દરરોજ ખાવ માત્ર એક થી બે તીખા ના દાણા, અને મેળવો હંમેશા ને માટે દરેક રોગો થી છુટકારો, સ્વાસ્થ્ય મારે રામબાણ છે તીખા…

0

મસાલા ના રૂપ માં આજે દરેક ઘર માં રસોઈ માટે કાળા મરચાં નો ઉપયોગ કરવા માં આવે છે. કાળું મરચું એટલે કે જેને આપણે તીખા ના નામ થી જાણીએ છીએ. કાળા મરચાં નો ઉપયોગ રસોઈ ને સ્વાદિષ્ટ અને તીખું બનાવવા માટે કરવા માં આવે છે. પરંતુ રસોઈ માં સ્વાદ માટે જ નહીં અપિતુ તે તંદુરસ્તી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.આયુર્વેદ માં કઈક ને કઈક નવીન શોધો થતી રહે છે. કાળા મરચાં માં ઘણા એવા તત્વ પ્રાપ્ત થાય છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી હોતા. પણ આ તીખા તંદુરસ્તી માટે ખૂબ લાભકારી છે. કાળા મરચાં ના સેવન થી શરીર ની ઘણી બધી બીમારીઓ થી છુટકારો મેળવી શકાય છે. આજે અમે તમને કાળા મરચાં ના થોડાઘણા ફાયદા વિશે કહીશું.
અમે તમને જાણકારી આપીએ છીએ કે જો તમે માત્ર પાંચ દિવસ માટે દરરોજ સવારે કાળું મરચું ખાવો છો તો તેના થી તમને ઘણા લાભ થશે. દરરોજ ખાલી પેટે કાળું મરચું ખાવા થી શરીર ના ત્રણ રોગો જડમૂળ થી નાશ પામે છે. ચાલો તો

જાણીએ ક્યાં-ક્યાં રોગો ને ઠીક કરવા માં આ કાળું મરચું ખૂબ ઉપયોગી છે.

કાળા મરચાં માં એન્ટિ-ઓક્સિડેંટ, વિટામિન સી, વિટામિન એ, અને ફ્લેવોનોયડ્સ જેવા રહેલા છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ થોડા ગરમ પાણી સાથે 2 તીખા (કાળું મરચું) ખાવો છો તો તમારા શરીર માં કેન્સર થવા નું જોખમ ટળી જાય છે.જો તમને પેટ દર્દ ની સમસ્યા રહેતી હોય તો તમારે દરરોજ ખાલી પેટે એક ચમચી મધ ની સાથે 2 તીખા પીસી ને ખાવા જોઈએ. આના થી તમારી પેટ દર્દ ની સમસ્યા ખૂબ જ ઝડપ થી દૂર થઈ જશે.
જે લોકો શરીર ના વિવિધ ભાગો માં ફોડલીઓ ની સમસ્યા થી પરેશાન રહે છે તેણે પાણી માં કાળા મરચાં નો પાઉડર મિક્સ કરી ને તે પાણી ને ફોડલીઓ પર લગાડવું જોઈએ. જેના થી તરત જ રાહત મળે છે.

જે લોકો સાંધા ના દુખાવા થી પરેશાન છે અથવા જેમને સાંધા નો દુખાવો રહે છે તેમણે દરરોજ ખાલી પેટે કાળું મરચું ખાવું જોઈએ.કાળા મરચાં નું સેવન કરવા થી શરદી ની ઋતુ માં થતી ઉધરસ અને તાવ થી તમને રાહત મળે છે. આ ઉપરાંત આના સેવન થી તમારું ગળું પણ સાફ રહે છે. એટલું જ નહીં પણ ઘણા લોકો ને તાવ ને કારણે વાળ ખરવા ની સમસ્યા થઈ જાય છે, ત્યારે આના થી તમને રાહત મળે છે.કાળા મરચાં માં પીપરાઇન રહેલુ છે અને તેમાં એન્ટિ-ડિપ્રેસેંટ નો ગુણ પણ રહેલો છે. જેના કારણે કાળું મરચું લોકો નું ટેન્શન અને ડિપ્રેશન ને દૂર કરવા માં ખૂબ જ મદદ કરે છે. જૂના જમાના ના લોકો કાળા મરચાં ના સેવન થી ઘણી રીત અપનાવતા હતા.કાળા મરચાં નું સેવન દાંત ને લગતી સમસ્યાઓ થી રાહત આપે છે. કાળું મરચું પેઢા ના દુખાવા માં ખૂબ જલ્દી આરામ આપે છે. જો તમે તીખા, માજૂફલ અને સિંધાળું મીઠું ને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી તેમાં થોડાક ટીપાં સરસો ના તેલ ના નાખી દાંત અને પેઢા માં લગાવી ને અડધી કલાક રાખી મુખ ને ધોઈ નાખો. આના થી તમારા દાંત અને પેઢા માં થતો દુખાવો દૂર થઈ જશે.
લીલા ફુદીના ના 30 પાન, ચમચી સૌફ, મિશ્રી અને કાળું મરચું ને પીસી ને એક ગ્લાસ પાણી માં ઉકાળી લો, અને આ મિશ્રણ ને પીવા થી હેડકી ની સમસ્યા દૂર થઈ જાય છે. 5 તીખા ને બાળી ને તેણે પીસી નાખો, અને પછી તેણે વારંવાર સૂંઘવા થી હેડકી ની સમસ્યા દૂર થઈ જાય છે.

કાળા મરચાં ના પાઉડર ને રસોઈ માં ઉપયોગ કરવા થી પેટ માં થતાં કીડા કે જીવાણુ ની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત કાળા મરચાં ની સાથે કિશમિશ ખાવા થી પેટ ના જીવાણુ થી છુટકારો પણ મેળવી શકાય છે.આધુનિક જીવનશૈલી ની વચ્ચે ગેસ અને એસિડિટી ની સમસ્યા સામાન્ય બાબત છે. જો તમને પણ આ સમસ્યા છે તો લીંબુ ના રસ માં કાળું મરચું અને કાળું મીઠું મિક્સ કરી ને એક ચપટી ભરી લો. જેનાથી ગેસ થી થતાં દર્દ માં તમને તરત જ આરામ મળી જશે.
Author: GujjuRocks Team(માધવી આશરા ‘ખત્રી’)
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here