કારનાં ડેશબોર્ડ પર આ રીતે પગ રાખવાથી જઈ શકે છે જીવ! ખુબ જ મહત્વની માહિતી વાંચો અને શેર કરી બીજાને વંચાવો

0

ભારતીય બજારમાં પણ હવે મોટાભાગની કંપનીઓ એવી કાર જ લાવે છે, જેમાં સેફટી ફીચરનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે કાર કંટ્રોલ માટે તેમાં ABS હોય છે. અને સમગ્ર કારમાં એરબેગ્સથી પેક કરી દેવામાં આવે છે. એટલે કે ડ્રાઇવરની જોડેવાલી સીટ અને કારનાં તમામ દરવાજા પર એરબેગ લગાવવામાં આવે છે, કે જેથી અકસ્માતના સમયે તમામ મુસાફરોનું જીવન બચી શકે. જોકે, એરબેગ્સ મુસાફરોની સલામતી માટે લગાવવામાં આવે છે, જે એક ભૂલના કારણે તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે, અને જીવ પણ લઇ શકે છે.

સેન્સર પર કામ કરે છે એરબેગ્સ

એરબેગ સાથે સેન્સર ફિટ કરવામાં આવે છે. એટલે કે જયારે કારમાં ટક્કર લાગે છે ત્યારે સેન્સર એક્ટિવ થઈને એરબેગને ખુલવાનો ઈશારો કરે છે. આ કામ માઈક્રો સેકન્ડમાં થાય છે. જેવું સેન્સરથી એરબેગને આદેશ મળે છે, સ્ટીયરીંગની નીચે હાજર ઇન્ફ્લેટર એક્ટિવ થઇ જાય છે. આ સોડિયમ એજાઈડ સાથે મળીને નાઇટ્રોજન ગેસ બનાવે છે, જે એરબેગમાં ભરાઈ જાય છે અને તે ફુલાઈ જાય છે. આ ફૂલેલા એરબેગ સાથે મુસાફર અથડાય છે અને બચી જાય છે.

કારમાં ન કરો આ ભૂલ 

જો તમારી કારમાં ડ્રાઇવર સીટની બાજુવાળી સીટ પર પણ એરબેગ આપવામાં આવી હોય, ત્યારે તમારે સાવધાન રહેવું જોઈએ. કેટલાક લોકો ડૅશબોર્ડ પર તેમના પગ મૂકીને બેસે છે, અને આરામ કરે છે. એ સમયે જ્યારે પણ કાર ખાડામાં જાય છે, ત્યારે પગ બોર્ડ પર પછડાય છે. આ સમયે સેન્સરના એક્ટિવ હોવાના ચાન્સ વધી જાય છે. તો જયારે પણ અકરબેગ ખુલે ત્યારે તેની ઝડપ 300 કિ.મી. પ્રતિ કલાક હોઈ શકે છે. આટલી ઝડપથી તે તમારા પગ સાથે અથડાય તો તમારા પગના હાડકાને નુકશાન થઇ શકે છે, કે પછી તમારા જીવને જોખમ પણ આવી શકે છે.

એરબેગની પણ હોય છે એક્સપાયરી

કાર કોઈપણ કંપનીની હોય, તેમાં આપેલ એરબેગની પણ એક્સપાયરી હોય છે. એટલે કે, એરબેગમાં જે મટિરિયલનો ઉપયોગ થયો હોય છે તે એક સમય પછી ખરાબ થવા લાગે છે. પણ એરબેગના ફીટીંગ અને ફંક્શનમાં જે ભાગોનો ઉપયોગ થાય છે તે ખરાબ નથી થતા. તમારી પાસે જે પણ કાર હોય તેની એરબેગ્સની એક્સપાયરી વિશે જાણવું મહત્વપૂર્ણ છે.

કારનું એરબેગ એક્ટિવ છે કે નહિ

કારની એરબેગનું એક્ટિવ હોવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે કારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તે એક ડાયગ્નોસ્ટિક સિસ્ટમ ધરાવે છે. આને SRS (Supplemental Restraint System) પણ કહેવામાં આવે છે. તેની મદદથી એરબેગના ઠીક હોવાની જાણ મળે છે. જયારે કાર શરૂ કરીએ છીએ, ત્યારે મીટરમાં SRS ઇન્ડિકેટર થોડી સેકંડ માટે ચાલુ થાય છે, પરંતુ જો તે ચાલુ થયા પછી બંધ ન થાય તો એરબેગમાં કોઈ ખામી હોઈ શકે છે.

એરબેગથી થવાવાળી ઘટનાઓના આંકડા

2008 પછીથી અત્યાર સુધીમાં એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એરબેગ ખુલવાથી અકસ્માત થયા છે. 2007માં દુનિયાભરમાં 16 લોકોએ ફક્ત આ જ કારણસર પોતાની જીવ ગુમાવ્યો કે કારમાં વપરાતી એરબેગ્સ પોતાની મેળે જ ફાટી ગઈ. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વધુ ગરમી હોવાના કારણે પણ એરબેગ ફાટી શકે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here