તારક મહેતાના જેઠાલાલ માટે 13 વર્ષના બાળકોએ કર્યો એવો કાંડ, ખુદ સાંભળીને જેઠાલાલ રહી ગયા હેરાન…

સબ ટીવીના પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માં ‘જેઠાલાલ’ નો કિરદાર નિભાવનારા એક્ટર દિલીપ જોશી માટે ફેંસની કમી નથી. જેટલો આ શો પોપ્યુલર છે એટલા જ જેઠાલાલ. હાલ માં જ તેનો નમુનો ત્યારે જોવા મળ્યો જ્યારે રાજસ્થાન થી બે બાળકો માત્ર દિલીપ જોશીને મળવા માટે ભાગીને મુંબઈ આવી ગયા હતા. જ્યારે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને આ વાતની જાણ થઇ તો તે હેરાન જ રહી ગયા હતા. દિલીપ જોશીએ કહ્યું,”એ સાંભળીને કે બે નાના છોકરાઓ(13 વર્ષ) રાજસ્થાનથી મુંબઈ સુધી એકલા ભાગીને માત્ર એટલા માટે આવ્યા કેમ કે તેઓ મને મળવા માગતા હતા, મને તેઓના માટે ખુબ જ ડર લાગ્યો”.
દીલીપ જોશીએ જણાવ્યું કે, ”જ્યારે દર્શકો દ્વારા આટલો પ્રેમ અને સહકાર મળતો હોય તો ખુબ જ ગર્વ અંને ખુશી થાય છે પણ પોતાના ફેવરીટ કલાકારને મળવા માટે ઘરેથી ભાગીને મુંબઈ આવવું તે યોગ્ય નથી અને ન તો સુરક્ષિત. તેઓની કિસ્મત સારી હતી કે તેઓને એક સાચો માણસ મળી ગયો અને તેઓને પોલીસ સ્ટેશન લઇ ગયો”.દિલીપ જોશીએ આગળ કહ્યું કે,”હું મારા ચાહનારા દરેક ફેંસને તે પ્રાથના કરું છું કે તેઓને પોતાના માતા-પિતા સાથે જ રહેવું જોઈએ. હું તે બંનેને મારા સ્નેહ અને બેસ્ટ વીશીસ મોકલવા માગું છું”.જુલાઈ 2008 થી શરુ થયેલી આ સીરીયલ ટીવીની હિસ્ટ્રીમાં સૌથી લાંબો ચાલનારો પાંચમો શો છે. આ શો એ અત્યાર સુધીમાં લગભગ 2.5 હજાર એપિસોડ ટેલીકાસ્ટ કર્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!