ઠંડીમાં તમારા હાથ અને હોઠ ને મુલાયમ બનાવવા માટે આ ઘરેલુ ઉપાય કરો…વાંચો લેખ

0

ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અને ઠંડી શરૂ થતાં જ આપણી ત્વચા સુકાઈ જાય છે. આના કારણે જ આપણા હાથ-પગ અને હોઠની સ્કીન ફાટી જાય છે. મોસમ ની સાથે જ આપણી ત્વચામાં પણ બદલાવ જોવા મળતો હોય છે.

ઠંડીમાં ત્વચાની ફાટી જતાં બચાવવા માટે આ ઘરેલુ ઉપાય કરો…

ઠંડી મા કેવી રીતે રાખવુ ત્વચાનું ધ્યાન…

હાથને કેવીરીતે મુલાયમ રાખવા..

– હાથમાં સરસોનું તેલ લગાવી દસ મિનિટ સુધી માલિશ કરવી પછી. થોડા ગરમ પાણીથી હાથ ધોઈ લેવા આ ઉપાય ચારથી પાંચ વાર કરવાથી શરીરમાં જે નમી આવી છે તે ક્યારેય નહીં આવે.

– હાથમા એલોવેરા જેલ ને દસ મિનિટ લગાવીને પછી થોડા ગરમ પાણીથી તેને ધોઈ લેવું. આવું કરવાથી હાથ સોફ્ટ લાગશે. અને મુલાયમ લાગશે.

એક ચમચી ગુલાબજળ એક ચમચી ગ્લિસરીન અને અડધી ચમચી લીંબુનો ભેગુ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને નાહ્યા પછી બોડીલોશન ની જગ્યાએ ઉપયોગ કરો. આવું કરવાથી તમને લાભ અવશ્ય જોવા મળશે.

હોઠને કેવી રીતે મુલાયમ રાખવા.

હોઠ ને સોફ્ટ અને નરમ રાખવા માટે રાત્રે સૂતા પહેલા નાભિ માં દેશી ઘી લગાવીને સૂઈ જવું. આવું કરવાથી હોઠ મુલાયમ અને ફાટશે નહીં.

રાત્રે સુતા સમયે હોઠ પર લગાવીને 10 મિનિટ સુધી રાખો પછી તેને પાણીથી ધોઈ લેવું આવું કરવાથી તમારા હોઠ મુલાયમ બનશે.

હોઠ મુલાયમ રાખવા માટે સૂતા પહેલા દૂધની મલાઈ ને હોઠ પર લગાવી દેવું ત્યારબાદ સવારે ઊઠીને પાણીથી ધોઈ લેવું આવું કરવાથી તમને થોડા દિવસમાં લાભ જોવા મળશે.

તમે બુઝુર્ગો થી સાંભળ્યું હશે કે ગુલાબ જળ અને ગ્લિસરીન ત્વચાને મુલાયમ બનાવે છે તેવી જ રીતે એક ચમચી ગુલાબજળ અને અડધી ચમચી ગ્લિસરીન નુ મિશ્રણ બનાવીને રાત્રે સુતા પહેલા હોઠ પર લગાવી સવારે ધોઈ લેવાથી તમારા હોઠ ફાટશે નહીં.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here