તૈમુરે પહેરી હતી આટલી મોંઘી ટીશર્ટ, જેને ખરીદવા માટે આપણે 100 વાર વિચાર કરીશું – જુવો તસવીરો

શુક્રવારે સાંજે ફરવા માટે નીકળેલા તૈમુર અલી ખાન ને કૈજ્યુઅલ લુકમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કરીના-સૈફ ના દીકરા તૈમુર મીડિયા ને પોતાની જીભ દેખાડતા નજરમાં આવ્યા હતા. તેમણે Ralph Lauren ની પ્રિન્ટેડ ટી-શર્ટ, યેલો શોર્ટ્સ અને ક્યૂટ વ્હાઇટ શૂઝ પહેરી રાખ્યા હતા. તૈમુર ની આ પ્રિન્ટેડ ટી શર્ટ Polo Bear Collection ની હતી, જેની કિંમત 37 ડોલર એટલે કે 2,622 રૂપિયા હતી. મતલબ કે આટલા અમાઉન્ટ માં એક સામાન્ય વ્યક્તિ 5 પૈક ટીશર્ટ ખરીદી શકે છે.તૈમુર હંમેશા કેયર ટેકર નૈની ની સાથે ફરતા જોવા મળે છે. ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે તૈમુર ની રક્ષા માટે 5 બોડીગાર્ડ પણ હંમેશા તેની સાથે ચાલે છે.

અમુક સમય પહેલા જ તૈમુર નો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં કેયર ટેકર એટલે કે નૈની એ એક અજાણ વ્યક્તિ ની કલાસ લીધી હતી જે તૈમુરની ખુબ જ નજીકે આવી ગયો હતો. હંમેશા ની જેમ તૈમુર નૈની ની સાથે ફરવા નીકળ્યા હતા ત્યારે ફોટોગ્રાફર્સ તેના ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. ત્યારે જ એક અજાણ વ્યક્તિ વચ્ચે આવ્યો અને તૈમુરની સાથે સેલ્ફી લેવા માટે ખુબ જ નજીક આવી ગયો હતો. નૈની એ જેવી જ આ હરકત ને જોઈ કે તરત જ સેલ્ફી લેનારા આ વ્યક્તિ પર ભડકી ઉઠી હતી. આ ઘટના પછી કરીના-સૈફ દીકરા ની સેફટી માટે બોડીગાર્ડ્સ વધારવાની પ્લાનિંગ કરી રહ્યા છે.

પ્લે સ્કૂલ જાય છે તૈમુર:
જણાવી દઈએ કે 20 મહિનાના તૈમુર પ્લે સ્કૂલમાં એડમિશન લઇ ચુક્યા છે. તેના આ કિડ સ્કૂલ અને જિમ ની 3 મહિનાની ફી 15,000 રૂપિયા છે એટલે કે દરેક મહિનાનો ચાર્જ 5,000 રૂપિયા છે. ખાસ વાત એ છે કે તૈમુરના આ સ્કૂલમાં માત્ર એક જ દિવસની કલાસ લાગે છે. અહીં બાળકોને રમવા અને શીખવા માટે ઘણા એવા ઇક્યુપમેન્ટ્સ છે. સ્કૂલમાં દરેક અઠવાડિયે તેને balancing, tumbling, hanging, songs, puppet shows, special rides, variety of swings, building a block tower, riding a tricycle, walking up stairs અને agility skills જેવી એકિટવિટીઝ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

વિદેશમાં આ રિસોર્ટમાં એન્જોય કરી રહ્યા છે સૈફ-કરીના અને લાડલો તૈમુર, કિંમત જાણીને હેરાન રહી જાશો

 

હાલના દિવસોમાં કરીના કપૂર પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર ની સાથે માલદીવ માં વેકેશન એન્જોય કરી રહી છે. માલદીવ વેકેશન માં તેની સાથે સોહા અલી ખાન અને પતિ કૃણાલ ખેમુ પણ છે, જેઓ પોતાના મસ્તી ભરેલા સમયની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરતા રહે છે. પોતાના હોલી ડે ના દરમિયાન કરીના-સૈફ પોતાની ફેમિલી ની સાથે Soneva Fushi રિસોર્ટ માં રોકાયા છે પણ આ રિસોર્ટ ની કિંમત સાંભળીને તમે હેરાન રહી જાવાના છો. તમને જણાવી દઈએ કે જે હોટેલમાં કરીના-સૈફ રોકાયા છે તે માલદીવ ના સૌથી લગ્ઝરી અને મોંઘા રિસોર્ટ માનું એક છે. અહીં 23 લગ્ઝરી વિલા છે અને 1 બેડરૂમ વાળા વિલા ની કિંમત 81,700 રૂપિયા થી શરૂ થાય છે. એ પણ માત્ર એક રાત માટેના. આટલી કિંમત માં તો ભારતમાં તમે નાનો એવો ફ્લેટ ખરીદી શકો છો. આ સિવાય આ રિસોર્ટ માં આવનારા ટુરિસ્ટ ને પ્રાઇવેટ એયરપોર્ટ લાઉંજ ની ફેસીલીટી પણ મળે છે. આવો તો જાણીએ આ લગ્ઝરીયસ રિસોર્ટ વિશે. 

1. પ્રાઇવેટ રિજર્વ વિલા:જો તમે અહીં 9 બેડરૂમ વાળો પ્રાઇવેટ વિલા ખરીદો છો તો તેના માટે તમારે નાઈટ ના હિસાબે 16 લાખ, 63 હજાર, 832 રૂપિયા ની કિંમત ચૂકવવી પડશે. 5540 સ્કવેર મીટર સુધી ફેલાયેલા આ વિલામાં તમને ચિલ્ડ્રન રૂમ, સ્પા વિથ સ્ટીમ રૂમ, મસાજ રૂમ, જિમ, લાઉંજ, ટીવી લાઉંજ, સ્ટેડી, પ્રાઇવેટ પુલ અને મોટો ડાઇનિંગ રૂમ ની સુવિધા મળશે. તેના સિવાય તમને અહીં રોજ કોમ્પ્લીમેન્ટ્રી બ્રેકફાસ્ટ પણ આપવામાં આવશે.

2. વીલા 42:વિલા 42 માં રોકાવા માટે બુકીંગ 23 લાખ 27 હજાર રૂપિયાથી કરી શકાય છે. 2250 સ્કવેયર મીટર માં ફેલાયેલા આ વિલામાં તમને પુલ, સ્પા અને જીમ જેવી ફેસિલિટી મળશે. તેના સિવાય 6 બેડરૂમ વાળા આ વિલા માં કોમ્પ્લીમેન્ટ્રી બ્રેકફાસ્ટ પણ આપવામાં આવશે.

3. જંગલ રિજર્વ:જો તમે માલદીવ માં જંગલો નો નજારો જોવા માગો છો તો આ વિલા તમારા માટે જ છે. 4 બેડરૂમ વાળા આ વિલા માં બીચફ્રન્ટ, કોમ્પ્લીમેન્ટ્રી બ્રેકફાસ્ટ, પ્રાઇવેટ પુલ, સ્પા રૂમ અને જીમની ફેસિલિટી મળે છે, 720 સ્કવેયર મીટર માં ફેલાયેલા આ વિલા માં રોકાવા માટે તમારે એક નાઇટના હિસાબે 9 લાખ, 39 હજાર રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

4. વિલા 15:જો કે આ વિલામાં વધુ સુવિધાઓ નથી પણ માલદીવમાં રોકાવા માટે પણ આ બેસ્ટ જ છે. આ વિલા 2375 સ્કવેયર મીટર માં ફેલાયેલું છે. 4 બેડરૂમ વાળા આ વિલા માં રોકાવા માટે ટુરિસ્ટ ને માત્ર પ્રાઇવેટ પુલ અને બ્રેકફાસ્ટ ની જ સુવિધા છે, તેની બુકીંગ પણ 9 લાખ 39 હજાર રૂપિયા થી કરી શકાય છે.

5. Crusoe વિલા:તેમાં એક બેડરૂમ ની સાથે બ્રેકફાસ્ટ મળે છે. આ 235 સ્કવેયર મીટરમાં ફેલાયેલું છે. તેના એક નાઈટ નો રેન્ટ 81,700 રૂપિયા છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!