકો એમની આ હરકતો થી ઘણા નારાઝ થયા હતા.

ગહના વશિષ્ટ અને પાર્વતી ઓમના કુટ્ટન
આ બંને પણ એ સમય એ વિવાદો માં ઘેરાઈ ગઈ હતી, એમને તિરંગા નો ડ્રેસ બનાવી ને પહેર્યા હતો. ગહના એ તિરંગા ની બિકીની તો પાર્વતી એ તિરંગા ના શોટ્સ બનાવી ને પહેર્યો હતો. એના પછી બંને એ ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડ્યો હતો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!