”તારક મેહતા…”શો એ પુરા કર્યા 10 વર્ષ, સેટ પર મનાવ્યો શાનદાર જશ્ન…જુવો ક્લિક કરીને

0

અત્યાર સુધી માં તમે ટીવી પર ઘણા એવા શો જોયા હશે પણ એમાંના અમુક શોઝ એવા હોય છે જે ઘણા વર્ષોથી આપણા ઘરમાં જોવામાં આવી રહ્યા હોય છે. આ લિસ્ટમાં સબ ટીવી  શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ પણ શામિલ છે.  જણાવી દઈએ કે આ શો એ પોતાના 10 વર્ષ પુરા કર્યા છે. આ શો નો પહેલો એપિસોડ 28 જુલાઈ, 2018 ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

આ શો એ 10 વર્ષ પુરા કર્યાની ખુશીમાં સેટ પર જશ્ન મનાવામાં આવ્યો હતો. જેના ફોટોઝ સોશિયલ સાઇટ્સ પર પણ વાઇરલ થઇ રહ્યા છે. શો માં બબીતાજી ના કિરદારમાં નજરમાં આવતી મુનમુન દત્તા એ આ સેલિબ્રેશનના ઘણા ફોટોઝ શેયર કર્યા છે.આ ફોટોઝમાં ગોકુલધામ સોસાયટીના મેમ્બર્સ ખુશીઓના દશક નો જશ્ન મનાવતા નજરમાં આવી રહ્યા છે. શો ની  કાસ્ટ નાચતા-ગાતા કેક કાપીને મજા લઈ રહી છે. જણાવી દઈએ કે ટીવી પર આ એપિસોડ 30 અને 31 જુલાઈ ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
10 વર્ષોથી દર્શકો આ શો ને જોઈ રહ્યા છે. શો ની પુરી સ્ટાર કાસ્ટ આજથી 10 વર્ષ પહેલાની જ છે. શો માં દયાભાભી, જેઠાલાલ, ટપ્પુ સહીત દરેક કેરેક્ટર ને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ એક ફેમિલી શો છે જે દરેક એન્ટરટેન કરે છે. શો ના 11 માં વર્ષમાં પ્રવેશ લેવાની ખુશી માં શો ના ક્રિએટર અસિત કુમાર મોદી નું કહેવું છે કે, ”દરેક વર્ષે 28 જુલાઈ આવે છે અને અમને ખુબ જ ખુશી થાય છે કે એક અન્ય સફળ વર્ષ હસતા-હસતા નીકળી ગયું. એવું તો લાગતું જ નથી કે અમે 11 માં વર્ષમાં કદમ મુક્યો છે. લાગે છે કે અમે જાણે કાલે જ તો શરૂઆત કરી છે. જાણે કે આ શો પર ભગવાનનો આશીર્વાદ છે. જો કે દરેક કહાનીમાં ઘણીવાર તણાવપૂર્ણ કન્ડિશન આવે છે અને દરેક વખતે ભગવાનની કૃપાથી અમે તેને પણ સુલજાવીને આગળ વધી જઈએ છીએ”.આગળ અસિત કુમારે કહ્યું કે,”મારા દરેક કલાકાર અને મારી દરેક ટિમે હંમેશા મને પૂરો સહયોગ કર્યો છે. અમારા દર્શક અમારા પર લગાતાર પોતાના બનાવી રાખે છે. જો કે ઘણીવાર આલોચના પણ થાય છે પણ અમે તેને પણ સકારાત્મક રૂપમાં જ લઈએ છીએ. અમે સાસુ વહુ શો અને ડ્રામાં થી મુકાબલો કરવો પડ્યો પણ અમારી સ્વચ્છ કહાનીઓ અને હાસ્ય મજાકનો હલ્કો-હલ્કો માહોલ મનોરંજન નો સૌથી મોટો સ્ત્રોત છે. દુઃખ એ વાતનું છે કે આગળની યાત્રામાં અમારા એક સાથી કવિ કુમાર આજાદ અમારી સાથે નહિ હોય”. શો આજે પણ ટીઆરપી ના લિસ્ટમાં બની રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here