તમારા સફેદ વાળ મૂળમાંથી કાળા કરવા આ 1 વસ્તુ નારિયેળ તેલમાં ભેળવી માથામાં લગાવો પછી જુવો ચમત્કાર

0

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે.

Image Source

સફેદ વાળને કાળા કરવા માટે અનેક ઉપાયો અને અનેક પ્રયોગો આપણે કર્યા હશે. પણ બધા પ્રયોગો સફળ થતા નથી. અંતે આપણે ડાઈનો ઉપયોગ કરીએ છીએ. જે આપણા વાળ માટે હાનિકારક છે. અને એ ડાઈ જ એટલે કે કેમીકલ વાળી ડાઈને કારણે જ અસમયે વાળ વધુ સફેદ થવા લાગે છે. અને નાની ઉંમરે સફેદ વાળના કારણે વૃદ્ધ દેખાવવા લાગીએ છીએ.

ફક્ત કેમિકલવાળા શેમ્પુને કારણે જ નહીં પણ સફેદ વાળ માટે બીજા ઘણા પરિબળો જવાબદાર છે. જેમકે શરીરમાં પોષકતત્વોની ખામી અથવા તો પ્રદુષણ અને મહત્વનું કે હાલના કેમિકલવાળા શેમ્પુ જે વાળને સફેદ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

જો તમે તમારા સફેદવાળને કાળા કરવા ઈચ્છો છો તો અમે જે ઉપચાર જણાવી રહ્યા છીએ તેને અપનાવો. અને જો તમે એ ઉપચારનું રૂટિન બનાવી લેશો તો માત્ર એક મહિનાની અંદર તમારા માથામાં સફેદ વાળ ઉગવાના બંધ થઈ જશે.

ઉપચારની મહત્વની સામગ્રી છે મીઠો લીમડો અને નારિયેળનું તેલ.

મીઠા લીમડામાં આયર્ન અઢળક પ્રમાણમાં હોય છે. જે વાળને સફેદ થતા અટકાવે છે. તો નારિયેળનું તેલ અને મીઠા લીમડાના પાન વાળમાં ખોળો થતા અટકાવે છે તેમજ મોસ્ચરાઈજરનુ કામ કરે છે. કેવી રીતે ઉપયોગ કરવો નારિયેળના તેલ અને મીઠા લીમડાના પાનનો, ચાલો જાણીએ.

Image Source

20-25 મીઠા લીમડાના પાન અને એક કપ નારિયળ તેલને એક વાસણમાં ભેગા કરો અને તેને સાથે ભેળવી, ગેસ પર ગરમ કરી ઉકાળો. મિશ્રણ ઉકળ્યા બાદ તેને થોડા સમય ઠંડુ થવા દો. ત્યારબાદ વાળના મૂળિયા સુધી ઉતરે એ રીતે વાળમાં લગાવો. 10-15 મિનિટ ધીરા હાથે માલિશ કરો અને ત્યાર બાદ એક કલાક સુધી તેને માથામાં રહેવા દો. સામાન્ય રીતે આપણે માથામાં કઈ લગાવ્યા પછી શેમ્પૂથી માથું ધોતાં નથી. પણ અહીં શેમ્પુ અને કંડીશનરથી વાળને સારી રીતે ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ મિશ્રણને વાળમાં લગાવો. અને રેગ્યુલર થોડા મહિના સુધી ચાલુ રાખો. તમારા સફેદ વાળ કાળા થવા લાગશે.

Image Source

મીઠા લીમડા અને નારિયેળ તેલ સિવાય તમે ઘરમાં રહેલ વેસલીનના ઉપયોગથી પણ વાળ કાળા કરી શકો છો. એક ચમચી વેસલીન લો, વાળની લંબાઈ મુજબ તમે વધુ ચમચી ઉમેરી શકો છો. હવે એ વેસલીનમાં 1 ચમચી કુંવારપાઠું ઉમેરો. ધ્યાન રહે વેસલિન અને કુંવારપાઠાનું જેલ બંને સરખા પ્રમાણમાં જ રહે. હવે તે મિશ્રણમાં અંતે મેડીકલમાં મળતી વિટામીન ઈની કેપ્સુલનું તેલ ઉમેરો. અને આ મિશ્રણને સરખું ભેળવી વાળના તળિયા સુધી પહોંચે એ રીતે લગાવો.

એક એક પાથી પર આ મિશ્રણ પહોંચે એના માટે તમે કાંસકાને મિશ્રણ લગાવતી વખતે માથામાં ફેરવી શકો છો. મિશ્રણ લગાવ્યા બાદ હલકા હાથે 10 થી 15 મિનિટ માલિશ કરો. સામાન્ય રીતે આપણે માથામાં કાંઈ લગાવ્યા પછી શેમ્પૂથી માથું ધોતાં નથી. પણ અહીં શેમ્પુ અને કંડીશનરથી વાળને સારી રીતે ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ મિશ્રણને વાળમાં લગાવો. અને રેગ્યુલર થોડા મહિના સુધી ચાલુ રાખો. એક મહિનાની અંદર તમારા સફેદ વાળ કાળા થવા લાગશે. અને સાથે ઘટ્ટ પણ બનશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here