3 ચોપડ મંદિર, જ્યાં વિરાજમાન ત્રીદેવીઓ કરે છે દરેકની મનોકામના પૂરી…વાંચો ઇતિહાસ

0

આ દુનિયામાં લગભગ બધા જ વ્યક્તિઓની કોઈને કોઈ મનોકામના હોય જ છે, જેને પૂરી કરવા માટે તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે, દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય, તેમની કોઈપણ ઈચ્છા અધુરી ના રહી જાય. તેમના દરેક સપના પૂર્ણ થાય, આ પૂર્ણ કરવા માટે તેઓ કોઈ કસર બાકી રાખતા નથી, લોકો મહેનત તો કરતા જ હોય છે પણ સાથે સાથે તેઓ ઘણા ઉપાય પણ કરતા હોય છે જેનાથી તેમની મનોકામના જલ્દી પૂર્ણ થઇ જાય. પણ ઘણીવાર એવું થતું હોય છે કે ગમે એટલી મહેનત કરે તો પણ તેઓ તેમાં સફળ થતા નથી. જો તમારી પણ અમુક ઈચ્છા કે જે ઘણા સમયથી પૂર્ણ નથી થઇ રહી તો આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું ત્યાની માન્યતા અને ચમત્કારને માટે તે મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર જે પણ વ્યક્તિ પોતાની ઈચ્છા લઈને જાય છે તે ક્યારેય ખાલી હાથ પરત આવતા નથી.

આપણા દેશમાં એવા ઘણા બધા મંદિર છે હે પોતાની અલગ અલગ માન્યતાઓ અને ચમત્કારોને લીધે પ્રસિદ્ધ છે, આજે અમે તમારી માટે એક એવા મંદિરની જાણકારી લાવ્યા છીએ જે મંદિરમાં એક સાથે ત્રણ દેવીઓ બિરાજમાન છે અને આ મંદિરમાં આ ત્રણે દેવીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. જો તમે પણ આ ત્રણ દેવીઓની પૂજા અર્ચના કરશો તો તમારી મનોકામના જરૂર પૂરી થશે. આજે જે મંદિરની વાત કરવાના છે એ મંદિર જયપુરમાં આવેલ છે અને એ મંદિર તીન ચોપડના નામથી પ્રખ્યાત છે. આ મંદિર વિષે માન્યતા છે કે અહિયાં ચોપાડમાં ત્રીદેવીઓ માતા દુર્ગા, મહાલક્ષ્મી અને દેવી સરસ્વતીની એકસાથે પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે.

રાજસ્થાનના જયપુર શહેરમાં આવેલ આ ત્રણ ચોપડ મંદિરની અંદર પૂજા કરવા વાળા પુજારી વિદ્વાન દ્વારા છોટી ચોપડ પર માતા સરસ્વતીનું યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આના અતિરિક્ત રામગંજ નામના ચોપડ પર માતા દુર્ગાનું યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. મોટા ચોપડ પર મહાલક્ષ્મી માતાનું શિખરબદ્ધ મંદિર આવેલ છે જેનું નામ માણેક ચોક રાખવામાં આવ્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહિયાં તમને નંદી પર સવાર માતા પાર્વતી અને ભગવાન શિવના દર્શન થશે. આ મંદિરના ચોપડમાં બનેલ લક્ષ્મીનારાયણ મંદિરના નિર્માણમાં બીચૂ બાઈનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ મંદિરમાં વિશેષ અનુષ્ઠાન થયા પછી માતા લક્ષ્મીની મૂર્તિને અહિયાં સ્થાપિત કરવામાં આવી હતી.

અહિયાં સ્થાપિત મૂર્તિઓની સૌથી મોટી ખાસિયત એ છે આ બધી મૂર્તિઓ એક જ શિલા માંથી બનાવવામાં આવી છે. જેમાં શ્રી હરિ વિષ્ણુના વામ ભાગમાં મહાલક્ષ્મી દેવી વિરાજમાન છે. મંદિરના પ્રવેશ દ્વાર પર ગરુડ દેવતા વિરાજમાન છે જે મંદિરની સુરક્ષા કરે છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે જે વ્યક્તિ આ ત્રણ દેવીઓની પૂજા અર્ચના કટે છે તેમની મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે તેમની બધી જ મનોકામના જરૂરથી પૂરી થાય છે. આ મંદિર પર લોકોની ઘણી જ શ્રધ્ધા છે. આ મંદિરથી આજ સુધી કોઈપણ ખાલી હાથે પરત આવ્યા નથી. જો તમારી પણ કોઈ અધુરી ઈચ્છા છે અને પૂરી કરવા માંગો છો તો આ મંદિરમાં જઈને આ ત્રણ દેવીઓના દર્શન જરૂરથી કરજો. આ મંદિર વ્યક્તિઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રખ્યાત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here