ટ્રેનના રંગમાં રંગાઈ રાજસ્થાનની સરકારી સ્કુલ, સાચેમાં તેને જોઇને ફરીથી સ્કુલ જવાનું મન થઇ ગયું…

0

રાજસ્થાનના અલવરની એક સરકારી સ્કુલ હાલના દિવસોમાં લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. કેમ કે અલવર સ્થિત ગવર્મેન્ટ સીનીયર સેકન્ડરી સ્કૂલને ટ્રેનના રંગમાં રંગી દેવામાં આવી છે.

વિદ્યાલયનાં ક્લાસરૂમ ટ્રેનની પેસેન્જર બોગી, પ્રિન્સીપાલની કેબીન એન્જીન અને બહારનું મેદાન કોઈ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની જેમ નજરમાં આવે છે. સ્કૂલનો આવો અનોખો રૂપ જોઇને કોઈપણ એ નહિ કહી શકે કે આ દ્રશ્ય કોઈ સ્કુલ નું છે.    સાથે જ આ બાબત વિશે સ્કુલનાં શીક્ષકો વિશે વાત કરવામાં આવી, તો પ્રિન્સિપલ ગુપ્તાએ જણાવ્યું કે ‘છાત્રોને ટ્રેન હંમેશા જ આકર્ષિત કરતી હોય છે અને ટ્રેનમાં ફરવું પણ પસંદ હોય છે. સાથે જ તેઓએ કહ્યું કે સરકારી સ્કુલની બિલ્ડીંગ એવી હોવી જોઈએ કે જેને જોઇને બાળકોને પણ ગર્વ મહેસુસ થાય.

સ્કૂલને રેલ્વે સ્ટેશનની જેમ રંગવાનો વિચાર જીલ્લા સર્વ શીક્ષા અભિયાનનાં જુનીયર એન્જીનીયર રાજેશ લવાનીયાનો હતો. સર્વ શિક્ષા અભિયાન એક સરકારી અભિયાન છે, જે 6 થી 14 વર્ષ સુધીની ઉમરમાં બાળકોને ફ્રી શિક્ષા પ્રદાન કરી રહી છે. કહેવામાં આવે છે કે સ્કુલનું નામ પહેલાથી જ રેલ્વે સ્ટેશનની જેમ હતું, માટે બાદમાં તેમાં રેલ્વે ટ્રેન જેવો કલર પણ કરવામાં આવ્યો હતો.રેલ્વેની થીમ પર અત્યાર સુધીમાં પાંચ ક્ક્ષાઓ પર કલર કરવામાં આવ્યું છે. સાથે જ લવાનીયાએ એક ઈન્ટરવ્યું દૌરાન જણાવ્યું કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં અમે બાકી બચેલા 4 ક્લાસ રૂમને જયપુર-દિલ્લી ડબલ ડેકર ટ્રેન અને અજમેર-દિલ્લી શતાબ્દીની જેમ કલર કરશું.

સ્કૂલને આવી રીતે બધાથી અલગ દેખાળવાનો આઇડીયો ખુબ જ નવો અને ક્રિએટીવ છે પણ સ્કૂલનો એવો દેખાવ જોઇને થોડી જલન ચોક્કસ થઇ કેમ કે આપણાના સમયમાં ક્યા આવી સ્કુલ હતી? સાથે જ આ શાનદાર પહેલ માટે સ્કુલના દરેક શિક્ષકો અને છાત્રોને બધાઈ…   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.