તમને મૂર્ખ બનાવા માટે નહિ, પણ આ ખાસ કારણને લીધે ચિપ્સના પેકેટમાં ભરવામાં આવે છે હવા…

0

મોટાભાગે ચિપ્સનું મોટું પેકેટ ખરીદ્યાં પછી જ્યારે આપણે તેને ખોલીએ છીએ, ત્યારે બસ એજ વિચારીએ છીએ કે આટલા મોટા પેકેટમાં માત્ર ગણી ગાંઠી જ ચિપ્સ નાખીને કંપનીઓ આપણને લૂંટી રહી છે. પેકેટમાં થોડી અમથી ચિપ્સ અને હવા ભરીને તેઓ કસ્ટમર્સને મૂર્ખ બનાવી રહયા છે, પણ આ વાત સાચી નથી. ચિપ્સના પેકેટમાં હવા ભરવાનું કારણ કઈક બીજું જ છે:

ચિપ્સના પેકેટમાં વધુ હવા ભરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છે, જેને લોકો સમજી નથી શકતા. આ હવા ને બે કારણોને લીધે ભરવામાં આવે છે.1-તે ચિપ્સને તૂટવાથી બચવામાં મદદ કરે છે. 2-આ હવા પ્રિઝર્વેટિવ્સનું કામ કરે છે.

પેકેટમાં ઉપસ્થિત એક્સ્ટ્રા સ્પેસને સ્લેક ફીલ કહેવામાં આવે છે. આ જગ્યા ચિપ્સને એક બીજાની જગ્યા લઈ લેતા તૂટવાથી બચાવે છે. જો ચિપ્સનું પેકેટ પુરી રીતે ભરેલું હશે, તો ટ્રાન્સપોર્ટના સમયે ચિપ્સ પુરી રીતે તૂટી શકે છે, પણ હવાને લીધે પેકેટ ફૂલેલા રહે છે જેને લીધે ચિપ્સ તુટતી નથી.પેકેટમાં રહેલી આ હવામાં નાઇટ્રોજન હોય છે, જે ચિપ્સને ફ્રેશ અને કુરકુરા બનાવી રાખે છે. જો નાઇટ્રોજનને લીધે પેકેટમાં ઓક્સિજન મોજુદ હોય છે, તે ચિપ્સ જલ્દી ખરાબ થઇ જાય છે. આ કારણને લીધે ચિપ્સનું પેકેટ સારી રીતે નાઇટ્રોજન ગેસથી ભરીને સીલ કરી દેવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!