‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે 39 વર્ષીય નિર્મલ સોની ડૉ. હાથીના રોલમાં જોવા મળે છે તે પણ છે મૂળ ગુજરાતી…

0

આખા દેશભરમાં ખ્યાતિ પામનાર ને ઘરે ઘરે નાના થી લઈને મોટા સુધી જે ઓળખે તેના કલાકારોને પણ એવી ફેમસ હિન્દી ટેલીવિઝન સિરિયલનું નામ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’.

આ સિરિયલ સાતે સંકળાયેલા બધા જ કલાકારો તેમની કોઈ ખાસિયતના કારણે ક્ગુબ જ લોકપ્રિય થયા છે, પછી ભલે તે દયાનું પાત્ર હોય , જેઠાનું પાત્ર હોય, કે પછી ડોક્ટર હાથી નું પાત્ર. આ સિરિયલમાં જ્યારથી શરૂ થઈ ત્યારથી એમાં ડો હાથીનું પાત્ર હવે સંભાળશે નિર્મળ સોની. આ નિર્મળ સોની પણ ગુજરાતી જ છે. સોનીના વ્યવસાય સાથે કુટુંબમાં જન્મેલ નિર્મિત સોની તળાજા સાથે સંકળાયેલ છે. તો ચાલો આજે નિર્મિત સોની સાથે જ વાત કરીએ.
જ્યારે આ સિરિયલ શરૂ થઈ ત્યારે જ આ શોમાં નિર્મળ સોનીએ ડોક્ટર હાથીનું પાત્ર ભજવેલ હતું, ઘણા એપિસોડમાં કામ પણ કર્યું હતું ને એમને કામ કરવામાં પણ ખૂબ જ મજા આવતી હતી. એ તો ઠીક પણ દર્શકોએ પણ શરૂઆતના ડોક્ટર હાથીને સ્વીકારી લીધા હતા. લોકો ખૂબ જ પસંદ કરતાં હતા. પરંતુ સમય જતાં તે લાંબો સમય આ સિરિયાળમાં કામ ન કરી શક્યા. કેમકે તેમણે આ પાત્રમાં કામ કરવાનું છોડી દીધું હતું. અને તેની જગ્યાએ ફરી ડો હાથીના પત્રમાં એસસી. કવિ કુમાર આવ્યા ને નિભાવવા લાગ્યા. જો કે કવિ કુમારને પણ એમની એક્ટિંગ ના કારણે દર્શકોએ હોંશે હોંશે સ્વીકારી લીધા. પરંતુ કવિ કુમાર આ રોલ વધારે પ્લે કરી શક્યા નહી. કેમકે તે આ દુનિયાને જ અલવિદા કહીને ચાલ્યા ગ્યાં. તેથી ફરી પાછા નિર્મિત સોનીએ આ પાત્ર કરવાની તક મળી ને એ તક ઝડપી લીધી ને ઘણા વર્ષો પછી ફરી ડોક્ટર હાથીના સ્વરૂપે લોકોને હસાવવા નિર્મિત સોની આવી ગયા તારક મહેતા સિરિયલમાં.
આ ઉપરાંત નિર્મલ સોનીએ ઘણી સિરિયલમાં કામ કર્યું છે. જેમાં મુખ્ય સિરિયલ છે. વો રહનેવાળી મહલો કી, ચંદ્રકાંતા, અને કબૂલ હૈ . આ રિરિયલોમાં કામ કર્યા પછી નિરમલની એક્ટિંગમાં પણ ઘણો સુધારો થયો છે. એક 10 વર્ષમાં તો નિર્મળ એક પીઢ એક્ટર બની ચૂક્યો છે.

આમ જોઈએ તો નિર્મળનું જન્મ સ્થળ ભલે મુંબઈ હોય પણ તે મૂળ તો ગુજરાતનાં દાથા ગામના વાતની છે ને તેનો મોટાભાગનો ઉછીર મામાના ઘરે તળાજામાં જ થયો છે. નિર્મલને ગુજરાત સાથે ધેરો લગાવ છે. જેના કારણે તે વારંવાર ગુજરાત આવે છે તેમજ ગુજરાતની ખાણી પીણીનો તે ભારે શોખીન છે. ગુજરાતમાં આવીને તે ગુજરાતની ફેમસ જગ્યાએ જઈને પહેલા તે તેની પેટ પૂજાનું જ કામ કરે છે.
આમ જોઈએ તો નિર્મલ ભલે સોની પરિવારમાંથી હોય. પણ તેને તેના જીવનમાં કશુક અલગ કરવાનું વિચાર્યું હતું. એટ્લે તે નાનપણથી જ એક્ટિંગમાં નસીબ અલમાવવાનું વિચારેલું. ને તેને એક ઓડિશન આપી ને પોતાની એક્ટિંગના જોરે સિલેક્ટ પણ થઈ જાય છે. ને આજે પરિણામ આપણાં સૌની સામે છે.

જ્યારે મે તારક મહેતા શો છોડયો ત્યારે મારા પિતા મરાઠી ખૂબ નારાજ થયા હતા. મને તે પાછો આ શોમાં જોડાઈ જવા માટે દબાણ કરતાં હતા. અને રોજ ભગવાન પાસે એક જ વસ્તુ માંગતા કે હું ફરી પાછો તારક મહેતામાં કામ કરું. કેમકે મારા પિતાનો જો કોઈ ફેવરિટ શો હતો તો એ તારક મહેતા એક જ હતો , ને અંતે એમની પ્રાર્થનાથી જ આ ચમત્કાર બન્યો ને હું ફરી આ શોમાં જોડાઈ જ ગયો. જે ક્યારેય શક્ય હતું જ નહી.
એવું નથી કે આ શોમાં કામ કરવા માટે જ નિર્મલે તેનું વજન વધાર્યું છે. પરંતુ એ જન્મથી જ જાડો છે. તેનું હાલનુ વાહન 149 કિલોથી પણ વધારે છે. જો કે હજી સુધી નિર્મલે લગ્ન કર્યા જ નથી. એ એવું ઈચ્છે છે કે જ્યારે તેને પ્રેમ થશે ત્યારે જ તે લગ્ન અરશે. હજી સુધી તેને પ્રેમ થયો જ નથી. જો નિરલમ સોની ગુજરાતી મૂવીમાં કામ કરે ભવિષ્યમાં તો પણ નવાઈ નહી. કેમકે તેમણે અર્બન મૂવી વધારે ગમે છે. ને એમાંય છેલ્લો દિવસ નામની ગુજરાતી મૂવી એમની ફેવરિટ મૂવીમાની એક છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here