તહેવારમાં ભૂલથી પણ ન લાવો ચાંદી ના વરખની મીઠાઈઓ, થઇ શકે છે જાનલેવા બીમારીઓ, તહેવારો ફેરવાઈ જશે દુઃખ માં…..

0

શ્રાવણના મહિના પછી તો જાણે કે તહેવારોની લાઈન લાગી જાતિ હોય છે. ક્યારેક રક્ષા બંધન તો ક્યારેય જન્માષ્ટમી. આ દરેક ખાસ અવસર પર મોં મીઠું કર્યા વગર તો કેવી રીતે ચાલે? પણ મોઢું મીઠું કરવા માટે ખાવામાં આવતી ચાંદીના વરખ વાળી મીઠાઈઓ તમને સીધા જ પથારીમાં પહોંચાડી શકે છે. આજે અમે તમને જણાવીશું કે આ ચાંદી ના વરખ વાળી મીઠાઈઓ ખાવાથી ક્યાં-ક્યાં નુકસાન થઇ શકે છે અને જણાવીશું કે અસલી અને નકલી ચાંદી ના વરખને કેવી રીતે ઓળખવું.તહેવારોની સીઝન આવતાની સાથે જ બજારમાં ભેળસેળ ખોરો નો ધંધો વધી જતો હોય છે. તેમાં મીઠાસ ભેળવાનારી મીઠાઈઓ પણ કઈ કમ નથી. તેમાં નકલી માવા અબે ખરાબ ડ્રાઈફ્રૂટ્સ નો ઉપીયોગ કરવામાં આવે છે, પણ એક અન્ય પણ ખરાબ ચીજનો ઉપીયોગ કરવામાં આવે છે, અને તે છે ચાંદીનો નકલી વરખ.
બજારોમાં મળતી રંગ-બેરંગી મીઠાઈઓ પર ચઢેલી ચાંદીની ચમકીલી પરત દરેક કોઈને લુભાવી દે છે, પણ હકીકત માં તેને ખાવાથી સમસ્યાઓ સર્જાઈ શકે છે. કેમ કે તેમાં નકલી, ખરાબ ચીજોનો ઉપીયોગ કરવામાં આવતો હોય છે. ઘણા લોકો તો ચાંદી ની જગ્યાએ એલ્યુમિનિયમના વરખ નો પણ ઉપીયોગ કરતા હોય છે.
નકલી ચાંદીમાં લેડ, ક્રોમિયમ અને કૈડમિયમ જેવા હાનિકારક તત્વ હોય છે. તેના શરીરમાં જાવાથી કેન્સર, ફેફસા અને મગજની ઘણી એવી બીમારીઓ થઇ શકે છે. તેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં સમસ્યા આવી શકે છે, આંતરડામાં સંકોચન, ત્વચા પર લાલ ધબ્બા અને રેશિઝ થઇ શકે છે.એક રિસર્ચ અનુસાર ચાંદીના વવરખમાં ચાંદીની જગ્યાએ એલ્યુમિનિયમનો ઉપીયોગ કરવામાં આવતો હતો. તેમાં ઘણા અન્ય મેટલનો પણ પ્રયોગ કરવામાં આવતો હતો. લગભગ 90 ટકા ચાંદીનો વરખ બનાવાનું કામ આવી જ રીતે થતું રહ્યું છે. તેને ખવાતી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.કેવી રીતે કરવું અસલી અને નકલી ચાંદીના વરખમાં ફર્ક:

1. અસલી અને નકલી ચાંદીના વરખની ઓળખ માટે મીઠાઈનો નાનો ટુકડો લઈને તેને પોતાની આંગળી પર લૂંછવાનો પ્રયાસ કરો. જો લૂંછવાના સમયે તે તમારા હાથમાં ચોંટી જાય છે, તો તેનો અર્થ છે કે તેમાં એલ્યૂમિનિયમ છે. જયારે જો તે હાથમાં ન ચોંટે તો તે અસલી માનવામાં આવે છે.2. જો મીઠાઈમાં નકલી વરખ લાગેલું હોય તો તેની ઓળખ એ રીતે પણ થાય છે કે નકલી વરખ થોડું મોટું હોય છે જયારે અસલી વરખ ખુબ જ પાતળું હોય છે અને તેને ગરમ કરવાથી ચાંદીના ગોળાની જેમ સંકોચાઈ જાય છે. જયારે નકલી વરખને ગરમ કરવાથી તે કાળું પડી જાય છે કે પછી રાખમાં ફેરવાઈ જાય છે.3. અસલી નકલી વરખની ઓળખ કરવા માટે ચાંદીના વરખને હથેળીની વચ્ચે રગડો. જો ચાંદી ગાયબ થઇ જાય છે તો સમજી જાવ કે તે અસલી છે, જયારે તે એક બોલના રૂપમાં એકઠું થઇ જાય તો સમજી જાવ કે તે નકલી છે.4. ચાંદીના વરખની પરખ કરવા માટે તેને એક ટેસ્ટ ટ્યુબમાં નાખો અને પછી હાઈડ્રોક્લોરિક એસિડનું એક ટીપું નાખો. જો તેમાંથી સફેદ ધુમાડો નીકળે તો તે ભેળસેળ વાળું છે, અને ચાંદી અસલી છે તો તેમાંથી ધુમાડો નહિ નીકળે.5. અસલી ચાંદી જો કે ખુબ જ ફાયદો કરાવે છે, પણ શું તમને ખબર છે કે તેને બનાવા માટે જાનવરોની ઘાલ તેમજ આંતરડાનો પ્રયોગ કરવામાં આવે છે. આ વરખ બનાવા માટે ચાંદી ને જાનવરોના આંત ની વચ્ચે ટીપવામાં આવે છે. જેનાથી આ વરખ એકદમ પાતળો બને છે અને તેને લપેટવામાં આસાની રહે છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here