તહેવારોની સિઝનમાં ઓનલાઈન લોભામણી સ્કીમો જોઇને ફોન ખરીદવાના હોય તો સાવધાન…ચોંકાવનારો કિસ્સો વાંચો

0

આજકાલ તહેવારની સિઝનમાં ઓનલાઈન ઘણી બધી લલચાવનારી સ્કીમ આવતી હોય છે જેમાં અધધ ડિસ્કાઉન્ટ આપીને તમને ખરીદી કરવા માટે કહેવામાં આવે છે. જે પણ મિત્રો આ લલચાવનારી સ્કીમમાં ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તેમના માટે આજે અમે લાવ્યા છે એક એવો અનુભવ જેનાથી તમે કોઈદિવસ ઓનલાઈન ખરીદી કરવા નહિ જાવ.હા આજનો જે કિસ્સો છે જેમાં એક વ્યક્તિએ કે જેણે એક ફેમસ વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી કરીને ફોન મંગાવ્યો હતો.

તેમને જયારે એ ફોન મળ્યો ત્યારે પછી જે થયું એના માટે આ વ્યક્તિએ એ વેબસાઈટ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને તે કંપની પર ગંભીર આરોપ મુક્યો હતો. વાત એમ હતી કે તેમણે આવી જ કોઈ ઓનલાઈન સ્કીમમાં ફોન બુક કરાવ્યો હતો અને થોડા દિવસ પછી તેમને જયારે ફોન મળ્યો ત્યારે તેમને ફોનની જગ્યાએ ઇંટ મળી હતી હવે તમે પણ વિચારી જુઓ તમે કોઈ વસ્તુ આટલી હોંશે મંગાવો અને પછી એ જયારે તમને મળે ત્યારે તેમનાથી નીકળે એક ઈંટનો ટુકડો તો શું હાલત થાય.

આ વાત છે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા એક વ્યક્તિની. તેમણે નવરાત્રી દરમિયાન ચાલી રહેલી ઓનલાઈન સ્કીમમાં એક મોબાઈલ ખરીદ્યો હતો એ ફોનની કીમત એ ૯૧૩૪ હતી. તેમણે એ પૈસા એ પહેલા જ પે કરી દીધા હતા. થોડા દિવસ પછી જયારે તેમને તેમણે મંગાવેલ પાર્સલ મળે છે અને તે પાર્સલ ખોલીને તે ચોંકી ગયા હતા તેમને એ પાર્સલમાં એક ઈંટનો ટુકડો મળ્યો હતો. તેમણે તરત જ જે તે કંપનીમાં તેમણે કમ્પ્લેન કરી હતી અને ત્યારે જવાબ આવ્યો હતો કે એક અઠવાડિયામાં તેમને તેમનો ફોન પરત મળી જશે.

વિગતમાં તો પછી એવું બન્યું હતું કે તેમણે જે તે કુરિયર વાળા વ્યક્તિને પણ બોલાવે છે ત્યારે તે વ્યક્તિ જણાવે છે કે તેમનું કામ તો ફક્ત કુરિયર પહોચાડવાનું જ હતું તે પાર્સલની અંદર શું મુકેલું હોય છે તે અમે નથી જાણતા હોતા. તેમણે જે કંપની પાસેથી ફોન ઓર્ડર કર્યો હતો તેની સામે છેતરપિંડીનો કેસ પણ નોંધાયો છે અને તેની તપાસ પણ ચાલી રહી છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here