ટાઈગર શ્રોફની માતાએ કઢાવ્યા હતા Call રેકોર્ડ, શું ખરેખર તેનું અફેર ચાલી રહ્યું હતું? શું કહેવું છે જેકી શ્રોફનું…

0

જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ સાથે જોડાયેલ આ વાત કદાચ તમે નહિ જાણતા હોવ. વાત એમ છે કે નાવાઝુદ્દીન સિદ્દીકી પર લાગવવામાં આવેલ પત્નીની જાસુસી કરવાના કેસમાં આયશાનું નામ પણ સામે આવ્યું છે. ગિરફ્તાર થયેલ વકીલ રિજવાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે આયશાએ પણ ગેરકાનૂની રીતે સાહિલ ખાનના કોલ રેકોર્ડ કઢાવ્યા હતા. એકવાર ફરી સવાલ થાય છે કે શું ખરેખર આયશા અને સાહિલનું અફેર ચાલી રહ્યું છે.

આયશા અને સાહિલની કહાની એ ૨૦૦૫માં શરુ થઇ હતી. સાહિલની પત્ની નિગારખાને સાહિલને તલાક આપ્યા હતા. ૨૦૦૪ના સપ્ટેમ્બરમાં તમના લગ્ન થયા હતા અને જુલાઈ ૨૦૦૫માં એક ઈન્ટરવ્યૂમાં નિગાર ખાને સાહિલને ગે કહ્યો હતો. નિગારે કહ્યું કે એક વાર હું બેંગકોકમાં શુટિંગ કરી રહી હતી, સાહિલ પણ ત્યાં આવ્યો હતો એક દિવસ તેને વધારે કામ હોવાથી તે આખો દિવસ બહાર રહેવાની હતી, પણ તે વહેલા પરત આવી ગઈ હતી ત્યારે મેં સાહિલને એક પુરુષ સાથે આપત્તિજનક પરીસ્થિતિમાં જોયો હતો.

સાહિલ અને આયશાની બહુ પહેલાથી મિત્રતા હતી. વર્ષ ૨૦૦૯માં આયશા અને સાહિલે પાર્ટનરશીપમાં એક પ્રોડક્શન કંપની શરુ કરી હતી. આના પછી બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. પણ ઘણીવાર તેમની સાથે જેકી શ્રોફ પણ હતા. સમાચાર એવા પણ સાંભળવા મળતા હતા કે બંનેનું અફેર ચાલી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ સાહિલ એ આયશાથી ૧૭ વર્ષ નાનો છે.

વર્ષ ૨૦૧૪માં આયશાએ સાહિલ ખાન વિરુદ્ધ દગો કરવાનો કેસ નોંધાવ્યો હતો. આયશાએ આરોપ લગાવ્યો હતો કે સાહિલે તેમના બિઝનેસ સાથે જોડાયેલ ૮ કરોડ રૂપિયા પરત આપ્યા નથી. જેકી શ્રોફે પણ સાહિલ અને તેની બહેન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે દિકરા ટાઈગર શ્રોફની સફળતા પછી આયશાએ સાહિલ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. ટાઈગરને બોડી બિલ્ડીંગની ટ્રેનીંગ એ સાહિલે જ આપી હતી.

ફેબ્રુઆરી ૨૦૧૫માં સાહિલના વકીલે કોર્ટમાં સાહિલ અને આયશાની અમુક અંગત તસ્વીરો સોંપી હતી. સાહિલે આરોપ લગાવ્યો છે કે આયશાએ તેના પર દબાણ કર્યું હતું જેના લીધે મહીને ૬૦ હજારની આઈટીની નોકરી તેણે છોડી દીધી હતી. સાહિલે એ પણ જણાવ્યું હતું કે આયશાએ તેના જીવનને સંપૂર્ણ કંટ્રોલ કરવા માટે કોશિશ કરી હતી.

પોતાના બચાવમાં આયશા શ્રોફે જણાવ્યું હતું કે સાહિલ સાથે તેમનું અફેર થઇ જ નથી શકતું, કારણ કે સાહિલ ગે છે. માર્ચ ૨૦૧૫માં બંને વચ્ચે સમાધાન થયું હતું. કોર્ટે આદેશ આપ્યો હતો કે બિઝનેસમાં થયેલ નુકશાન અને માનહાનિ માટે સાહિલ એ જૈકી શ્રોફ અને તેમના પરિવાર સાથે માફી માંગે. આયશાએ સાહિલના વિરુદ્ધમાંનો કેસ પાછો લઈ લીધો હતો.

એપ્રિલ ૨૦૧૫માં સાહિલ ભારત દેશ છોડીને સ્પેન ચાલ્યો ગયો હતો. રીપોર્ટ અનુસાર તેમણે ત્યાં એક સ્પેનીશ મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.

જૈકી શ્રોફે પછી પોતાના ઈન્ટરવ્યૂમાં કબુલ કર્યું હતું કે એક સમય હતો જયારે મારે વર્તવું જોઈએ એવું મેં વર્તન નહોતું કર્યું જેવું મારે કરવું જોઈએ. મેં પણ દગો આપ્યો હતો. એટલા માટે હું ખોટો હતો તો હું ક્યારેક એવું ના કહી શકયો કે મારી પત્નીએ જે કર્યું એ ખોટું હતું.જૈકીની આ વાત એ આયશા અને સાહિલના અફેર સાથે જોડાયેલ હતી.

આ અંતર્ગત કોલ ડીટેલ કઢાવવા બાબતે મુંબઈ પોલીસે આયશા શ્રોફને નોટીસ આપી હતી. જલ્દી જ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ જાણવા માંગતી હતી કે આયશાએ કોલ ડીટેલ કઢાવ્યા પાછળ તેનો મુખ્ય આશય શું હતો. હજી પણ આગળના સમયમાં આ વાતને સંબંધિત કોઈ વાતો ખુલી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here