તૈમુરથી લઈને શ્રીદેવીની દીકરીઓ સાથે દિવાળીમાં આવો હતો સ્ટાર કિડ્સ નો અંદાઝ,જુઓ તસ્વીરો….મજા આવી જશે

0

દિવાળીના મૌકા પર કરીના કપૂર નો લાડકો દીકરો પિતા સૈફ અલી ખાન સાથે નજરમાં આવ્યો હતો. બાપ-દીકરાની આ જોડીએ મેચિંગ આઉટફીટ પહેરી રાખ્યા હતા.

બોલીવુડ સ્ટાર્સ આ દિવસોમાં ધૂમધામ રીતે દિવાળી ઉજવી રહ્યા હતા. ઘણા અભિનેતાઓએ પોતાના ઘરમાં પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં ઘણા એવા ફિલ્મી કીરદારો ઉપસ્થિત રહ્યા હતા. આમીર ખાન, એકતા કપૂર, સંજય દત્ત, અનીલ કપૂર, જાવેદ અખ્તર સહિતના સેલેબ્સ પોતાના ઘરમાં પાર્ટીની આયોજન કર્યું હતું. બોલીવુડ સ્ટાર્સનાં દિવાળી જશ્ન સાથે જોડાયેલી અમુક તસ્વીરો અમે તમારા માટે લાવ્યા છીએ, સાથે જ શું તમે જાણો છો બોલીવુડ સ્ટાર્સ કિડ્સ કઈ રીતે મનાવ્યો હતો દિવાળી તહેવાર?

શરુઆત કરીએ તૈમુર અલી ખાન થી , જેણે આ વર્ષે પોતાની પહેલી દિવાળીની ઉજવણી કરી હતી.

તૈમુર અલી ખાન પોતાની પહેલી દિવાળીમાં કુર્તા-પાયજામાં નજર આવ્યો હતો. કરીનાના ફૈન ક્લબની પહેલી દિવાળીની તસ્વીર બતાવી છે, જેમાં તૈમુર પિતાના ખોળામાં બેઠેલો જોવા મળે છે. ખાસ વાત એ છે કે બાપ-દીકરાની આ જોડી મેચિંગ આઉટફીટમાં નજર આવી હતી.

સાથે જ સોશિયલ મીડિયા પર હાલ તૈમૂરની આ લેટેસ્ટ તસ્વીર જોવામાં આવી છે, જ્યાં તે પોતાની માં કરીનાના ખોળામાં બેસીને મીડીયાને જોઈ રહ્યો છે.આ ફોટોને સેલીબ્રીટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ સોશિયલ મીડિયા પર શેઈર કર્યો છે.

જો કે એમાં કોઈ શક નથી કે કપૂર અને ખાન ફેમીલીએ ખુબ શાનદાર રીતે દિવાળી સેલીબ્રેટ કરી હતી. સોહા અલી ખાને પણ પોતાના ફોટા સોશિયલ મોડીયા પર શેઈર કર્યા જેમાં તેના પતિ કુનાલ ખેમુ, ભાઈ સૈફ અલી ખાનની સાથે કરીના પણ ઉપસ્થિત હતી.

તૈમુર બાદ હવે આવે છે શાહિદ કપૂરની લાડકી દીકરી. હાલ મિશા કપૂર એક વર્ષની થઈ ચુકી છે. જે દિવાળીમાં બ્લુ લહેંગા-ચોલીમાં નજરમાં આવી હતી. શાહીદ દ્વારા લેવાયેલી આ ફોટોમાં મીશાની પાછળ રંગોલી બનેલી નજરમાં આવે છે.

શ્રીદેવીની બન્ને દીકરીઓ ખુશી અને જહાનવી કપૂર દિવાળીમાં પાર્ટીમાં ગ્લેમર લુકમાં જોવા મળી હતી. શ્રીદેવી, પતિ બોની કપૂર અને બન્ને દીકરીઓ સાથે આમીરખાનની પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન ખુશી અને જહાનવી ડીઝાઈનર મનીશ મલ્હોત્રાનાં આઉટફીટમાં ખુબજ સુંદર રીતે અલગજ અંદાજનમાં જોવા મળી હતી.

બહુ ઓછા મૌકા પર નજરમાં આવતા અજય દેવગન અને કાજોલ પોતાના બન્ને બાળકો ન્યાસા અને યુગ દિવાળીના તહેવારમાં મમ્મી-;પાપા ની સાથે પોઝ આપતા નજરમાં આવ્યા હતા. અજય દેવગન દ્વારા સાઝા કરેલી આ તસ્વીરમાં ન્યાસા લહેંગા ચોલી તો યુગ કુર્તા-પાયજામાં નજરમાં આવે છે.

દિવાળીની પાર્ટીમાં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અલગજ અંદાઝમાં નજરમાં આવી હતી. અનન્યા પાંડે લહેંગા-ચોલી લુકમાં ખુબજ સુંદર જોવા મળે છે. ચંકી પાંડેની પત્ની ભાવના દ્વારા સાઝા કરેલી આ તસ્વીરમાં અનન્યાએ ડીઝાઇનર મનીશ મલ્હોત્રાનો લહેંગા પહેરેલો છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!