તમારા મોબાઇલમા ભૂલથી પણ સેવ ન કરો આ 6 વસ્તુઓની માહિતી, નહીતર કરવો પડશે મુશ્કેલીનો સામનો…

0

આજકાલ મોબાઇલ સૌ કોઇની જરૂરિયાત બની ગયો છે, જેના વગર એક દિવસ રહેવાની કલ્પના કરવી ઓન મુશ્કેલ છે. આ હવે ફક્ત એક સંચાર ઉપકરણ જ નથી રહ્યો, પરંતુ તે ઘણી દૈનિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટેનું પણ એક સાધન બની ગયો છે. અત્યારે ઘણી બધી એવી ડિટેલ મોબાઇલમાં સ્ટોર રાખવામા આવે છે. જેમાં અમારી વ્યક્તિગત વિગતો પણ હોય છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે જો દરેક વસ્તુના ફાયદાઓ જેટલા છે તેટલું નૂકશાન પણ હોઈ શકે છે.આજે, અમે તમને કહી રહ્યા છીએ કે તમારે મોબાઇલમાં કઈ વસ્તુઓને સાચવવી ન જોઈએ. કેમકે તેનાથી નૂકશાન પણ થઈ શકે છે. .

1. બેંક ખાતાની માહિતી

જો મોબાઈલ હંમેશાં સાથે જ રહે છે, એટ્લે આપણે તેનો વ્યક્તિગત રીતે પણ ઉપયોગ કરીએ છીએ અને એ પણ તમને ખાતરી છે કે તમારી માહિતી સુરક્ષિત છે. પરંતુ અમે તમને જણાવીએ છીએ કે મોબાઇલમાં તમારી બેંકની વિગતો રાખવી એ ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. જો તમે તમારી બેંકમાંથી સમગ્ર માહિતીને મોબાઇલમાં સાચવીને રાખી હોય તો તેને દૂર કરવી જ વધારે પ્રમાણમાં યોગ્ય રહેશે.

2. એટીએમ પિન

ઘણા લોકોને તેમના પાસવર્ડ્સ યાદ રહેતો હોતો નથી. એટ્લે એ પણ એક સમસ્યા જ છે, તેથી તેઓ તેમના ફોનમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની PIN સાચવી શકે છે, જે તમારા ફોનમાંથી આસાનીથી ચોરી થઈ શકે છે.

3. એકાઉન્ટ અથવા પાસબુકનો ફોટો

આ ભૂલ દરેક વ્યક્તિ કરે છે, તે પોતાની પાસબુક અથવા બેન્ક એકાઉન્ટની માહિતીનો ફોટોગ્રાફ પોતાના ફોનમાં સાચવી રાખતા હોય છે. જો તમે પણ આવું જ કરી રહ્યા તો એ હવે ન કરતાં કેમકે તમે ખુદ ચોરને આમંત્રણ આપો છો કે એ તમને આવી ને લૂંટી જાય.

4. મોબાઇલ પરથી ઑનલાઇન બેંકિંગ વિગતો દૂર કરો :

આજની તારીખે, ઘણા મોબાઇલ એપ્લિકેશન્સ તમને બેંક વિગતો અથવા કાર્ડ વિગતોને સેવ કરવાનો ઓપ્સન આવે છે. જે ઓપશન તમારો સમય તો બચાવશે. પરંતુ આ ભૂલ તમે તમારા બેન્ક એકાઉન્ટને ખાલી કરવા માટે જ કરી રહ્યા છો. માટે ક્યારેય ભૂલથી પણ તમારા મોબાઇલમાં તમારી બેન્કની કોઈપણ વિગતો સાચવવી જોઈએ નહી.

5. વૉટસએપ

આજકાલ દરેકના મોબાઇલ વોટ્સઅપ તો હશે જ ને દરેક તેનો ઉપયોગ પણ કરતાં જ હશે. માટે ક્યારેય વોટ્સઅપ પર તમારી બેન્કની વિગતો શેર ન કરવી જોઈએ. કેમકે આમ કરવાથી તમારી બેન્ક ડીટેલ લીક થવાની પૂરેપૂરી સંભાવના છે.

6. પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો

જો તમે આ વસ્તુઓનો ફોટો તમારા મોબાઇલમા સ્ટોર કરતાં હોય તો એ ક્યારેય ન કરશો. કેમકે તમે તમારા PAN કાર્ડ અથવા આધાર કાર્ડની માહિતીને ક્યારેય બચાવી શકશો નહી. એ જો એકવાર ચોરી થઈ જશે તો તેનો ઉપયોગ ખોટી રીતે પણ થઈ શકે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here