જાણો થાઇરોઈડ થવાનું કારણ, ક્ષણ અને ઘરેલુ ઉપચાર….માહિતી વાંચો અને શેર કરો બધે જ

મિત્રો તમે થાઇરોઈડ રોગ નું નામ તો સાંભળ્યું જ હશે. પણ ઘણા લોકો આ રોગ ના કારણો, તેના લક્ષણો વિશે અજાણ હોય છે. આ ઉપરાંત આ રોગ ક્યાં કારણ થી થતો હોય છે તેના વિશે પણ અજાણ હોવાથી રોગ નું સાચું નિદાન થતું નથી. અમે તમને આજે થાઇરોઈડ ની જાણકારી આપીશું.

થાઇરોઈડ એ આપણાં ગળા ના નીચલા ભાગે આવતી એક ગ્લેંડ છે, જે એક પ્રકાર ના હોર્મોન્સ છોડે છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે, જેનાથી પાચન ક્રિયા તેજ થાય છે. આ સિવાય આપણી હ્રદય ની ગતિ પણ નિયંત્રિત રહે છે. આથી થાઇરોઈડ માં હોર્મોન્સ નું બેલેન્સ હોવું જરૂરી છે, જ્યારે એ બગડે છે ત્યારે આપણી પાચન ક્રિયા વધી જાય છે અથવા ઘટી જાય છે.

થાઇરોઈડ નો રોગ બે પ્રકાર નો હોય છે. 1. લીલો થાઇરોઈડ 2. સૂકો થાઇરોઈડ. જ્યારે થાઇરોઈડ ગ્રંથિ જરૂર કરતાં વધારે હોર્મોન્સ છોડે ત્યારે આપણી પાચન ક્રિયા વધી જાય છે, જેનાથી વજન ઝડપ થી ઘટવા લાગે છે. જ્યારે ઘણી વખત થાઇરોઈડ ગ્રંથિ હોર્મોન્સ ઓછું છોડે ત્યારે પાચન ક્રિયા ધીમી થઈ જાય છે અને આપણાં શરીર નું વજન એકદમ વધી જાય છે.

થાઇરોઈડ રોગ ના કારણો
1. કોઈ બીજી દવા લેવા ના સાઈડ ઇફેક્ટ થી થાઇરોઈડ થઈ શકે છે.
2. વધારે પડતાં તનાવ માં રહેવા થી પણ થાઇરોઈડ ની સમસ્યા થઈ શકે છે.
3. શરીર માં આયોડિન ની ઉણપ પણ થાઇરોઈડ થવા નું એક કારણ બની શકે છે.
4. પરિવાર માં કોઈ ને આ રોગ ની સમસ્યા હોય તો જન્મજાત બાળકો ને થાઇરોઈડ ની સમસ્યા થઈ શકે છે.
5. થાઇરોઈડ ગ્રંથિ વધી જવા થી હાર્મોન્સ ઓછા બને છે, જેના થી આ રોગ થઈ શકે છે.
6. સ્ત્રીઓ માં ગર્ભધારણ ના સમયે હાર્મોન્સ માં ઘણો ફેરફાર થાય છે, તેના થી પણ આ રોગ થઈ શકે છે.

થાઇરોઈડ ના લક્ષણો

  • ખૂબ જ વધારે વજન વધી જવો.
  • માંસપેશીઓ અને સાંધા માં દુખાવો થવો.
  •  પરસેવો આવતો બંધ થવો.
  •  ભૂખ ઓછી લાગવી.
  •  લાંબા સમય સુધી કબજીયાત ની તકલીફ રહેવી.
  • હાથ-પગ અને મોઢા માં સોજા ચડવા.
  •  ત્વચા સૂકી થઈ જવી.
  •  કમજોરી અનુભવવી.

થાઇરોઈડ ના ઘરેલુ ઉપચાર

1. નારિયેળ ના તેલ માં ફેટી એસિડ હોય છે, જે થાઇરોઈડ ને સાચી રીતે કામ કરવા માં મદદ કરે છે. અને આપણાં metabolism ને વધારવા ની સાથે ઉર્જા ને પણ વધારે છે. આ રોગ ના ઇલાજ માટે દૂધમાં 2 ચમચી નારિયેળ ના તેલ ને મિક્સ કરી સવારે નાશ્તા ના સમયે પીવો. આ ઉપરાંત રસોઈ માં પણ નારિયેળ ના તેલ નો ઉપયોગ કરો.2. માછલી ના તેલ માં હાર્મોન્સ લેવા ની પ્રક્રિયા તેજ હોય છે અને તે આપણાં થાઇરોઈડ ને સ્વસ્થ બનાવી રાખે છે. આ ઉપરાંત તેમાં મળતો ફેટી એસિડ સોજા ને પણ ઓછું કરે છે. દરરોજ 3 ગ્રામ માછલી ના તેલ નો ખાવા માં ઉપયોગ કરવો.3. સફરજન ની છાલ એક ઉત્તમ ઉપાય છે. જે alkaline ecid અને હાર્મોન્સ નું ઉચ્ચ સ્તર જાળવી રાખવા માં મદદ કરે છે. આ સાથે તે ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ માં પણ સહાયક છે. એક ગ્લાસ પાણી માં 2 ચમચી સફરજન ની છાલ અને થોડું મધ મિક્સ કરી પ્રતિદિન તેનું સેવન કરવું.

4. આદું માં જિંક, પોટેશિયમ, અને મેગ્નેશિયમ ઘણું હોય છે જે થાઇરોઈડ ને ઓછું કરવા ની શક્તિ ને વધારી દે છે અને સોજા ને પણ ઓછું કરવા માં મદદ કરે છે. આ માટે આદું ની હર્બલ ચા બનાવવી પડશે. તેના માટે ઉકળતા પાણી માં 2 થી 3 આદું ના નાના ટુકડા નાખો, ઠડું ઠંડુ થઈ જાય પછી તેમાં થોડું મધ નાખી મિક્સ કરો, આ ચા નો દિવસ માં 2 થી 3 વખત સેવન કરો.

5. થાઇરોઈડ ના ઘરેલુ ઈલાજ માટે દૂધી નું જ્યુસ એક ઉત્તમ ઉપચાર છે. સવારે ખાલી પેટે દૂધી નું જ્યુસ બનાવી તે પીવું. આ ઉપરાંત તેમાં 2 થી 3 તુલસી ના પાન નાખવા થી વધુ ફાયદો થાય છે.

6. થાઇરોઈડ થવા નું એક કારણ આયોડિન નું ઉણપ પણ છે. આથી આયોડિન ની ઉણપ ને પૂરી કરવા માટે અખરોટ ખાવા નું શરૂ કરો. અખરોટ ખાવા થી શરીર માં જરૂરી આયોડિન નું લેવલ બની રહેશે અને થાઇરોઈડ ના ઈલાજ માં મદદ મળશે.

7. થાઇરોઈડ ના આયુર્વેદિક ઈલાજ માં અશ્વગંધા એક એક હર્બલ ઔષધિ છે, જે થાઇરોઈડ ના રોગ ના નિવારણ માટે ફાયદાકારક છે.

8. થાઇરોઈડ ના રોગ થી પીડિત લોકો માટે યોગ એક સારો વિકલ્પ છે. પ્રાણાયામ યોગ તે માટે ખૂબ પ્રભાવી હોય છે, જે ગળા પર કેન્દ્રિત હોય છે અને આ યોગ કરવા થી હાર્મોન્સ નું સંતુલન બની રહે છે.

લેખન. સંકલન : માધવી આશરા ‘ખત્રી’

મિત્રો, આપ સૌને આ આર્ટીકલ કેવો લાગ્યો  ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!