દેશ વિદેશમાં પ્રખ્યાત ટેલીવિઝન શ્રેણી ‘ તારક મહેતા….’ માં લોક લાડીલા દયાબેન ને લઈને આવ્યા ખરાબ સમાચાર

0

ટેલીવીઝન પર દેશ વિદેશમાં ધૂમ મચાવનાર પ્રસિદ્ધ ટી.વી સીરીયલ ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વકાણી તેની એક્ટિંગ અને અદા અને તેનો ફેમસ ડાઈલોગ ‘હે માં માતાજી’ થી ઘરે ઘરે નામના મેળવી ચૂકી છે. અને આજે પણ લોકો દયાબેનને ભૂલી શક્યા નથી.
એટ્લે લોકચાહનાને અને ટી.આર.પીને ધ્યાનમાં રાખીને દયાબેનને આ શોમાં પરત ફરવા માટે વિનંતી કરી હતી. પરંતુ આપણાં સૌના દયાબને એમની દીકરી સ્તુતીના કારણે શો પર પરત ફરવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો. તેઓ કહે છે કે મારી દીકરી હજી ખૂબ નાની છે. મારે શોમાં કરતાં પહેલા તેનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. હાલ તેમની દીકરી સ્તુતી 1 વર્ષની છે.
મળતી માહિતી અનુસાર, જ્યારે આ શોમાં દયાબેને એક કમબેક સિકવન્સ શોનું શૂટિંગ કર્યું હતું, આ જોઈને ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. બધાને એમ જ હતું કે હવે પાછા દયાબેન આ શોનો હિસ્સો બનશે ને એમના ગુજરાતી લહેંકા ને એમના ગરબા પાછા જોવા મળશે. આ શોના મેકર્સે તો તેમના નવરાત્રી સુધીના એપિસોડના શૂટિંગની તૈયારી કરી દીધી હતી. પરંતુ અચાનક જ દયાબેને એમની દીકરીના ઉછેરની ચિંતાના કારણે તેમણે આ શોમાં ફરી કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જો કે આ શો માં દયાબેનને પાછા લાવવા માટે મેકર્સે ઘણા પ્રયત્નો કર્યા હતા.
તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદી સાથે આ બાબતે વાતચીત થતાં તેમણે જણાવ્યુ કે, લગ્ન પછી દિશાની લાઈફમાં એકદમ પરીવર્તન આવી ગયું છે. કોઈપણ વ્યક્તિને ઘરની અને સાસરાની જવાબદારી વધી જાય તો કોઈ કેમ હેન્ડલ કરી શકે.
કદાચ તેમના હસબન્ડ તેમને કામ કરવા માટે માનસિક રીતે સહજ ન પણ હોઇ શકે. જો કે આ તેમની પોતાની અંગત વાત હોવાથી હું કશું આગળ જણાવી શકું નહી.
હાલમાં તો કોઈ નવા દયાબેનને લીધા નથી. હજી આગામી છ મહિના સુધી અમે દયાબેન વગર જ સીરીયલને આગળ ચલાવીશું ને અમે દિશાની રાહ જોઈ રહ્યા છીએ. જો 6 મહિના પછી પણ દિશા આ શોમાં આગળ કામ કરવા માટે તૈયાર નહી થાય તો અમે જે હશે તે લોકોને જરૂર જણાવીશું.

બાઘાની ‘બાવરી’ ચલાવે છે ‘ચાર ચાર બંગડી વળી ગાડી’ ઓડી – આટલી સ્ટાઈલિશ છે….રિયલ લાઈફમાં એકદમ સુંદર છે અને જુવો 25 Photos

બાઘાની ‘બાવરી’ ચલાવે છે ‘ચાર ચાર બંગડી વળી ગાડી’ ઓડી – આટલી સ્ટાઈલિશ છે…. રિયલ લાઈફમાં એકદમ અલગ અને સુંદર દેખાય છે..જ્યારે પણ તારક મહેતા કા ઉલટા ચશ્માં માં બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીની એન્ટ્રી થાય છે ત્યારે કોઈપણ પોતાની હસી નહિ રોકી શકે, કેમ કે બાવરીનો કિરદાર પણ તેના અંદાજની જેમ એકદમ હાસ્યાસ્પદ છે. પણ અસલ જીવનમાં બાવરી ખુબ જ ગ્લેમર છે જે તમે આ ફોટો જોઇને સમજી જ જાશો.

તારક મહેતા કા ઉલટા ચશ્માં  માં બાવરી કનપુરિયાનો કિરદાર નિભાવી રહી છે.

સોરી ગલતી સે મિસ્ટેક હો ગઈ થી નાં નામને લઈને ફેમસ બાવરી બાઘાને ખુબ જ પ્રેમ કરે છે.

તેની પહેલા પણ તેણે સ્ટાર પ્લસની સીરીયલ ‘યે રિશ્તા ક્યા ક્હેલાતા હૈ’ માં પણ કામ કર્યું છે.

તેણે પહેલા પણ ઘણા ટીવી સીરીયલ અને ફિલ્મોમાં નાનો મોટો રોલ કર્યો છે.

અસલ જીવનમાં બાવરી ખુબ જ ગ્લેમર છે જે તમે આ ફોટોમાં જોઈ શકો છો.

જો કે બાવરીનું અસલી નામ મોનિકા ભદૌરિયા છે.

ઇસ પ્યાર કો ક્યા નામ દુ, સજદા તેરે પ્યાર મૈ માં પણ મોનિકાએ કામ કર્યું છે.

મોનિકા પટેલ નગરની રહેવાસી છે.

મોનિકાએ રોહિત શેટ્ટી નિર્દેશિત સિંઘમ રીટર્નસ માં પણ કામ કર્યું હતું.

મોનિકાએ એક ફિલ્મમાં પણ સાઈડ રોલ કર્યો હતો.

અસલ જીવનમાં બાવરી ખુબ જ ગ્લેમર, હોટ અને સુંદર છે.

મોનિકાએ પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. યે રિશ્તા કયા કહેલાતા હૈ, સજદા તેરે પ્યાર મેં, અર્જુન, સાવધાન ઇન્ડિયા, નંદની દેશ કી બેટી સહિત ઘણી સીરીયલ્સમાં કામ કરેલું છે. શું તમને ખબર છે આ સિવાય મોનિકાએ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તમને વધુ માહિતી આપતા જણાવીએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. યાદ છે તમને? Dipawli Picture શૂટિંગ સમયે ના ફોટોસ  Crew team Pictures Bawri With CM Vijay Rupani Marathi Traditional આ પાત્રને ખુબ જ નામના મળી છે. મોનિકા એટલે કે બાવરી એ આ સિરીયલ પહેલા પણ જુદા-જુદા ટીવી શોમાં કામ કર્યુ છે. જેમાં યહ રિસ્‍તા ક્‍યા કહેલાતા હૈ અને સજદા તેરે પ્‍યાર મેં હિટ નિવડી હતી..આ ઉપરાંત બોલીવૂડના પરદે પણ તે કામ કરી ચુકી છે. રોહિત શેટ્ટીની સિંઘમ રિટર્ન્‍સમાં પણ તેનો રોલ હતો. મોનિકા ભદોરિયા એક ઇન્ટરવ્યૂ વાતચીતમાં મોનિકાએ જણાવ્યું હતું, “મેં આ પાત્ર માટે ઑડિશન આપ્યું હતું અને સિલેક્ટ પણ થઈ ગઈ હતી, પરંતુ મેં આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી.” વધુમાં ઉમેર્યું હતું, “મેં આ પાત્ર ભજવ્યું ત્યારે ખબર પડી કે લોકોને મારું પાત્ર ખૂબ જ પસંદ પડી રહ્યું છે. એ મારા માટે ખુશીની અને ગર્વ ની વાત છે.”

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here