અફસોસ 😓😰 તારક મહેતા શોમાં આ 7 વસ્તુઓ ક્યારેય જોવા નહીં મળે…

1.
સૌથી પહેલી વસ્તુ છે , જેનો બધા તારક મહેતા ના શો માં આવે એની રાહ જોઈ રહ્યા છે. જ્યાર થી ટપુ અને સોનુ મોટા થયા છે, તો એમનો લવ રોમાન્સ નો ટ્રેક ક્યારેય શો માં આવશે?કારણકે લોકો ને ટપુ અને સોનુ ની જોડી પરફેક્ટ લાગે છે. એટલા માટે લોકો એમના વચ્ચે લવ નો એંગલ જોવા માંગે છે. પણ ફિલહાલ તો આવું બિલકુલ નથી લાગી રહ્યું કે આવું કાંઈ થશે. તો આ પેહલી વસ્તુ છે જે આપણે શાયદ ક્યારેય જોવા નહીં મળે.

2.બીજો જે ટોપિક છે એ છે પાર્ટી શાર્ટી નો. અને મને ખબર છે કે તમને બધા ને આ પાર્ટી શાર્ટી નો મતલબ ખબર હશે. સ્ટારટિંગ ના એપિસોડ માં તો પાર્ટી શાર્ટી કરવી બધા જેન્ટ્સ માટે નોર્મલ હતું ,પણ હવે તો એ ખૂબ મોટો અપરાધ બની ગયો છે શો માં. આ પણ એક વસ્તુ છે જે આપણે શો માં ક્યારેય જોવા નહીં મળે કે જેન્ટ્સ લોકો એ સફળતા પૂર્વક પાર્ટી શાર્ટી કરી લીધી.

3.

ત્રીજી વસ્તુ એ છે જે ક્યારેય આપણ ને શો માં નહીં જોવા મળે ,એ છે નોન વેજ ખાવું. જી હા દોસ્તો શો માં બધી રીત ના લોકો રહે છે. પણ સોસાયટીમાં ક્યારેય કોઈ એ નોન વેજ ખાતા નહીં દેખાય. અને જે લગભગ ક્યારેય દેખાશે પણ નહીં.

4.નંબર 4. દયા ની મા , જી હા એ શો માં શરૂ થી છે. પણ ક્યારેય સામે નથી આવી. અને મારા ખ્યાલ થી એ ક્યારેય શો માં આવશે પણ નહીં.તમને શું લાગે છે? કોમેન્ટ માં જરૂર થી જણાવશો.

5.નંબર 5 છે પોપટલાલ ના લગ્ન , 10 વર્ષ થઈ ગયા પણ પોપટલાલ ના લગ્ન હંમેશા હોતા હોતા રહી જાય છે. આટલા વર્ષો માં પોપટલાલ ના લગ્ન ન થયા તો હવે આગળ થવી અઘરી વાત છે. તમને શું લાગે છે ,કે થશે કે નહીં..?

6.તારક મહેતા ના શો ના દસ વર્ષ થઈ ગયા ,પણ આજ સુધી તારક અને અંજલિ ના બાળકો જોવા નથી મળ્યા. અને ક્યારેય આ વાત પર ચર્ચા પણ નથી થઈ. અને મને લાગે છે એમના બાળકો ક્યારેય શો માં આવશે પણ નહીં.

7.બબીતા અને અય્યરના બાળકો પણ શાયદ જ આપણે શો માં જોવા મળશે. કારણકે એ અંજલિ તારક હોય કે બબીતા અને અય્યર , એમના બાળકો વિસે ક્યારેય ચર્ચા નથી થતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!