તમને ફાસ્ટ ફુડ ખાવાનો શોખ હોય તો ઘરે બનાવો Veg Sprig Roll

જો તમને ફાસ્ટ ફુડ ખાવાનો શોખ હોય અને ઠંડીની સીઝનમાં તમને કઈંક ગરમાગરમ ખાવાનું મન થતું હોય, તો તમે ઘરે જ વેજ સ્પ્રિંગ રોલ્સ બનાવી શકો છો.

સામગ્રી :

બે ચમચી તેલ, ઝીણું સમારેલું લસણ એક ચમચી, ઝીણું સમારેલું આદુ એક ચમચી, 150 ગ્રામ સમારેલી ડુંગળી, 55 ગ્રામ સમારેલું ગાજર, 100 ગ્રામ સમારેલુ શિમલા મરચું, 100 ગ્રામ સમારેલી કોબીજ, 340 ગ્રામ બાફેલા નૂડલ્સ, એક ચમચી સોયા સોસ, એક ચમચી મીઠું, અડધી ચમચી સફેદ મરચું, 30 ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી, સ્પ્રિંગ રોલ શીટ જરૂરિયાત અનુસાર, બે ચમચી પાણી.

બનાવવાની રીત :

1. ધીમા તાપે એક પેનમાં બે મોટા ચમચા તેલ ગરમ કરવું. પછી તેમાં 1 નાની ચમચી લસણ અને 1 નાની ચમચી આદું નાખીને 2થી 3 મિનિટ સુધી હલાવો. 2. તેના પછી તેમાં 150 ગ્રામ ડુંગળી નાખીને સારી રીતે ફ્રાય કરી લો.

3. હવે પેનમાં 55 ગ્રામ ગાજર, 100 ગ્રામ શિમલા મરચું, અને 100 ગ્રામ કોબીજ નાખીને થોડીવાર સુધી ચઢવા દો. 4. હવે આ મિશ્રણમાં 340 ગ્રામ બાફેલા નૂડલ્સ મિક્સ કરો.

5. પછી એક ચમચી સોયા સોસ, અડધી ચમચી સફેદ મરચું અને એક નાની ચમચી મીઠું નાખીને 3થી 5 મિનિટ સુધી ચઢવા દો. પછી તેમાં સમારેલી 30 ગ્રામ લીલી ડુંગળી નાખીને ફરીથી મિક્સ કરો. 6. બધા મિશ્રણ ચઢી જાય પછી તેને બાઉલમાં કાઢી લો. એક સ્પ્રિંગ રોલ શીટ લેવી અને નૂડલ્સના બનાવેલા મિશ્રણને તેના ઉપર નાખીને રોલ કરો. 7. ધીમાં તાપે એક કઢાઈમાં પર્યાપ્ત તેલ ગરમ કરવું અને આ રેલ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો.

8. તો તૈયાર છે વેજ સ્પ્રિંગ રોલ્સ તૈયાર છે. તેને રેડ ચીલી સોસ અથવા કેચઅપની સાથે સર્વ કરો.

Recipe source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!