દુનિયાની સૌથી ચમત્કારિક જગ્યાઓમાંની એક છે આપણાં ગુજરાતમાં! જાણો આ જગ્યાનો ઇતિહાસ

0

કોઈ દિવસ જોયું છે કે ચઢાણવાળા રોડ પર તમારું વાહન આપમેળે જ ચઢી જાય? તમે વાહનમાં ન હોવ અને ચાવી પણ ન લગાવી હોય તો પણ? ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ વાહન ચાલવા લાગે? જો ન જોયું હોય, તો તમારે ગુજરાતના તુલસીશ્યામ જવું જોઈએ. ત્યાં 150 મીટર સુધી રોડ આવો જ છે કે જ્યાં તમારું વાહન ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ વાહન ચાલવા લાગે! તમે ત્યાં પાણી ઢોળો કે પથ્થરો નાંખો કે વાહન છૂટું મૂકયો દો, આ બધું જ ચઢાણ તરફ આપમેળે જ જવા લાગશે.

ગીરના જંગલની અંદર અમરેલી અને જૂનાગઢ જિલ્લાની બોર્ડર પર આવેલ તુલસીશ્યામમાં આવેલું છે, ત્યાં ભગવાન વિષ્ણુનું પૌરાણિક મંદિર આવ્યું છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ 3000 વર્ષ જૂની છે. જે કાળા પથ્થરમાંથી બનેલી છે. મંદિરની નજીક જ ગરમ પાણીના ઝરા પણ આવેલા છે. જેને ચમત્કારિક માનવામાં આવે છે.

આ જગ્યા સાથે એક પૌરાણિક વાર્તા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે જાલંધર નામનો એક અજેય યોધ્ધો હતો જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો. દેવો સાથે લડાઈ કરીને તેને ઇન્દ્રનો ઘમંડ ઉતારી નાખ્યો. એવો બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને મદદ માંગી. ભગવાન વિષ્ણુ જાલંધરનું યુધ્ધ કૌશલ જોઇને પ્રસન્ન થઇ ગયા, અને જાલંધરને વરદાન માંગવા માટે કહ્યું. વરદાનમાં જાલંધરે ભગવાન વિષ્ણુ અને પોતાના બહેન લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા કહ્યું. જેથી વરદાન આપીને ભગવાન વિષ્ણુએ કહ્યુ કે જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ ત્યારે મારો વાસ નહી હોય. આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો. તેથી જાલંધરનો જયજયકાર થઇ ગયો.

જાલંધર પાસે સતી જેવી વૃંદા, લક્ષ્મી જેવું બહેન અને વિષ્ણુ જેવા બનેવી, તેના રાજયમાં ધર્મચક્ર ચાલતું. પરંતુ હજુ પણ તેને દેવો સાથેનું વેર પૂરું વાળ્યું નથી તેથી દિલમાં રોષ પણ હતો. નારદજી આ બધી વાતોથી અજાણ ન હતા. એક દિવસ તેઓ નારાયણનું નામ લેતા વિના વગાડતા જાલંધરનાં દરબારમાં ગયા અને કહ્યું કે વિષ્ણુને લક્ષ્મી છે, મહાદેવને પાર્વતી છે, ઇન્દ્રને ઇન્દ્રાણી છે. એમ તારે શું છે? ત્યારે જાલંધરે કહયુ કે મારે વ્રૂંદા જેવી સતી સ્ત્રી છે. આ સાંભળી નારદજી બોલ્યા, તે સતી ખરી પણ સ્વરૂપવતી નથી. આ વાતથી જાલંધરને ખટકો લાગ્યો. તે બોલ્યો, હું બ્રહ્માંડ ભમીને મેળવી આવું. કોણ છે એવી સૌથી સ્વરૂપવતી? નારદજીએ કહયુ કે પાર્વતી.

જાલંધરે કહયુ કે, અરે પાર્વતીને પકડી લાવુ, કૈલાશને ઉંધો નાખુ. અને દેવો સાથેના વેર વાળવાના તો હજુ બાકી છે. આ રીતે જાલંધરની મતિ બગડી. અને તે ધર્મભ્રષ્ટ થયો. જાલંધરે કૈલાશ ઉપર ચઢાઇ કરી. ઘોર યુધ્ધ કર્યુ અને મહાદેવ ઘાયલ થઇને મૂર્ચ્છા પામ્યા. સતી પાર્વતી અલોપ થયાં.

જાલંધર ધર્મભ્રષ્ટ થયો ત્યારે દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુ તેમના વરદાન મુજબ જાલંધરના સાગરવાસમાંથી વિષ્ણુલોકમાં પાછા પધાર્યા. જાલંધર હવે તો પાર્વતીનું સત તોડવા યુધ્ધે ચડ્યો હતો. જેથી ભગવાન વિષ્ણુએ તેનો નાશ કરવાનું નક્કી કર્યુ.

અત્યારે તુલસીશ્યામ છે એ જગ્યાએ ભગવાન વિષ્ણુએ મનોહર ઉધાનની રચના કરી. અને એ ઉધાનમાં અવધુત યોગીનું સ્વરૂપ લઇને ધુણી ધખાવીને આસન જમાવીને બેસી ગયાં. બીજી બાજુ જાલંધર પાર્વતીજીને મેળવવા યુધ્ધે ચડ્યો અને દીવમાં સતના અસીધારા વ્રત લઇને જાલંધરના જાપ જપતી સતી વૃંદાને સપનું આવ્યુ અને અમંગળ એંધાણીઓ વરતાવા લાગી. તે ઝબકીને જાગી ગઇ. મારુ સત લોપાયું નથી તો જાલંધરનું અમંગળ કેવી રીતે થઇ શકે? શું આ સપનું ખોટું છે? આમ વિચારીને તેનું મન નથી માનતું અને તે રથ જોડાવીને ખાતરી કરવા ચાલી નીકળે છે. જ્યાં રસ્તામાં થોડે જ દૂર આ ઉદ્યાન જોયું, જ્યાં ભગવાન વિષ્ણુ અવધુત યોગીનું સ્વરૂપ લઇને ધુણી ધખાવીને બેસ્યા હતા.

તેને યોગીને જોઈને તેમની સામે બેસી ગઈ અને જયારે યોગીની સમડી પુરી થઇ ત્યારે પોતાને આવેલા અમંગળ સપના વિશે પૂછ્યું. ત્યારે યોગીએ ધ્યાનમાં જોઇને કહ્યુ કે તારા જાલંધરનું મૃત્યુ થયું છે. વૃંદાએ વાતની ખાતરી આપવા કહ્યું જેથી ત્યાં થોડી જ વારમાં જાલંધરના શરીરના અલગ અલગ ટુકડા પડવા લાગ્યાં. અને પોતાના પતિનું મસ્તક ખોળામાં લઇને વૃંદા વિલાપ કરતા બાળવા લાગી. આ જોઈને યોગીના ચેલાએ ઓગીને વિનંતી કરી અને તેમણે જાલંધરને સજીવન કર્યો. સજીવન થયા પછી જાલંધરે વ્રૂંદાને યોગી સાથે જોઈને તેનો ત્યાગ કર્યો. વૃંદાએ મહાપ્રયત્ન પછી જાલંધરની શંકાનું સમાધાન કર્યું. અને આ જાલંધર સાથે વૃંદાએ ભોગ કર્યો. પરંતુ આ જાલંધર તો યોગીના રૂપમાં રહેલા ભગવાન વિષ્ણુએ ઉત્પન્ન કરેલો બનાવટી જાલંધર હતો જેથી વૃંદાનું સત લોપાયું અને યુદ્ધના મેદાનમાં જાલંધર મૃત્યુ પામ્યો.

આ બાજુ જાલંધરનાં વાણી વર્તનમાં શંકા જતા તેની બનાવટ સામે આવી અને વૃંદા સળગી ઊઠી. તેને કહ્યું, તે યોગી થઇને મને છેતરી? તારી સ્ત્રીનું પણ તપસીરૂપે કોઇક હરણ કરશે અને તુ પાણો થઈને પડીશ. તે સમયે ભગવાને પોતાનું ચતુર્ભૂજરૂપ ધારણ કર્યુ. આ જોઇને વૃંદાએ ભગવાનને કહ્યુ કે આપે પ્રભુ થઇને આ અધર્મનું આચરણ કર્યુ? જેથી ભગવાને કહ્યુ કે વૃંદા, જાલંધરની બુધ્ધિ ભ્રષ્ટ થઇ અને એના ધર્મનો લોપ થયો. પાર્વતી તો એની માતા કહેવાય એના ઉપર કુદ્રષ્ટિ કરી. જેથી તેને પાછો વાળવા મારે આ કર્મ કરવું પડ્યુ છે. તારો શ્રાપ યથાર્થ છે વૃંદા. હવે હું પથ્થરરૂપે અવતરીશ અને મારી સ્ત્રીનુ કોઇ તપસી હરણ કરે એવા તારા શ્રાપ માટે મારે રામ અવતાર લેવો પડશે.

ભગવાન વિષ્ણુએ વૃંદાના મનને શાંત કરવા ઘણા પ્રયાસો કર્યા પણ વૃંદાનું મન ન માન્યું. તે કહેવા લાગી કે એક ભવમાં મેં બે ભવ કર્યા અને આપે મારો અંગીકાર કર્યો તેનું શું? ભગવાને કહ્યં કે બધા જ જીવો અંતે તો મારામાં જ સમાઈ જાય છે. તું અને જાલંધર પણ. આ દુનિયા જાણતી થશે કે મેં તારો અંગીકાર કર્યો છે. પણ તુ નિષ્કલંક રહીશ. તુ વનમાં તુલસી નામની વનસ્પતિ રૂપે અવતરીશ. એ વનસ્પતિ પ્રાણીઓની પીડા હરનારી અમુલ્ય ઔષધિ બનશે. તારા પત્ર વિના જગત મને જે ભોગ ધરાવશે તેનો હું અંગીકાર નહિ કરૂં. તારા પાંદડે અર્પણ કરેલુ શિવ નિર્માલ્ય ગણાશે. મુત્યુ પામનારના મુખે મૂકાઇને તુ મુક્તિદાતા બનીશ. તારા માંજર શુરવીરોના મસ્તકે શોભાશે ને મારા ભકતો મારુ રટણ કરવા તારી માળા ધારણ કરશે. તું તુલસી અને હું શ્યામ શૈલરૂપે અવતરશુ. તુલસીશ્યામરૂપે આપણે ખ્યાત બનશુ. આમ ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યુ ને પોતે શ્યામ પથ્થરરૂપે અવતર્યા. વૃંદા સતી થઇને તુલસીરુપે એ જ વનમાં અવતરી. વિષ્ણુ શ્યામ શૈલ બન્યા, અને એ જ મનોહર ઉધાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઇ.

અને આ જ તુલસીશ્યામ એ ગુજરાતના જૂનાગઢથી આશરે 115 કિમી દૂર જંગલ માર્ગે આવેલું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ મનને શાંતિ આપે છે. ભગવાન વિયુષણુના મંદિર સિવાય પણ અહીં રૂક્ષમણીજીનું મંદિર આવેલું છે, જે 400 પગથિયાં ચડીને ડુંગર પર આવેલું છે.

ગીરના જંગલમાં આવેલા આ તુલસીશ્યામની આસપાસ કોઈ ગામ નથી પરંતુ જંગલ-ઝાડીઓમાં માલધારીઓ પોતાના ઢોર સાથે નેહડા બાંધીને રહે છે. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે. દુરદુરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શામજી મહારાજનાં દર્શને ઉમટે છે. આ ગુજરાતના મહત્વના યાત્રાધામોમાંનું એક છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here