તમારા ડાઈટીંગ માં કીશમીશ ઉમેરવા થી આ 10 અનોખા ફાયદા થશે….

0

આયુર્વેદ માં મુનક્કા ના ઘણા ફાયદા કહેવા માં આવેલ છે. સામાન્ય ભાષા માં તેને કિશમિશ પણ કહેવા માં આવે છે. ઘણા લોકો તેને દ્રાક્ષ પણ કહે છે, કારણ કે જયારે દ્રાક્ષ ને વિશેષ રૂપ થી સુખવવા માં આવે છે તો તે કિશમિશ બની જાય છે મુનક્કા ને શરદી, તાવ અને ઉધરસ માટે સૌથી સારી દવા માનવા માં આવે છે. આ સુકો માવો શરીર ના વાયુ દોષ ને દુર કરે છે અને લોહી પણ ભરાય છે. આ મુનક્કા માં ઔષધીય ગુણો ભરેલા હોય છે. તો આવો જાણ્યે કે મુનક્કા ના શું શું ફાયદા છે. અને આ કેવી રીતે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માં મદદ કરે છે.

1.બ્લડ સર્ક્યુલેશન –
કિશમિશ ના સેવન થી બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેનાથી બોડી માં ચમક આવે છે અને રંગ પણ નિખરે છે.

2. પાચન શક્તિ –
કફ અને પાચન ની સમસ્યા માં કિશમિશ નું પાણી ખુબ ફાયદાકારક હોય છે. કિશમિશ ખાયા પછી તે પેટના પાણી ને પૂરું શોષી લે છે અને સ્વયં ફૂલીને કફ થી રાહત આપે છે. કિશમિશ માં એંટીઓક્સીડેંટ, ફાઈબર, કેલ્શિયમ ની માત્રા જોવા મળે છે જે કબ્સ થી રાહત દે છે. આવી રીતે કબ્સ ના રોગી જો દરોજ્જ ચાર થી પાંચ કિશમિશ નું સેવન કરે તો તેમને લાભ મળશે.

3. વજન વધારવા માં મદદગાર –
જેવું કે કહેવા માં આવે છે કે મેવે વજન વધારવા માં સહાયક હોય છે. કિશમિશ માં ગ્લુકોઝ હોય છે જે એનર્જી પ્રદાન કરે છે. કિશમિશ ખાઈને આપ વગર કોલેસ્ટ્રોલ આપનો વજન વધારી શકો છો.

4. કૈંસર માટે –
ચિકિત્સક કહે છે કે આપના ડાઈટ માં કિશમિશ નો ઉમેરો કરવા થી ઘણા પ્રકાર ના કૈંસર થી બચી શકાય છે. કિશમિશ કૈચીન ના મુક્ત કણો ને શરીર થી ખત્મ કરવા માં મદદ કરે છે. જે કૈંસર નું કારણ બને છે.5. ઊંધ ન આવવા ને માટે –
વર્તમાન સમય માં ઊંધ ન આવવી એક સમસ્યા થી ઘણા લોકો પીડાતા હોય છે જો આપ કિશમિશ નું સેવન કરશો તો
ઈન્સોમેનિયા જેવી બીમારી થી બચી શકો છો

6. લોહી ની માત્રા વધારે –
કિશમિશ માં આયર્ન ની માત્રા ખુબ જોવા મળે છે. એટલા માટે તેનું સેવન થી એનિમિયા કે સામાન્ય ભાષા માં લોહી ની અછત થી મુક્તિ મળે છે તો હર રોજ કિશમિશ નું સેવન કરવું જોયે. આ સમસ્યા થી છુટકારો મળશે.

7. એંટીબેક્ટેરિયલ ગુણ –
કિશમિશ માં ઘણા પ્રકાર ના ઔષધીય ગુણ હોય છે. જેમાં થી એક છે તેનું એંટીબેક્ટેરિયલ ગુણ આ આપને શરદી તાવ થી બચાવે છે. જો આપને કયારેય શરદી ઉધરસ થાય તો કિશમિશ નો ઘરેલું ઉપચાર ની રીતે પ્રયોગ કરી શકો છો. એ ખુબ લાભદાયક સિદ્ધ થશે.

8. સાંધા ના દુખાવા માં મદદ કરે છે –
નિશ્ચિત રીતે આમાં કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકા ને સ્વસ્થ રાખે છે અને ગ્રોથ માટે આવશ્યક છે. જો આપ શરીર ના સાંધા ના દુખાવા થી પીડાવ છો તો દરેક સવારે ભીંજવેલ કિશમિશ નું સેવન કરવા થી ફાયદો થશે.9. આંખો માટે –
કિશમિશ માં બીતા કૈરોતીન અને વિટામીન એ હોય છે. જે આંખો ના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. કિશમિશ ખાવા થી આંખ ની માંશપેશીઓ સ્વસ્થ રહે છે.

10. હદય રોગ –
કિશમિશ નું સેવન કરવા થી દિલ ને સ્વસ્થ રાખવા માં મદદ મળે છે. સાથે જ કિશમિશ માં પોટેશિયમ ની માત્રા વધુ હોય છે જે ઉચ્ચ રક્તચાપ ને ઓછું કરવા માં મદદ મળે છે. કહેવા માં આવે છે કે કિશમિશ નો સ્વભાવ ગરમ હોય છે, એટલે ચિકિત્સક મોટાભાગે તેનું સેવન ઠંડા વાતાવરણ માં કરવા કહે છે. ગરમી માં પણ કરી શકો છો પરંતુ ઓછી માત્રા માં કારણ કે તેના વધુ સેવન થી તાવ જેવી સમસ્યા થઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.