તારક મહેતા શો નાં આ એપિસોડમાં થયો 3 વાર જાદુ, શું તમે નોટીસ કરી આ મિસ્ટેક્સ…

0

દોસ્તો આજકાલની ભાગ દોડ ભરેલી જિંદગીમાં કોઈને શાંતિથી બેસવાનો કે જમવાનો સમય પણ નથી, તો પરિવાર સાથે સમય વિતાવવાની તો દૂરની વાર રહી. પણ હા દિવસનો એક એવો સમય જરૂર છે કે જ્યારે પરિવારના બધા જ સભ્યો એકસાથે બેસેલા જોવા મળે છે. અને તે સમય છે સાંજે 8.30 વાગાનો. જાણો છો કેમ? કેમ કે આ સમયે દરેકનો ફેવરી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ આવતો હોય છે. આ શો પોતાની કોમેડીની સાથે સાથે પરિવારને પણ એકબીજાની નજીક લાવે છે. માટે જ ‘અસિત મોદી’ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવતો આ શો આજે ટોપ પર છે.

આ શો નાં દરેક કીરદારોની જાણ તમને છે જ કે કેવી રીતે તેઓ પોતાની અદાકારાથી લોકોને એન્ટરટેઈન કરે છે. માટે જ આ શો બાળકોથી માંડીને વડીલો પણ જોવાનું પસંદ કરે છે. જો તમે પણ અમારી જેમ આ શો નાં રેગ્યુલર છો તો તમે કદાચ નોટીસ કર્યું હશે કે આ શો નાં ઘણા એપિસોડમાં નાની નાની ભૂલો થતી જોવા મળે છે. જો કે આ મિસ્ટેક ખુબ માઈનોર હોવાને લીધે આસાનીથી દર્શકોના પકડમાં નથી આવતી. આજે અમે તમને હાલના જ અમુક એપિસોડમાં થયેલી અમુક મિસ્ટેક વિશે કહેવા જઈ રહ્યા છીએ, આવો તો જાણીએ એ તારક મહેતાની અમુક મિસ્ટેક.

1. દોસ્તો તમને યાદ હોય તો ટૂંક સમય પહેલાના જ એપીસોડમાં માસ્તર ભીડે એક સીનમાં પોતાની પેનમાં શાહી ભરી રહ્યા હોય છે, તે સમયે શાહીની અમુક બુંદ નીચે જમીન પર પડી જાય છે. આ સીનમાં શાહીની બુંદો અલગ અલગ રીતે જોઈ શકાય છે, પણ બીજાજ સીનમાં આ બુંદોની પોઝીશન બદલાઈ ગયેલી દેખાઈ છે.

ભાઈ આવું કેવી રીતે થયું તેનો જવાબ તો કદાચ ભીડે જ આપી શકે તેમ છે.

2. અન્ય એપિસોડના એક સીનમાં જ્યારે ગોકુલધામનું પુરુષ મંડળ સોસાઈટીની ઓફીસ પાસે ચર્ચા કરી રહ્યું હોય છે ત્યારે આસાનીથી જોઈ શકાય છે કે ઓફિસની અંદર કોઈ રૂમ નહિ પણ દીવાલ જ છે. પણ બીજા જ સીનમાં ઓફિસની અંદર મોટો રૂમ દેખાઈ છે.

ભાઈ આટલા ઓછા સમયમાં આવળો મોટો રૂમ એવી રીતે બની ગયો તેનો જવાબ તો સોસાઈટીનાં સેક્રેટરી જ આપી શકે.

3. હવે વાત કરીએ ગડા હાઉસની તો એક સીનમાં દયાભાભી પોતાની માં સાથે ફોનમાં વાત કરી રહી હોય ત્યારે તેમની પાછળની દીવાલ પર ખાનામાં જાર મુકેલી દેખાઈ છે, જ્યારે બીજા જ સીનમાં જેઠાલાલ તે જ જગ્યા પર ઉભેલો હોય ત્યારે આ દીવાલમાં જારને બદલે મટકા જોવા મળે છે.

ભાઈ આવો જાદુ તો કદાચ કચ્છી જેઠાલાલ નાં ઘરમાં જ થાય છે હો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.