તમારા દરેક રહસ્ય જણાવે છે તમારા નામનો પહેલો અક્ષર, જાણો તમારા પ્રિયજનના નામનું રહસ્ય.

0

તમે પણ સાંભળ્યું તો હશે જ કે “નામમાં શું રાખ્યું છે?” તો તમને જણાવી દઈએ કે નામમાં તો કાઈ નથી રાખ્યું પણ નામના પહેલા અક્ષરમાં ઘણું બધું છુપાયેલુ છે. કારણકે નામના પહેલો અક્ષર એ વ્યક્તિના સ્વભાવ અને તેના ભવિષ્ય વિષે જણાવે છે. અંક જ્યોતિષ અનુસાર કોઈપણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેનો સ્વભાવ કેવો હશે? એ વાત અને બીજી ઘણી વાતો તમારા નામનો પહેલો અક્ષર જણાવે છે.

આવો જણાવીએ કે કોઈ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તે વ્યક્તિ વિષે શું જણાવે છે.

A : જે પણ લોકોના નામનો પહેલો અક્ષર અંગ્રેજી A હોય છે તે લોકો બહુ સાહસી હોય છે પણ તેઓ થોડા નબળા હોય છે. આ લોકો બીજાની વાતોમાં બહુ જલ્દી આવી જાય છે. તેઓ પોતાના કામના પ્રત્યે ઈમાનદાર હોય છે. તેઓ દરેક વાતમાં પોતાનો સ્વાર્થ જ જોતા હોય છે. તેઓમાં ટીમના લીડર બનવાની પણ ક્ષમતા હોય છે.

B : B અક્ષરથી જેમનું નામ શરુ થતું હોય છે તેઓ બહુ ભાવુક સ્વભાવના હોય છે. આ લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. તેઓ બહુ મહેનત કરવામાં માને છે પણ તેઓને તેમની મહેનતનું પરિણામ મળતું નથી. આ લોકો અમુક વિષયમાં લાલચી હોય છે.

C : C અક્ષરથી જે વ્યક્તિઓના નામ શરુ થતા હોય છે તેઓ બહુ ખુશમિજાજ અને મિલનસાર સ્વભાવના હોય છે. તેમના મિત્રોની લીસ્ટ બહુ લાંબી હોય છે. આ લોકો બહુ જલ્દી ગુસ્સે થઇ જતા હોય છે. નાની નાની વાતોમાં તેઓ બહુ જલ્દી ગુસ્સે થઇ જતા હોય છે.

D : જો લોકોનું નામ D અક્ષરથી શરુ થતું હોય છે તેઓની ઈચ્છા શક્તિ બહુ મજબુત હોય છે તેઓ જીદ્દી સ્વભાવના હોય છે. બિઝનેસમાં આ લોકો બહુ સફળ સાબિત થતા હોય છે તેઓ કોઈપણ બાબતમાં બાંધછોડ કરવા તૈયાર નથી થતા.

E : E અક્ષર વાળા લોકો સ્વભાવે ખુબ રમુજી સ્વાભાવના હોય છે. તેઓ દુઃખમાં પણ કુશી શોધી લેતા હોય છે. તેમની બુદ્ધિ શક્તિ ગજબની હોય છે. કલ્પના શક્તિ મજબુત હોવાના કારણે તેઓ રચનાત્મક કાર્યોમાં આગળ હોય છે. તેઓ સારા લેખક, પેન્ટર હોય છે.

F : જે લોકોના નામ F અક્ષરથી શરુ થતું હોય છે તેઓ નકારાત્મક વિચારધારા ધરાવતા હોય છે. પ્રેમ કરવામાં તેઓ પહેલા નંબરે આવે છે. તેઓ એકવાર જેને પ્રેમ કરે છે તેને જીવનભર નિભાવે છે. આવા લોકો ઈમાનદાર તેમજ કામ પ્રત્યે સભાન હોય છે. પણ ઘણીવાર તો પોતાની જાતને એકલા સમજતા હોય છે.

G : આ અક્ષરથી નામ શરુ થતા હોય તેવા લોકો બહુ ધાર્મિક સ્વભાવના હોય છે. આ લોકો પોતાનું જીવન પોતાના નિયમો પર જીવવા માંગે છે. આ લોકોને કોઈ બહારનું વ્યક્તિ તેના જીવનમાં દખલ કરે એ પસંદ નથી હોતું. આ લોકોનો સ્વભાવ થોડો શંકાશીલ પણ હોય છે.

H : H અક્ષરથી જે વ્યક્તિઓનું નામ શરુ થતું હોય છે તે લોકો અંતર્મુખી હોય છે. તેઓને લોકો સાથે હળવું મળવું પસંદ નથી. સફળતા પામવા માટે આ લોકો કશું પણ કરી શકે છે. તેઓ બહુ મહેનતુ અને સફળતાના શિખરોસર કરવામાં માનતા હોય છે.

I : જે વ્યક્તિઓનું નામ I થી શરુ થતું હોય છે તેઓ લોકોની ભીડમાંથી આગળ આવે છે અને એક સારા લીડર બની શકે છે. તેઓ કોઈપણ વ્યક્તિને પ્રેરણા આપી શકે છે. આ લોકોને કળા અને વિજ્ઞાન જેવી પ્રવૃતિઓમાં રસ ધરાવતા હોય છે. તેઓ માનસિક રીતે હંમેશા પરેશાન જ રહેતા હોય છે.

J : J અક્ષર વાળા લોકોના જીવનમાં કોઈપણ પ્રકારનો ઉદેશ્ય કે લક્ષ નથી હોતા. તેમનું જીવન નીરસ હોય છે અક્ષર J વાળા લોકો વધારે પડતા આળસુ હોય છે. જો તેઓ એકવાર આળસને ત્યાગે તો તેઓ જીવનમાં બહુ ઊંચા પદ પર પહોચી શકે છે.

K : આ અક્ષર કોઈપણ કાર્યની પરિપૂર્ણતાને બતાવે છે. આ અક્ષરવાળા લોકો એકવાર જે કામ કરવાનું ધારી લે છે તેને પૂરું કરીને જ રહે છે. તેઓ ખુબ જ ભાવુક, સંવેદનશીલ અને કલ્પનાશીલ વ્યક્તિ હોય છે. આ લોકો અંદરથી ખુબ જ દયાળુ હોય છે.

L : L અક્ષર વાળા લોકો બહુજ સારા યજમાન હોય છે તેઓનો સ્વભાવ સમર્પિત ભાવ વાળો હોય છે. તેઓને વ્યવસ્થિત જીવન જીવવાનું પસંદ હોય છે. તેઓ લગભગ દરેક ક્ષેત્રમાં માહેર હોય છે. આ લોકોને જીવનમાં ઘણા અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે.

M : M અક્ષરથી શરુ થતા નામવાળા લોકોનું જીવન બહુ અવ્યવસ્થિત હોય છે. તેઓ કશું પણ વિચાર્યા વગર નિર્ણય કરતા હોય છે. તે જીવન જીવવા માટેના કોઈપણ પ્લાન બનાવતા નથી. તેઓ પરિસ્થિતિને અનુરૂપ થઇને જીવતા હોય છે. આ લોકો બહુ જલ્દી ગુસ્સે થઇ જતા હોય છે.

N : N અક્ષરથી શરુ થતા નામ વાળા લોકો એ બહુ સારા વક્તા અને લેખક હોય છે. આ લોકોની કહેલી વાતોની દુનિયા દીવાની થઇ જાય છે. આવા લોકો બહુ ઈર્ષાળુ સ્વભાવના હોય છે. જે લોકો તેમની સાથે નથી ચાલતા તેઓને તે પાછળ પાડી દે છે.

O : O અક્ષર પ્રતિબદ્ધતા અને સમર્પણને દર્શાવે છે આ નામવાળા લોકો એક જવાબદાર વ્યક્તિ સાબિત થાય છે. તેઓ દરેક કામને બહુ સરળતાથી અને ઈમાનદારીથી કરતા હોય છે. આ લોકોને બહુ જલ્દી સફળતા મળતી હોય છે. આ લોકોના મિત્રો બહુ ઓછા લોકો હોય છે.

P : P અક્ષર એ શક્તિનું પ્રતિક છે આ લોકોમાં સાહસવાળા કામ કરવાની ક્ષમતા અદ્ભુત હોય છે. તેઓ ખુબ મહેનતુ હોય છે પણ તેમને તેમની મહેનતનું ધાર્યું પરિણામ મળતું નથી. તેઓ કોઈપણની પીઠ પાછળ વાતો કરતા નથી.

Q : Q અક્ષર વાસ્તવિકતાને દર્શાવે છે. આ લોકોમાં લીડરશીપનો ગુણ જન્મજાત હોય છે. તેઓ પોતાની શક્તિ પ્રમાણે સફળતાના શિખર પર પહોચતા હોય છે. પણ તેઓ બહુ લાંબા સમય સુધી તેને ટકાવી શકતા નથી. તેઓ પોતાની નબળાઈને કારણે હારી જતા હોય છે.

R : અક્ષર R એ સંભાવનાઓનું પ્રતિક છે. જે લોકોનું નામ આ અક્ષરથી શરુ થતું હોય છે તેઓ પહેલેથી જ બહુ મહેનતુ અને લાગણીશીલ હોય છે. તેઓ સંબંધ બહુ સારી રીતે નિભાવતા હોય છે.

S : જે લોકોના નામ આ અક્ષરથી શરુ થતા હોય છે તે લોકો પોતાનું કામ પૂરું કરવા માટે દરેક પ્રયત્ન કરે છે. આ અક્ષર એ નવી શરૂઆતને દર્શાવે છે. આ લોકો પોતાની ભૂતકાળની ભૂલોથી શીખતા નથી તેઓ પોતાની એકવાર કરેલી ભૂલો ફરીથી કરે છે.

T : T એ પ્રગતિનું પ્રતિક છે. આ લોકો બહુ લાગણીશીલ હોય છે, તેઓ સંવેદનશીલ પણ હોય છે. આ લોકોને ધીરજ રાખતા શીખવાની જરૂરત છે. તેઓ નાની નાની વાતે ગુસ્સે થઇ જતા હોય છે. તેઓ ગુસ્સામાં પોતાનું જ નુકશાન કરાવી જાય છે.

U : U અક્ષરથી જે લોકોનું નામ શરુ થાય છે તે લોકો બહુ લકી હોય છે તેઓ પોતાની સાથે થયેલા ખરાબ વ્યવહારને ભૂલતા નથી. તેઓ સમય આવ્યે પોતાના અપમાનનો બદલો લેતા જ હોય છે. તેમનાથી ખોટું અને બેવફાઈ સહન નથી થતી.

V : V અક્ષર વાળા લોકો સ્વાભિમાની હોય છે તેઓને કોઈની પણ મદદ લેવી ગમતી નથી. તેઓ બહુ વિશ્વાસુ અને વ્યવહારિક વ્યક્તિ હોય છે. તેઓને સત્યના માર્ગ પર ચાલવાનું પસંદ છે. જયારે કોઈ તેમની વાત નથી માનતું તો તેમને બહુ ગુસ્સો આવે છે.

W : જે લોકોનું નામ આ અક્ષરથી શરુ થતું હોય છે તેઓને પોતાના જીવનમાં હંમેશા જોખમ ઉઠાવવા ગમતા હોય છે. આ લોકો બીજાની માટે પણ અનેક સમસ્યા ઉભી કરતા હોય છે. આ લોકો પરિવાર પ્રત્યે સમર્પિત હોય છે અને પરિવારને સુખી રાખવા માટે તેઓ પોતાનાથી બનતા પ્રયત્ન કરતા હોય છે.

X : જે લોકોનું નામ આ અક્ષરથી શરુ થતા હોય છે તેઓની પર બહુ ભરોસો કરવા જેવો નથી. તેઓ પોતાના વચનને તોડતા વિચારતા પણ નથી. તેઓ પ્રેમમાં દગો આપતા હોય છે. આ લોકો લાલચુ પણ હોય છે તેઓ જ્યાં પૈસા મળે ત્યાં દોડ્યા જાય છે.

Y : Y અક્ષર વાળા લોકો જીવનમાં કોઈપણ વાર એકલા હાથે કોઈપણ પસંદગી નથી કરી શકતા. આવા લોકોમાં નિર્ણયશક્તિનો અભાવ હોય છે. એટલા માટે જ તેઓ હંમેશા ગૂંચવાયેલા જ રહે છે. તેઓ કોઈપણ વાર પૈસા ભેગા નથી કરી શકતા અને તેમના માથે પૈસાનું દેવું વધારે હોય છે.

Z : જે લોકોનું નામ Zથી શરુ થતું હોય છે તેઓ બહુ આશા ભરેલા વ્યક્તિ હોય છે. તેઓ બહુ વ્યવહારુ વ્યક્તિ હોય છે. જમીનથી જોડાયેલા હોવાને કારણે આ લોકો સારા મિત્રો પણ સાબિત થાય છે. આ લોકો સમાજ, પરિવાર અને દેશના સારા પ્રતિષ્ટિત વ્યક્તિ સાબિત થાય છે.

જે નામ સાથે તમારા મિત્રોનો કે પછી પરીચીતનો સ્વભાવ મળતો આવતો હોય તેમને ટેગ જરૂર કરજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here