OMG: ‘તૈમુર’ ના નામના હવે થયા રમકડાં શરૂ, સેફ એ આપ્યું આવું રિએક્શન…..

0

બૉલીવુડ ના નાના નવાબ એટલે કે તૈમુર અલી ખાન નો જલવો ચારેબાજુ વિખેરાયેલો છે. તે દેશભરના લોકોના પ્રિય બની ચુક્યા છે. દરેક તેની નવી તસ્વીરો ની આતુરતાથી વાટ જોયા કરે છે. તૈમુર પણ પોતાના ફેન્સ ને હતાશ નથી કરતા અને નવા-નવા અવતાર માં નજરમાં આવતા રહે છે. હવે તે અસલ જીવનની સાથે સાથે બાળકોના રમકડાં માં પણ શામેલ થઈ ગયો છે. તૈમુર ના ચેહરા વાળા રમકડાં માર્કેટ માં લોન્ચ થયા છે. જે તૈમુર ટોય્ઝ ના નામ થી લોકપ્રિય બન્યા છે. પિતા સૈફે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.તૈમુર નાની જ ઉમર માં સુપરસ્ટાર બની ચુક્યા છે. તેને લઈને લોકોની વચ્ચે પણ ખુબ દીવાનગી છવાયેલી છે. તૈમુર ના ચેહરા વાળા રમકડાં તેના નામથી બજારમાં વહેંચાઈ રહ્યા છે. પિતા સૈફે આ બાબત પર જણાવ્યું કે,”મને ખુશી છે કે તૈમુર ને લીધે લોકો ને ફાયદો થઇ રહ્યો છે. હું ભગવાનથી તેની ખુશી અને સુરક્ષા ની કામના કરું છું. તેઓ મારા માટે એવું કરી શકે કે એક રમકડું મને પણ મોકલી આપે”.

સોશિયલ મીડિયા પર તેના નામના ઘણા પેજ ચાલે છે. તેના ક્યૂટ લુક ને લોકો પર એક ખાસ અસર કરી છે. હંમેશા પોતાની ક્યૂટ એક્ટિવિટી ને લીધે તે ચર્ચા માં રહે છે. એવું પહેલી વાર જોવામાં આવ્યું છે કે કોઈ સ્ટાર કિડ ને લઈને આટલી દીવાનગી જોવા મળી રહી છે.

હાલમાં જ સૈફ અલી ખાન કોફી વિદ કરન માં પહોંચ્યા હતા. આ દરમિયાન તૈમુર વિશે એક અન્ય ખુલાસો કરતા જણાવ્યું કે ફોટોગ્રાફર્સ તૈમુર ની એક ફોટો ને 1500 રૂપિયામાં વહેંચે છે. સૈફ, શો માં દીકરી સારા અલી ખાન ની સાથે પહોંચ્યા હતા. સારા એ પણ શો ના દરમિયાન તૈમુર ને લઈને ઘણી વાતો શેયર કરી હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here