12 વર્ષની છોકરીએ પોતાની કમાણીથી ખરીદી BMW, જાણો શું કરીને કમાયા ઢગલો મોઢે પૈસા…

0
Image Source

જે ઉમરમાં બાળકો પોતાના મમ્મી-પપ્પા પાસેથી રમકડાં વિડીયો ગેમ વગેરે લેવાની જીદ કરે છે,તે જ ઉંમરમાં થાઈલેન્ડની એક બાળકી એ પોતાની જ જાતે કમાયેલા પૈસાથી એક લગ્ઝરીયસ ગાડી ખરીદી લીધી છે.

 

Image Source

12 વર્ષની નૈથેનને પોતાને જ બીએમડબ્લ્યુ સેડાન ગાડી ગિફ્ટ કરી છે, અને તે પણ પોતાના 12 માં જન્મદિસવ પર.

Image Source

તમારા માંથી કેટલા લોકો એ પોતાના જ પૈસાથી પોતાના માટે બીએમડબ્લ્યુ કાર ખરીદી છે,અને તે પણ આટલી નાની ઉંમરમાં?  મોટાભાગે લોકો સારી એવી નોકરી પછી 30 કે 40 ની ઉંમરમાં પોતાના માટે ગાડી ખરીદી શકે છે. પણ આ નાની છોકરીએ 12 વર્ષની ઉંમરમાં જ શાનદાર ગાડી ખરીદી લીધી છે.

Image Source

થાઈલેન્ડ ના ચેંટાબુરીમાં રહેનારી આ 12 વર્ષની આ બાળકી વ્યવસાયથી એક મેકઅપ આર્ટિસ્ટ છે, અને તે પણ પ્રોફેશનલ. તે લંડન ફેશન વીક 2018 સુધી માં પણ  હિસ્સો લઇ ચુકી છે. તે લંડન ફેશન વીકમાં મેકઅપ કરનારી સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

Image Source

નૈથેનનના ફેસબુક પર 9 લાખ કરતા પણ ફોલોઅર્સ છે. નૈથેનને પોતાના જન્મદિસવના દિવસે એટલે કે 9 એપ્રિલ ના રોજ ફેસબુક પર પોસ્ટ શેયર કરતા લહ્યું કે,”’Happy birthday to me. i will be 12 years old this year. i am very grateful for everything I have so far and i’m thankful to my fans for supporting me. Thanks for all the well wishes, i wish everyone the same as well!'(મને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. હું આજે 12 વર્ષની થઇ ગઈ છું  અને તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભારી છું. શુભકામનાઓ માટે તમારો ખુબ ખુબ આભાર. મારા તરફથી પણ દરેક ને શુભકામના).

Image Source

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર એક પછી એક કમેન્ટ્સ આવી રહી છે. અમુકનું કહેવું છે કે તેઓ અત્યાર સુધી લગ્ઝરી તો શું એક પણ ગાડી ખરીદી નથી શક્યા, તો અમુકનું કહેવું છે કે 12 વર્ષની ઉંમરમાં તો તેઓ વિડીયો ગેમ અને રમકડાંથી રમતા હતા.

Image Source

જાણકારી અનુસાર નૈથેનને યુટ્યૂબની મદદ દ્વારા મેકઅપ કરવાનું શીખ્યું હતું. જ્યારે તે 7 વર્ષની હતી ત્યારે સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપનો વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કર્યુ હતું. જેના પછી લોકોની નજરો તેના ઉપર પડી અને તે ફેમસ બનતી ગઈ. જો કે આ પ્રોફેશનલ આર્ટિસ્ટ બનવા માટે તેણે પ્રોફેશનલ મેકઅપ કોર્ષ  પણ કર્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here