તમારા બ્રેનને સખત નુકસાન પહોંચાડે છે આ 10 ફૂડ અને 7 આદતો, બચીને રહેજો

બ્રેન માટે નુકસાનકારક 10 ફૂડ્સ અને 7 આદતો વિશે જાણો

એવું કહેવાય છે કે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. શું તમે જાણો છો કે આપણે જેવો ખોરાક ખાઈએ છે આપણાં મગજ પર તેની એવી જ અસર થાય છે. કેટલાક ફૂડ્સ બ્રેન માટે ફાયદાકારક હોય છે જ્યારે કેટલાક બ્રેનને નુકસાન કરે છે. જે ફૂડ્સમાં ટ્રાંસ ફેટ્સ અને ફ્રક્ટોઝ વધુ માત્રામાં હોય છે તેની નેગેટિવ ઈફેક્ટ નર્વસ સિસ્ટમ પર થાય છે. જેના કારણે સોચવા-સમજવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે, સાથે જ બ્રેનના ફંક્શન અને બ્રેન પાવરને નુકસાન થાય છે અને રોજિંદા જીવનની કેટલીક એવી આદતો એવી હોય છે જે ધીરે-ધીરે બ્રેનને ઈનએક્ટિવ બનાવી દે છે. તો આજે જાણી લો તમારા હેલ્ધી બ્રેનને નુકસાન પહોંચાડતા 10 ફૂડ્ વિશે જે ખાવાનું અવોઈડ કરવું જોઈએ અને 7 એવી આદતો જેનાથી બ્રેન નબળું થતું જાય છે.

1. વ્હાઈટ બ્રેડ:

જેમાં ફ્રુક્ટોઝની માત્રા વધુ હોય છે. જેના કારણે થીંકીંગ પાવર ઓછો થવા લાગે છે.

2. ચા અથવા કોફી:

વધુ ચા-કોફી પીવાથી તેમાં રહેલું કેફીન મગજને નબળું બનાવી દે છે. જે વિચારવાની ક્ષમતાને ઓછુ કરે છે.

૩. ખાંડ:

જેમાં ફ્રુક્ટોઝ વધુ માત્રામાં હોય છે જેને લીધે બ્રેઈન નબળું પડે છે. વધુ ખાંડ ખાવાથી શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

4. સોફ્ટ ડ્રીંક:

જેમાં રહેલા ફ્રુક્ટોઝ અને હાઈ કેલેરીને લીધે મેમરી પાવર ઘટવા લાગે છે.

5. મીઠું:

જેમાં રહેલું સોડીયમ બ્રેઈન પાવર ઘટાડે છે. વધુ મીઠું ખાવાથી વિચારવાની અને સમજવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

6. માઈક્રોવેવ પોપકોર્ન:

જેમાં ટ્રાન્સ ફેટની માત્રા વધુ હોય છે. જેના કારણે અલ્ઝાઈમર થવાનો ખતરો રહે છે.

7. આઈસક્રીમ:

જેમાં રહેલા ટ્રાન્સ ફેટ અને હાઈ કેલેરીને લીધે મગજ નબળું પડે છે. વધુ આઈસક્રીમ ખાવાથી યાદશક્તિ ઓછી થવાની સંભાવના રહે છે.

8. ફ્રુટ જ્યુસ:

જેમાં ખાંડની માત્રા વધુ હોવાને લીધે મગજનો સ્ટેમિના ઘટવા લાગે છે.

9. ચીઝ:

જેમાં ફ્રુક્ટોઝ અને હાઈ કેલેરી હોય છે જેને લીધે મગજ નબળું થાય છે. વધુ ચીઝ ખાવાથી મેમરી પાવર ઘટવા લાગે છે.

10. કેક અથવા મફીન્સ:

જેમાં રહેલા ટ્રાન્સ ફેટને કારણે મગજમાં સંકોચન પૈદા થાય છે. જેના કારને અલ્ઝાઇમર થવાનો ભય રહે છે.

11. અપૂરતી ઊંઘ:

જે લોકો ઓછી ઊંઘ કરે છે તેમના મગજને પણ આરામ મળતો નથી. મગજની કાર્યક્ષમતા ઘટવા લાગે છે અને તેના થકી રોગ થઇ શકે છે.

12. નાસ્તો ન કરવો:

સવારે નાસ્તો ન કરવાથી મગજમાં ગ્લુકોઝની સપ્લાઈ ઘટી જાય છે. જેના કારણે આખો દિવસ થાક લાગે છે.

13. ઓવરઇટીંગ:

જયારે આપળે વધુ ખાઈએ છીએ ખાસ કરીને જંક ફૂડ ત્યારે પેટ ભરેલું રહે છે અને તેને લીધે મગજ ભૂખ લાગવાનું સિગ્નલ આપતું નથી. અને આ રીતે મગજની ક્ષમતા પર ખરાબ અસર પડે છે.

14. ઓછુ પાણી પીવું:

જો તમે આખા દિવસમાં 8 ગ્લાસથી ઓછુ પાણી પીઓ છો તો ડીહાઈડ્રેશનને કારને બ્રેઈનના ટીસ્યુ સંકોચવા લાગે છે અને મગજને નુકસાન પહોંચાડે છે.
15. મલ્ટીકાસ્ટિંગ:

સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના એક રીસર્ચ પ્રમાણે જે લોકો મલ્ટીકાસ્ટિંગ કરે છે તેમના મગજની ક્ષમતા ધીરે ધીરે ઘટવા લાગે છે.

16. સ્મોકિંગ:

સ્મોકિંગ દરમિયાન શરીરમાં કેટલાક હાર્મફૂલ કેમિકલ રીલીઝ થાય છે, જે લોહીને જાડુ કરે છે, જેથી મગજ સુધી લોહીનું સપ્લાઈ ઘટે છે અને મગજ સંબંધી રોગો થઈ શકે છે.

17. સ્ટ્રેસ:

તણાવને કારણે શરીરમાં કોર્ટીસોલ હોર્મોન રીલીઝ થતો હોય છે, જે મગજ માટે ખુબજ નુકસાન કરક છે.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!