તમે પણ તમારા લગ્ન માં આ 5 સિતારાઓ થી ઠુમકા લગાવી શકો છો, જો આટલી ફી ભરશો તો…..

0

લગ્ન નું પણ પોતાનું મહત્વ હોય છે. મંડપ અને ભોજન ની સ્વાદિષ્ટ ડીશ ના સિવાય તેમાં ખુબ જ દેખાડો કરવામાં આવતો હોય છે. કોઈ મહેમાનો મોંઘા મોંઘા ગિફ્ટ આપતા હોય છે તો કોઈ ઘરેણા થી દુલ્હા-દુલ્હન ને શણગારી દેતા હોય છે. પણ એક ક્લાસ તેનાથી પણ ઉપર આવે છે જેમાં લોકો પોતાના લગ્ન માં સેલિબ્રિટીઝ ને પણ બોલાવતા હોય છે. તેઓ આ સ્ટાર્સ ને બોલાવીને લગ્ન માં ડાન્સ પણ કરાવડાવે છે.એવામાં સ્વાભાવીક છે કે તેઓને બોલાવવા પર તેઓને ફી ની મોટી રકમ પણ આપવી પડતી હોય છે.
આજે અમે તમને જણાવીશું કે બૉલીવુડ ના આ સ્ટાર્સ લગ્ન માં ઠુમકા લગાવા માટે કેટલો ચાર્જ લે છે.

1.શાહરુખ ખાન:આજે પણ શાહરુખ ખાન નો રોમાન્સ નો જલવો ઉમર ની સાથે વધતો જઈ રહ્યો છે. તે આજે પણ પોતાના હાથ ફેલાવીને પોતાનો સિગ્નેચર પોઝ આપે તો અનેક યુવતીઓ પાગલ બની જાય છે. જણાવી દઈએ કે શાહરુખ ખાન કોઈ લગ્ન માં હાજર રહેવા માટેના 3 કરોડ રૂપિયા ની ફી લે છે.

2. પ્રિયંકા ચોપરા:પ્રિયંકા હાલ પોતાના જ લગ્ન ની તૈયારી માં વ્યસ્ત છે. પણ એક સમયે જયારે તે લગ્ન સમારોહ માં ડાન્સ કરતી હતી ત્યારે તે 2.5 કરોડ રૂપિયા ની ફી લેતી હતી.

3. કૈટરીના કૈફ:બૉલીવુડ ની ચમેલી જોકે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. જો કે આજકાલ તેની દિલચસ્પી નોન ફિલ્મી ઈવેન્ટ્સ માં વધી ગઈ છે. તે એક લગ્ન માં ડાન્સ કરવા માટેના 2.5 કરોડ રૂપિયા નો ચાર્જ લે છે.

4. અક્ષય કુમાર:જો કે અક્ષય કુમાર ની એન્ટ્રી દરેક ઇવેન્ટ માં દમદાર જ હોય છે. જો કે અક્ષય ઇવેન્ટ માં ડાન્સ ઓછો કરતા જોવા મળે છે છતાં પણ તે 2.5 કરોડ રૂપિયા ની ફી લે છે.

5. રણવીર સિંહ:રણવીર કોઈ પાર્ટીમાં પહોંચે અને તેમાં રંગ ના જામે એવું તે કઈ રીતે બને? જે ઇવેન્ટ માં રણવીર ની એન્ટ્રી થઇ જાય તેમાં ડાન્સ થવો તો નક્કી જ હોય છે. રણવીર સિંહ એક પાર્ટી માં જાવાના 1 કરોડ રૂપિયા લે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.