તમારા જીવનસાથી તમને સાચો પ્રેમ કરે છે કે નહિ એ સવાલનો જવાબ તમને આ લેખ વાંચીને મળી જશે…

0

ફક્ત I Love You કહેવાથી કે પછી નાની મોટી ગીફ્ટ આપવાથી પ્રેમ સાબિત થતો નથી. આજકાલના યુવાનો અને યુવતીઓ કે જે એકબીજાને જાનું, બાબુ, બેબી વગેરે જેવા સંબોધન કરીને એકબીજાના હાથમાં હાથ નાખીને બગીચામાં ફરતા હોય છે શું ફક્ત આટલું પ્રેમ માટે બહુ છે? ના આજે અમે તમને જણાવીશું કે પ્રેમ કોને કહેવાય. જરૂરી નથી કે પ્રેમને શબ્દોમાં ઢાળવો. તમે એકબીજાની પસંદ નાપસંદ અને કેર કરીને પણ પ્રેમ છે કે નહિ તે જણાવી શકો છો અને જાણી પણ શકો છો. આજે અમે અહિયાં થોડા બનાવ તમને જણાવીશું જેમાં તમે પોતે જ જાણી શકશો કે ખરેખર પ્રેમ એટલે શું.

એક કપલ છે જેમના બે બાળકો પણ છે. જયારે પણ દિવાળી આવવાની હોય ત્યારે પત્ની એ ઘર સાફ સફાઈનું કામ કરતી હોય છે. પતિ પણ આ વાત જાણે છે અને સાંજે જયારે થાકેલી પત્ની એ પતિને ફોન કરે કે સાંજે જમવામાં શું બનાવું ત્યારે પતિ જવાબ આપે કે સાંજે કશું બનાવીશ નહિ હું બહારથી પાર્સલ કરાવીને લાવીશ, તું આરામ કર. જોયું આને કહેવાય પ્રેમ.

રાત્રે મિત્રોને મળવા જવાનો પ્લાન હોય અને મિત્રો સાથે મોડું થવાનું હોય ત્યારે પતિ એ પત્નીને પોતાની રાહ જુએ નહિ અને સુઈ જાય એવું કહે છે અને સાથે ઘરની ચાવી પણ લેતો જાય છે જેથી કરીને જયારે તે પરત આવે ત્યારે તેની પત્નીની ઊંઘ ના બગડે. પરત આવીને જુએ કે પત્ની શાંતિથી ઊંઘી રહી છે તો તે ડીસ્ટર્બ ના થાય તેવી રીતે પોતાનું કામ પતાવું અને પછી સુઈ જવું. આ પણ એક રીતનો પ્રેમ જ છે.

રાત્રે તમે જુઓ કે તમારા પાર્ટનરને ઠંડી લાગી રહી છે અને ઓઢવાનું ખસી ગયું છે કે પછી ઓઢવાનું ભૂલી ગયા છે તો તમે તેમનું ઓઢવાનું સરખું કરો કે પછી તેમને ઓઢાડો તો આ પણ પ્રેમ છે જો તમારા પાર્ટનર તમારી જાણ બહાર તમારી કેર કરે તો તે પણ પ્રેમ જ છે.

સવારે કોઈ દિવસ વહેલા ઉઠીને પતિ પોતાની પત્ની માટે ચા અને બ્રેડ બટર તૈયાર કરે અને તેને આવી સરપ્રાઈઝ આપે તો તેને પણ પ્રેમ જ કહેવાય. તમારા પાર્ટનરને કોઈ વસ્તુ કે વાત પસંદ છે પણ તમને એ બહુ ગમતું નથી તે છતાં તમારા પાર્ટનર એ વસ્તુ કે એ કામ કરે તો પણ તેને પ્રેમ જ કહેવાય.

આવા તો બીજા ઘણાબધા કિસ્સા અને વાતો છે જેમાં સાબિત થાય છે કે પ્રેમ શું છે. જો તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા માટે પ્રેમ એટલે શું એ પણ જણાવજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here