રોજ માત્ર 1 મિનિટ તાળી પાડો અને શરીર માં થશે આવા ચમત્કાર, વાંચો લેખ

0

દરેક વ્યક્તિ એ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે ઘણું બધું પ્રયત્ન કરતા હોય છે. ઘણા બધા લોકો ખાવા પીવામાં કંટ્રોલ કરીને, કસરત કરીને વગેરે જેવું ઘણું બધું ટ્રાય કરતા હોય છે ઘણા એવા મિત્રો હશે જે અનેક દવાઓ પણ લેતા હોય છે પણ આજે અમે એક એવી ટ્ર્રીક કે જે તમે લગભગ કરતા જ હશો પણ તેનાથી શું ફાયદો થાય છે એ આજે અમે તમને જણાવીશું. આ ટ્ર્રીક છે તાળી પડવાની, હા, તમે સાચું વાંચી રહ્યા છો. તાળી પડવાથી તમે તમારું સ્વાસ્થ્ય તો સારું બનાવી શકશો પણ તેની સાથે સાથે બીજા ઘણા બધા ફાયદા છે.

તાળી વગાડીને.

બસ તમારે ફક્ત તાળી પાડવાની છે અને તમારું સ્વાસ્થ્ય બનાવવાનું છે, તમે ખરેખર તાળી વગાડીને ભવિષ્યમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકો છો. એક સંશોધન મુજબ તાળી વગાડવી એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

બહુ અઘરું નથી આ કામ.

આમ પણ આ કોઈ મુશ્કેલ કામ નથી કે તેને કરવા માટે તમારે કોઈ તકલીફ ઉઠાવી પડે અને પોતાની શક્તિનો ઉપયોગ કરવો પડે. તમે આ કાર્ય એ ક્યારેય પણ કોઈપણ સ્થિતિમાં કોઈપણ સમયે કરી શકો છો.

સવારનો સમય છે સૌથી બેસ્ટ.

આમ તો તમે કોઈપણ સમયે તાળી પાડો એ સારું જ છે પણ જો સવારના સમયે ઘરે કે પછી ઘરની આસપાસ આવેલ કોઈ બગીચામાં જઈને જોર જોરથી તાળી વગાડો છો તો તમારા માટે એ સારું રહેશે. કદાચ તમે ક્યાંક જોયું હશે તો એવા ઘણા લોકો બગીચામાં પણ હોય છે જે કોઈપણ પ્રકારની વાત વગર તાળીઓ વગાડતા હોય છે.

આવો તમને જણાવીએ કે આમ જોર જોરથી તાળીઓ પડવાથી તમે શું ફાયદો મળશે.

તમે એક્યુપ્રેશર પદ્ધતિ તો જાણો જ છો, એના અનુસાર આપણા હાથની હથેળીઓ પર આપણા શરીરના અલગ અલગ અંગ સાથે જોડતા અલગ અલગ બિંદુઓ હોય છે. એટલા માટે જો કોઈ વિશેષ શરીરના અંગમાં તકલીફ હોય તો એ અંગ સંબંધિત પોઈન્ટ દબાવવાથી એ તકલીફથી રાહત મળે છે.

હાથની હથેળી પર હોય છે ખાસ પોઈન્ટ

જયારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે આપણા હાથમાં હાજર બધા પોઈન્ટ પર દબાણ આવે છે, આનાથી દરેક અંગમાં ઉર્જાનો પ્રવાહ થાય છે અને તેનાથી તાજગી મળે છે.

તાળી પડવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે. અમુક અનુભવી લોકોનું માનીએ તો આપણા ડાબા હાથની હથેળીમાં આંતરડા, લીવર, જઠર, કીડની, ફેફસા અને જમણા હાથની હથેળીમાં સાઈનસનો પોઈન્ટ હોય છે. જયારે તાળી પાડીએ છીએ તો શરીરના દરેક અંગમાં લોહી દોડવા લાગે છે.

જોર જોરથી તાળી પાડો અને તમારા પેટ સંબંધિત દરેક સમસ્યાથી તમને છુટકારો મળશે. આજકાલ ફાસ્ટ લાઈફસ્ટાઈલના કારણે ખાવામાં અનેક પ્રકારનું ભોજન ખાઈ લેતા હોઈએ છીએ. તો જો તમે આ ખોરાકના સાઈડ ઈફેક્ટથી બચવા માંગો છો તો પછી આજથી જ તમે ઉઠીને તરત જોર જોરથી તાળીઓ વગાડવા લાગો.

જો તમને લો બ્લડ પ્રેસરની તકલીફ હોય તો તમે તાળીઓ વગાડશો તો તમને તેમાં પણ ફાયદો રહેશે. બ્લડ પ્રેસર એ નોર્મલ કરવા માટે એક ખાસ પ્રકારની રીતથી તાળી પડવાની રહેશે. તેમાં તમે જેમ રોજ તાળી પડતા હશો એ નહિ ચાલે એના માટે તમારે ઉભા થઈને બંને હાથને સામે લાવીને તાળી વગાડવાની રહેશે. પછી તાળી વગાડ્યા પછી હથેળીને એકબીજા સાથે ગોળ ફેરવવાની રહેશે. તાળી જયારે વાગે છે પછી તરત હથેળીને એકબીજા સાથે ગોળ ફેરવવાનું રહેશે અને પછી ફરીથી તાળી વગાડવાની રહેશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here