તળેલાં તેલનો ફરી ઉપયોગ કરવો બની શકે છે ઘાતક, થઈ શકે છે એક નહી અનેક જીવલેણ બીમારી…..!!

0

ઘણીવાર, રસોડામાં તળવામાં ઉયાયોગ કર્યા પછી, વધેલા તેલને સાચવીને રાખી મૂકો છો ને તેનો ફરી કોઈ રસોઈ બનાવવામાં ઉપયોગ કરો છો. પરંતુ શું તમે જાણો છો કે તળેલાં તેલનો ઉપયોગ ફરીથી કરવામાં આવે એ તમારા આરોગ્ય માટે જોખમી બની શકે છે. ભારતીય ખોરાકમાં તેલનો ઉપયોગ ખૂબ જ વિશેષ છે.તેનાથી ઘણી બધી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે જેમકે પુરી, સમોસા, ગોલ ગપ્પાં , , જલેબી વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ બાકીના તેલને ગરમ કર્યા પછી ફરીથી તેનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. ચાલો તેનું કારણ પણ અમે તમને જણાવીએ.

શા માટે તળેલાં તેલનો ઉપયોગ ફરી કરવો હાનિકારક છે :
તેલ ચરબીનું સ્વરૂપ છે. તમે એક જ વાર ઉપયોગમાં લીધેલ તેલનો ફરીથી અથવા વધુ વખત ઉપયોગ કરવામાં આવે છે, તો પછી રાસાયણિક સંયોજન માં તેલમાં ફેરફારો થાય છે ને તેલ ઝેરી બનાવે છે. આ કિસ્સામાં, જ્યારે તમે તેલ ગરમ કરો છો ત્યારે તેની ઝેરી અસર વધે છે. એવામાં તમે તેલને ફરીવાર ગરમ કરશો તો તેમાં રહેલ ઝેર વધતું જ જાય છે. એટ્લે સમજી લોકે તેલમાં મોલીક્યુલ્સમાં વારંવાર પરીવર્તન થાય છે. જેના કારણે એક નવું જ કમ્પાઉન્ડ બની જાય છે. જે કુદરતી તેલ કરતાં એકદમ ભિન્ન છે અને શરીર પર પ્રતિકૂળઅસર કરે છે . નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તળેલાં તેલનો વારંવાર ઉપયોગ કરવો ટાળવો જોઈએ.

ફ્રી રેડિકલ્સ ના નિર્માણથી રહે છે કેન્સરનું જોખમ –
રસોઈ માટેજો તળેલાં તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં મુક્ત રેડિકલ બનવાના શરૂ થાય છે. જે ઘણા પ્રકારના રોગોનું કારણ બને છે. તેમજ વારંવાર તેલ ગરમ કરવાથી તેલની સુગંધ પણ ખતમ થઈ જાય છે અને એમાંથી ગંધ આવવા લાગે છે અને તેમાં એન્ટિઓક્સિડંટ પણ બચતા નથી જેના કારણે કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

કોલેસ્ટરોલ ઝડપથી વધે છે :એકવાર બળેલા તેલનો ઉપયોગ ફરીવાર કરવો પણ ખતરનાક છે કારણ કે તે ખરાબ કોલેસ્ટેરોલ વધારે છે અને હૃદયના રોગોનું જોખમ વધારે છે. આ ઉપરાંત, એસિડિટી, અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન સહિતના તમામ રોગોનો પણ ભય રહે છે. ખરેખર, મુક્ત રેડિકલ આપણા કોશિકાઓ માટે દુશ્મનો સમાન છે, તેની માત્રા આપણાં શરીરમાં જેટલી વધારે તેટલું વધારે અનેક પ્રકારના રોગોનું તે કારણ બને છે.

વારંવાર ગરમ કરવાથી વધી જાય છે ટોક્સિન્સ :
સંશોધન મુજબ, જ્યારે તેલ ગરમ થાય છે, ત્યારે એચ.એન.ઇ. પદાર્થો તેમાં રચના કરવાનું શરૂ કરે છે, અને જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી, એચ.એન.ઇ. (ઝેરી પદાર્થો) વધુ અને વધુ બને છે. લિનેોલિક એસિડ સમૃદ્ધ તેલમાં એચએનઇ વધુ છે. સામાન્ય રીતે તેલ, સૂર્યમુખી, મકાઈ તેલ જેવા તેલમાં લિનોલીક એસિડની માત્રા ઊંચી હોય છે. આ તેલનો ઉપયોગ રસોઈ માટે કરી શકાય છે, પરંતુ તળવા માટે કરી શકાતો નથી.

બળેલા તેલને એકવાર ધ્યાનથી જુઓ :
બળેલા તેલનો ઉપયોગ કરતાં પહેલા તેનો રંગ અને તેની ઘાટાઈ જરૂર જોવી જોઈએ. જો તેલ વધારે ઘટ્ટુ ને ચીકણું હશે તો એમાંથી ગંધ આવશે જ. જો આવું હોય તો એ તેલનો ઉપયોગ કરવાની જગ્યાએ તેને ફેંકી દેવું જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here