ભારતમાં આવેલું એકમાત્ર એવું મંદિર જ્યાં હનુમાનજીની મુર્તિ સાથે થાય છે એમનાં પત્નીની પણ પૂજા ….

0

હનુમાનજી ભગવાન રામની ભક્તિમાં મીન રહેવા વાળા રામના પરમ ભક્ત હનુમાને પણ લગ્ન કર્યા હતા. આ જાણીને તમે તો હેરાન જ થઈ જશો. તમને થશે કે આ ખોટું છે શાસ્ત્રમાં પણ ક્યાંય આનો ઉલ્લેખ નથી. એ તો બાલ બ્રમ્હ્ચારી છે. પરંતુ આ સત્ય છે. હનુમાજીના લગ્ન થયા હતા.
આ એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા તેમની પત્ની સાથે સજોડે કરવામાં આવે છે. તેલંગણામાં એક મંદિર છે જ્યાં હનુમાન જી અને તેની પત્નીની પૂજા થાય છે.

અહીં આવેલું છે આ મંદિર :
તેલંગણાના ખમ્મમ જીલ્લામાં હનુમાનજીની પૂજા અને તેમની પત્ની સુર્વચલા ની પૂજા થાય છે. આ પ્રાચીન મંદિર અહીં ઘણા વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સ્થાનિક લોકો જેઠ મહિનાની સુદ દસમે હનુમાનના લગ્નની તિથી પણ ઉજ્વે છે. આ મંદિરમાં તે દિવસે ખૂબ જ ધામધૂમ હોય છે. ઉત્તર ભારતમાં રહેતા લોકો માટે તે આશ્ચર્યજનક નથી. કારણ કે હનુમાન જીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તેમના લગ્નનો રહસ્ય શું છે.

લગ્ન કેમ થયા હતા હનુમાનજીના :

ભગવાન હનુમાન સૂર્ય ભગવાનને તેમના ગુરુ માનતા હતા. સૂર્ય દેવ પાસે 9 દિવ્ય વિદ્યા હતી. આ તમામ વિધ્યાનું જ્ઞાન બજરંગ બલી મેળવવા માંગતા હતા. સૂર્યદેવે 9 માંથી 5 વિધ્યા શાખાઓનું જ્ઞાન તો હનુમાનને આપ્યુ. પરંતુ બાકીના 4 શાખાઓ માટે ખુદ સૂર્યદેવ કટોકટીમાં આવી ગયા. બાકીના 4 દિવ્ય વિદ્યા ફક્ત તે શિષ્યોને જ આપવામાં આવે છે જેણે લગ્ન કર્યા હોય હનુમાન તો બાળ બ્રહ્મચારી હતા તેથી તેમને સૂર્ય દેવતા પાસેથી બાકીના 4 જ્ઞાન ચામેળવવા માટે અસમર્થ હતા. આ સમસ્યાને ઉકેલવા માટે,સૂર્ય દેવે હનુમાનજી સાથે લગ્ન કરવા વિશે વાત કરી. પહેલા હનુમાનજી લગ્ન સાથે સહમત ન હતા, પરંતુ તેમને બાકીના 4 વિદ્યાનો જ્ઞાન મેળવવા માટે હનુમાનજીએ લગ્ન માટે હા આપી.

લગ્ન કર્યા છતાં બ્રહ્મચારી રહ્યા
હનુમાનજીની મંજૂરી મેળવ્યા પછી, સૂર્ય ભગવાનના દિવ્ય તેજથી એક દીકરીનો જન્મ થયો. તેનું નામ સુર્વચલા હતું. સૂર્ય ભગવાને સુર્વચલા સાથે લગ્ન કરવા હનુમાનને કહ્યું. ને કહ્યું કે સુર્વચલા પણ બ્રમ્હચારી જ રહેવા માંગે છે. એટ્લે તમે પણ બ્રમહચારી રહી શકશો. ને આમ લગ્ન પછી તરત જ સુર્વચલા ધ્યાનમાં મગ્ન થઈ જાય છે. ને હનુમાન પણ બાકીની વિધ્યા શીખવામાં લાગી જાય છે. અને આ જ કારણે બજરંગ બલી હંમેશા બ્રહ્મચારી તરીકે ઓળખાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here