બબીતા જી કેમેરો લેવા લોકો પાસે સલાહ માંગી તો પોતે જ ભરાઈ ગઈ, વાંચો શું છે મામલો

0

બબીતા એટલે કે આપણા સૌની મનગમતી સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એક અભિનેત્રી મુનમુન દત્તા. આમ તો સોશિયલ મીડિયા પર જયારે કોઈપણ સ્ટાર એ પોસ્ટ મુકે છે ત્યારે તે પોસ્ટની અમુક લોકો વખાણ પણ કરતા હોય છે અને અમુક લોકો તેને વખોડતા એટલે કે મજાક પણ ઉડાવતા હોય છે. આવો જ એક બનાવ બન્યો છે બબીતાજી સાથે.

વાત એમ હતી કે બબીતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લોકો પાસે એક મદદ માંગી હતી. બબીતાએ પોસ્ટમાં લખ્યું હતું કે ઓનલાઈન કોઈ કેમેરાની કે પછી બીજી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓની ખરીદી કરવી એ યોગ્ય રહેશે કે નહિ, ત્યાં તેઓ સાચી અને ઓરિજિનલ વસ્તુઓ મળે છે કે નહિ. આમ તેમણે તેમના ફેન્સ પાસે એક મદદ માંગી હતી.

પોતાની ટવીટમાં તેણે મદદ માંગી હતી લોકો પાસેથી અને ખરીદવા માંગતી હતી ઓનલાઈન કેમેરો અને બીજી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ વાંચો શું લખ્યું હતું ટવીટમાં.

અમુક લોકોએ જણાવ્યું કે ઓનલાઈન ખરીદી કરવી એ કદાચ જેઠાલાલને ખરાબ લાગશે તમે ગડા ઇલેક્ટ્રોનિક પરથી જ ખરીદી કરો.

અમુક લોકોએ તો એવી પણ કોમેન્ટ કરી હતી કે અમે હમણાં જ ટોની મોની કંપનીની લેટેસ્ટ વસ્તુઓ ગડા ઇલેક્ટ્રોનિકથી લીધું છે.

કોઈ લોકો આ પોસ્ટના મજાકિયા રીપ્લાય આપ્યા હતા કે તમે જેઠાલાલ પાસેથી સમાન ખરીદો તે તમને ભાવ ટુ ભાવ વસ્તુઓ આપશે.મુનમુન એટલે કે બબીતા એ આ બધી કોમેન્ટ વાંચીને પરેશાન થઇ ગઈ અને તેણે જવાબ આપ્યો કે ગડા ઇલેક્ટ્રોનિકથી ખરીદવાની સલાહ તમારી પાસે જ રાખો.

લોકોને બહુ પસંદ આવી રહી છે બબીતા અને જેઠાલાલ વચ્ચેના બનાવ, આ સીરીયલ છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here